________________
[ ૭૦૫ ] स्वयंसिद्ध अने शाश्वतादिपणुं
लोक
★
ઇતર દર્શનકારો ભિન્ન વ્યવસ્થા અને પ્રકાર વડે ‘ચૌદભુવન’ને માનવા સાથે તેના ઉત્પાદક બ્રહ્મા, પાલક વિષ્ણુ, સંહારક મહાદેવ કહે છે અને વિભિન્ન મતે શેષનાગ, કૂર્મ વા કામધેનુ વગેરે પૃથ્વીના ધારક છે એમ કહે છે. આ માન્યતાના જ આધારે તેઓના કેટલાક ગ્રન્થો રચાયા છે, પણ એટલું ચોક્કસ વિચારવું જરૂરી છે કે જે આત્માઓ નિરંજન, નિરાકાર છે, કૃતકૃત્ય બન્યા છે, સર્વોદ્વારક છે, સર્વોચ્ચપણું પામેલા છે, રાગદ્વેષ રહિત છે, સર્વમુકત થવાથી શાશ્વત સ્થાનને પામેલા છે. તેવા આત્માઓને જગતનું ઉત્પાદન, પાલન કે નાશ કરવાનું કશુંએ કારણ રહ્યું જ નથી. આ વિરાટ વિશ્વ કોઇએ બનાવ્યું નથી, તે અનાદિકાળથી સ્વતઃ છે, તે અનંતાકાળ સુધી સ્વયં સ્વસ્વભાવે રહેશે. તેને કોઇ ઇશ્વરી વ્યક્તિ ચલાવતી નથી તેમજ તેનો કોઇ વ્યક્તિ નાશ કરતી નથી તે તેના સ્વભાવે ચાલે છે. તેનો નાશ કાળના પિરબળોથી થાય છે. એથી લોક સ્વયંસિદ્ધ છે. જે માટે કહ્યું છે કે— 'केणवि न कओ न धरिओ णिराधारो सयं सिद्धो'
અર્થાત્ આ ચૌદરાજ લોક કોઇએ કર્યો નથી જેથી સ્વયંસિદ્ધ છે. કોઇએ ધારી રાખ્યો નથી જેથી સ્વયં નિરાધાર એટલે આકાશમાં અદ્ધર છે. કોઇએ બનાવ્યો નથી જેથી તે સદાને માટે શાશ્વતો છે. આર્યદેશના આર્યધર્મનો એક મહાન પ્રભાવ છે કે જેના લીધે આકાશમાં વિશ્વ અદ્ધર અને સ્થિર રહે છે.
चौदराजलोकवर्त्ती पंचास्तिकाय '
9
આ ચૌદરાજલોક ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય એ પંચાસ્તિકાયમય (પ્રદેશોના સમૂહવાળો) છે. પંચાસ્તિકાય સ્વરૂપ દ્રવ્યલોક તે દ્રવ્યથી એક અને વ્યાપક છે. ક્ષેત્રથી લોકપ્રમાણ સર્વદિશાએ અસંખ્ય યોજનનો. વ્હાલથી અનાદિ અનંત અર્થાત્ હતો, હશે અને વર્તમાનમાં તો છે જ, અર્થાત્ સદા શાશ્વતો. ભાવથી અસ્તિકાયમાં રહેલા ગુણ-પર્યાયો વડે અનંતપયિ યુક્ત છે. કારણકે પંચાસ્તિકાયના સમુદાયથી જ ‘સ્રો’ શબ્દનું પ્રરૂપણ છે, એથી અસ્તિકાયના જે ગુણો-પર્યાયો તે લોકના જ કહેવાય.
* આ માન્યતાના પાયા ઉપર ઇતર દર્શનકારોએ ખૂબ સાહિત્યનું સર્જન કર્યું છે.
૧. પ્રશ્ન-અસ્તિકાય એટલે શું ?
ઉત્તર-ગતિ-પ્રદેશ, હાયસમૂહ. પ્રદેશોના સમૂહવાળું જે દ્રવ્ય તે ‘અસ્તિય' કહેવાય. આવાં દ્રવ્યો ધર્માસ્તિકાયાદિ પાંચ છે અને છઠ્ઠું દ્રવ્ય જાત્ત છે. એ કાળ પણ છ દ્રવ્યમાં અંતર્ગત હોવાથી ‘દ્રવ્ય' શબ્દનું સંબોધન અપાય છે. પરંતુ વાસ્તવિક રીતે તે કાળ વર્તમાન એક જ સમયરૂપ એક જ પ્રદેશવાળો હોવાથી પ્રદેશ સમૂહના અભાવે કાળદ્રવ્યને અસ્તિકાય તરીકે સંબોધાતું નથી, કારણકે તેના ભવિષ્યકાળની વર્તમાનમાં તો કદી ઉત્પત્તિ હોય નહિ, જયારે ભૂતકાળ તો ઉત્પન્ન થઇ ગયો છે જેથી વિનાશિત છે. એ કારણથી જ કાળદ્રવ્ય પ્રદેશોના સમૂહથી વિરહિત હોવાથી તે અસ્તિકાય નથી. કાળની દ્રવ્યમાં ગણત્રી જરૂ૨ થાય છે, પણ તે ઔપચારિક રીતે. આ કારણે લોક માટે ષડસ્તિાવનું નહીં પણ ‘પગ્નાસ્તિાયમયો' એવા રુઢ વાક્યોનો ઉપયોગ શાસ્ત્રોમાં સ્થાને સ્થાને કરવામાં આવેલો છે. અહીંયા અસ્તિ સંસ્કૃતના ધાતુરૂપે ન સમજવો પણ પારિભાષિક પ્રદેશ અર્થમાં સમજવો.
૮૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org