________________
[ ૭૩૫ ) નથી. અનુક્રમે ગર્ભકાળ પૂર્ણ થયે મધ્યરાત્રિએ ઉત્તમ લગ્નયોગે તેઓનો જન્મ થાય છે. તે જન્મના પ્રસંગે વિશેષ પ્રકારની અશુચિઓ હોતી નથી. જન્મ થતાંની સાથે જ બે ઘડી સુધી અખિલ બ્રહ્માંડમાંચૌદરાજ લોકમાં પ્રકાશ પ્રકાશ થાય છે. ઘડીભર નારકીના જીવો પણ પ્રકાશ જોઇને આનંદ આનંદ પામે છે. ત્યારબાદ આસન પ્રકંપથી છપ્પન દિકકુમારી દેવીઓ આવીને સૂતિકર્મ કરે છે. જળનો અભિષેક, ભક્તિ, અચ, શુદ્ધિ વગેરેથી ઘણા ઠાઠથી બાળપ્રભુના જન્મોત્સવનું સૂતિ-ભક્તિકર્મ કરે છે. જન્મ વખતે જ પ્રભુના પુણ્યપ્રાગુભારથી સૌધર્મેન્દ્રનું અચલ સિંહાસન ચલિત થતાં તે ઇન્દ્ર અવધિજ્ઞાન દ્વારા પ્રભુના જન્મને જાણીને સિંહાસનથી ઊતરી, રત્નમય મોજડી કાઢી, એકસાડી ઉત્તરાસંગ-ખેસ નાંખી પ્રભુ જન્મ્યા છે તે ગૃહ તરફ સાત-આઠ ડગલાં સન્મુખ ચાલી “નમુત્થણ” સ્તવ દ્વારા પ્રભુની
સ્તુતિ કરે છે. તે પછી ઇન્દ્ર જન્મકલ્યાણક મહોત્સવની સામુદાયિક ઉજવણી માટે હરિëગમેષી દેવ પાસે સુઘોષા નામક ઘંટા વગડાવી સર્વ દેવલોકને સજાગ કરી તરત જાહેરાત કરાવરાવે છે કે–“જેને જિનેશ્વરદેવના કલ્યાણકારી જન્માભિષેકના ઉત્સવમાં આવવું હોય તો તૈયાર થઈને ચાલો.” આ ખબર સમગ્ર દેવલોકમાં પડતાં એકબીજાની પ્રેરણા-ભક્તિથી તે તે દેવો અને ૬૩ ઈન્દ્રો તૈયાર થઈ, કેટલાક તો સીધા મેરુપર્વત તરફ ઊપડી જાય છે પણ સૌધર્મેન્દ્રને તો શાશ્વત નિયમ મુજબ જન્મોત્સવની ઉજવણીનું કર્તવ્ય બજાવવાનું ફરજિયાત હોવાથી જંબૂદ્વીપ જેવડા એક લાખ યોજનના પાલક નામના અદ્ભુત વિમાનને તૈયાર કરાવી અન્ય સંખ્યાબંધ દેવ-દેવીઓથી પરિવરેલો, આકાશમાર્ગે ગમન કરતો મનુષ્યલોકમાંના નંદીશ્વરદ્વીપે આવે છે. પછી મોટું વિમાન છોડી દે છે અને અન્ય નાનું વિમાન વિકુર્તી તેમાં બેસીને જન્મસ્થાનના નગર પાસે આવી વિમાન છોડીને રાજાના મહેલમાં પ્રભુની માતાના શયનખંડમાં આવે છે. જન્મગૃહમાં જઈ માતાનો આદેશ લઇ તરત જ અવસ્થાપિની નામની નિદ્રાથી માતા દાસી વગેરેને નિદ્રાધીન કરી દે છે પછી ઇન્દ્ર સ્વયં પોતાનાં પાંચ રૂપ કરી, કરસંપુટમાં પ્રભુને અશક્તપણું આવી જાય છે, તેમજ તાવ, ઊલટી, ઝાડા, મરડા, અસ્વસ્થતા ઈત્યાદિક અનેક દર્દો ઊભાં થાય છે. તેમાંનું કંઈપણ ચિહ્ન જગદુદ્ધારક તીર્થંકર પરમાત્માઓની રત્નકુક્ષિધારિણી પ્રકર્ષપુણ્યશાલિની, ત્રિજગવંદ્ય, સુગૃહીત-નામધેય માતાઓને હોતું નથી.
વળી પ્રભુપ્રસવ સ્વાભાવિક રીતે જ થાય છે. કદીપણ [Unnotarrai Labous]અસ્વાભાવિક રીતે થતો નથી. પ્રસવ સમયે સ્નેહવત્સલ સામાન્ય માતાઓને જે અવાઓ કષ્ટ ભોગવવું પડે છે, તે કષ્ટ તેમજ ગર્ભપ્રસવ બાદ જુદા જુદા પ્રકારના સ્ત્રાવ Hxmorrhage (રકત પ્રસવાંત આકસ્મિક)નાં દુઃખ, ત્રાસદાયક દર્દો વગેરે વગેરે જે જે વ્યાધિઓનો ઉદ્ભવ થાય છે તેમાંનું કંઇપણ હોતું નથી.
ટૂંકમાં ગર્ભધારણથી માંડી પ્રસવાદિક પરિસમાપ્તિ યાવત્ સર્વ ક્રિયાકાળ પીડા રહિત, અસ્વસ્થતા રહિત, ખૂબ જ સુખ અને શાન્તિપૂર્વક પ્રભુમાતા પ્રસાર કરે છે. માતાને જરાય અશાન્તિ કે અરતિ પેદા થતી નથી. એમાં અસાધારણ અને જબરજસ્ત કારણ કોઈપણ હોય તો ગર્ભમાં પધારેલા પ્રબળ પુણ્યશાળી, અનન્યતપોબલી ભગવાનનો અચિંત્ય પ્રભાવ જ છે.
૧. હરિપ્લેગમેષી શબ્દ બોલવામાં જરા કઠિન હોવાથી સમય જતાં હૈ” ની જગ્યાએ ‘ણ’ બોલાતો થયો અને હરિણગમેષી શબ્દ ચલણ બની ગયો અને પછી હરિણ શબ્દનો હરણ અર્થ ઉપજાવીને હરણના મોંઢાવાળાં દેવનાં ચિત્રો બનવા લાગ્યાં. બે હજાર વરસ ઉપર પણ મથુરાની એક શિલામાં હરણના મોંઢાવાળા હરિપૈગમેષને બતાવ્યો છે અને ચિત્રોમાં તો સેંકડો વરસોથી આજ સુધી બતાવવાની પ્રથા ચાલુ છે, આ એક કલ્પના છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org