________________
[ ૭૩ ] મૂળ શરીરે બિરાજી રત્નમણિમય પાદપીઠ ઉપર પગ મૂકી, અતિશયથી ચતુર્મુખ થઈને તીર્થને નમસ્કાર કરી ચોત્રીશ અતિશય શોભતા અઢાર' દોષ રહિત પ્રભુ સમવસરણમાં આવેલા દેવો, મનુષ્યો અને
૧. મહાપુરુષો કેવા હોય? તે માટે અહીં તેમના ચોત્રીશ અતિશયો બતાવાય છે. ૧. તે પરમાત્માઓનું અદ્ભુતરૂપવાળું, સુગંધમય, નીરોગી, પ્રસ્વેદ (પસીનો) અને મલરહિત શરીર. ૨. કમલપુષ્પના તુલ્ય સુગંધી શ્વાસોચ્છવાસ. ૩. ગાયના દૂધના સરખું તો ઉજ્જવલ રૂધિર હોય અને પ્રભુના શરીરમાં માંસ દુર્ગંધરહિત હોય. ૪. તેમનાં આહાર અને નિહાર તે–ભોજન અને મલ તથા પેશાબની ક્રિયા મનુષ્યો--પ્રાણીઓ જોઈ શકે નહીં. આ ચાર અતિશયો સહજન્મા–જન્મની સાથે જ પ્રગટે છે.
હવે જ્ઞાનાવરણીયાદિ જે ચાર ઘાતકર્મોનો ક્ષય થવાથી ઉત્પન્ન થએલા ૧૧ અતિશયો તે આ પ્રમાણે
૫. એક યોજન=ચાર ગાઉ પ્રમાણ કોત્રમાં પથરાએલ સમવસરણની અંદર તેમના અતિશયબળે કરોડો અને અસંખ્ય મનુષ્યો, દેવો અને તિર્યંચો સમાઈ શકે છે. પ્રભુ સર્વજ્ઞ થયા બાદ તેના ઉપર બિરાજી દેશના આપે છે. ૬. પ્રભુનું પ્રવચન અર્ધમાગધી ભાષામાં ચાર ગાઉ સુધી સંભળાય તેવું હોય છે. છતાં અતિશયબળે તે ભાષાનું દરેક દેશના મનુષ્યો, દેવો અને તિર્યંચોની ભાષામાં તેનું પરિણમન થઈ જાય છે. એટલે સહુ પોતપોતાની ભાષામાં તે પ્રવચન સમજી જાય છે. ૭. મસ્તકની પાછળના ભાગે સૂર્યના તેજને તિરસ્કૃત કરનારું મનોહર ભામંડલ ઝગમગાટ કરતું હોય છે, જે પ્રભુની અદ્ભુત કાન્તિને પ્રતિચ્છાયાથી સંહરી લે છે, જેથી આપણે પ્રભુનું મુખારવિંદ સુખે જોઈ શકીએ છીએ. જો ભામંડલ ન હોય તો સન્મુખ પણ જોઈ ન શકીએ. ૮. પરમાત્મા જે જગ્યાએ હોય તેને ફરતા ચારે બાજુ કંઇક અધિક પચ્ચીશ પચ્ચીશ યોજન સુધીમાં પૃથ્વી ઉપર, ઊંચે ૧૨ાા યોજન સુધીમાં અને ભૂગર્ભમાં પણ ૧૨ા યોજન સુધી, કોઇપણ પ્રકારના ભયંકર રોગોનો ઉપદ્રવ ન હોય. ૯. પરમાત્મા પાસે--સર્વ દેવો, મનુષ્યો અને તિર્યંચોની સામે પોતાના જ વૈરીઓ હોય છતાં પરસ્પરના શત્રુભાવ કે વૈરભાવ વિરોધને પ્રભુના અતિશયના બળથી ભૂલી જાય છે. ૧૦. પ્રભુ વિચરતા હોય ત્યાં સાત પ્રકારની ઈતિ-ધાન્યનો ઉપદ્રવ કરનારાં પતંગિયાં તથા મારિ-મરકી ઈત્યાદિના ઉપદ્રવો ન હોય.
૧૧. મારિ એટલે ઔત્પાતિક-ઓચિંતા મરણજન્ય વ્યાધિઓ ન થાય. ૧૨. અતિવૃષ્ટિ ન થાય. ૧૩. અનાવૃષ્ટિ–વરસાદનો અભાવ ન હોય. ૧૪. દુર્ભિશ-દુષ્કાળ ન પડે. ૧૫. એક બીજાં રાષ્ટ્રો વચ્ચે ભય અર્થાત્ સર્વ વિનાશ સર્જક યુદ્ધ પણ ન હોય. (છતાં નિકાચિત કર્મના અસાધારણ સંજોગમાં અપવાદ સમજવો.)
હવે પરમાત્માના પ્રબળ પુણ્ય પ્રકર્ષવડે દેવકૃત (દેવ વડે) કરાતા ૧૯ અતિશયોને કહેવાય છે.
૧૬. પ્રભુની સાથે જ હંમેશા આકાશમાં ધર્મચક્ર ચાલે. ૧૭. આકાશમાં પ્રભુની બન્ને બાજુ ચામરો સ્વયં વીંઝતાં હોય. ૧૮. પ્રભુને બેસવા માટે પાદપીઠ સાથે. ઉજ્જવલ-સ્વચ્છ આકાશના સરખું, સ્ફટિકમય સિંહાસન, પ્રભુ વિચરે ત્યારે તે આકાશમાં પ્રભુ આગળ ચાલે છે. ૧૯. આકાશમાં જ પ્રભુના મસ્તક ઉપર ઉજ્જવળ ત્રણછત્રો ઉપરાઉપરી હોય. ૨૦. રત્નમય ધ્વજ ચારે દિશાએ ફરકતા હોય. ૨૧. પ્રભુ હંમેશાં દેવકૃત સુવર્ણકમળો ઉપર જ પગ મૂકીને ચાલે. ૨૨. પ્રભુની દેશના માટે દેવો પ્રથમ રજત, પછી સુવર્ણ અને પછી રત્નનું બનાવેલું ત્રિગઢમય ગોળ અથવા ચોરસ સમવસરણ રચે તે. ૨૩. પ્રભુ મૂળ શરીરે તો પૂર્વ દિશા સન્મુખ જ બેસી દેશના આપે છતાં દેવકૃતતિશય વડે ચારે દિશાવર્તી તેનાં પ્રતિબિંબો દેખાય છે. ૨૪. સમવસરણ મધ્યે ઉપરિતન ભાગે અશોકવૃક્ષ દેવો કરે અને તે ઉપર ચૈત્ય-જ્ઞાનવૃક્ષ રચે, તે વૃક્ષના નીચે રહેલા સિંહાસન ઉપર પ્રભુ દેશના આપતા હોય. ૨૫. પ્રભુ વિહરે ત્યારે માર્ગસ્થિત કાંટા વગેરે અધોમુખ થઈ જાય તે ૨૬. વૃક્ષો નમસ્કાર કરતાં હોય તેમ નમી જાય. ૨૭. મહાન દુભિ નાદ થાય. ૨૮. અનુકૂલ અને સુખાકારી પવન વાય. ૨૯. પક્ષીઓ શુભસૂચક પ્રદક્ષિણા આપે. ૩૦. સુગંધીદાર જલની વૃષ્ટિ થાય. ૩૧. વિવિધરંગી પુષ્પોની વૃષ્ટિ થાય. ૩૨. કેવળજ્ઞાન થયા પછી મસ્તકના, દાઢી, મૂછના વાળનું અને નખોનું વધવું થતું નથી. ૩૩. હંમેશાં તેમની પરિચયમાં જઘન્યથી પણ ભવનપતિ, વન્તર, જ્યોતિષી અને વૈમાનિક નિકાયના મળી એક કરોડ દેવો હાજરાહજુર હોય. ૩૪. વર્ષની હેમન્ત, શિશિર, વસંત, ગ્રીખ, વષ, શરદ એ છએ ઋતુઓ, પોતપોતાના પ્રાકૃતિક ગુણ-સ્વભાવ વડે યુક્ત અનુકૂળ હોય એટલે દરેક ઋતુઓ સમભાવને ધારણ કરવાવાળી અને પુષ્પાદિ સામગ્રીવડે ઇન્દ્રિયોના મનોજ્ઞ સ્પર્શ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org