________________
[ ૭૦૪ ] માને છે કે જે આત્માઓ રાગ-દ્વેષનો ક્ષય કરી કૃતકૃત્ય બની નિર્વાણ પામ્યા તેઓ પાછા રાગ-દ્વેષથી પૂર્ણ એવા આ જગતને શા માટે બનાવે ? બનાવવાના પ્રપંચમાં શા માટે પડે ? આવું કરે તો તેઓ મુકતાત્મા કેવી રીતે કહેવાય ? તાત્પર્ય એ કે આ જગત-વિન ગો ન ધરો નિરાધારો સર્વ સિદ્ધો આ વચનથી જગત કોઇએ બનાવ્યું નથી તેથી તે સ્વયંસિદ્ધ છે, કોઇએ તેને ધારી રાખ્યો નથી તેથી તે સ્વતઃ નિરાધાર એટલે આકાશમાં તથાવિધ સ્વભાવે જ અદ્ધર છે. વસ્તુનો જન્મ થાય તો તેનો વિનાશ પણ માનવો જ પડે. આ વિશ્વ તો અનાદિથી જેવું છે તેવું જ અનંતકાળ સુધી રહેવાનું હોવાથી સદાય શાશ્વત છે.
લોકઅલોક જેવી વસ્તુ છે તેની પ્રતીતિ કેવી રીતે થાય?
એક બીજી બાબત ખાસ સમજવા જેવી છે. તે એ કે વિશ્વમાં વિદ્યમાન જે જે શબ્દો છે તે તે શબ્દોનો વહેવાર સાપેક્ષ જ હોય છે. એટલે શું ? તો તમો કોઇપણ એક શબ્દ બોલો એટલે તેનો પ્રતિપક્ષી શબ્દ ખડો થઇ જ જાય. જેમકે—અહિંસા બોલો એટલે હિંસા, સત્ય બોલો એટલે અસત્ય, ચેતન બોલો એટલે જડ એ રીતે. એમ ‘લોક' શબ્દ બોલ્યા એટલે પ્રતિપક્ષી અલોક શબ્દ જન્મી જ જાય એનો અર્થ એ છે કે લોક સિવાય અલોક નામનું દ્રવ્ય (ઔપચારિક રીતે) છે.
જો વાસ્તવિક સ્થિતિ વિચારીએ તો આ લોક કે અલોક એ અનંત અખંડ આકાશમાં જ રહેલી બાબતો છે. આથી તમો એક વિરાટ અખંડ અનંત અવકાશની કલ્પના કરો, અને એની વચ્ચે ચૌદરાજરૂપ લોક રહેલો છે એમ કલ્પો તો ચારે બાજુએ ફરતા અલોક અવકાશ ખાલી પોલાણ ભાગ વચ્ચે ખડા રહેલા લોકનું ચિત્ર આંખ સામે કલ્પી શકશો. અલોકની મહાન અનંતતા આગળ ચૌદરાજમાન લોક સમુદ્ર આગળ જેવું બિન્દુ લાગે તેવો દેખાય.
લોકમાં અને અલોકમાં શું શું છે?
લોકમાં બધું જ છે. જડ, ચેતન, જીવ, અજીવની સમગ્ર સૃષ્ટિ છે, જ્યારે અલોકમાં કશું જ નથી, ખાલી પોલાણ જ છે. બીજીરીતે વિચારીએ તો લોકમાં ધર્મદ છ દ્રવ્યો છે, જ્યારે અલોકમાં એકેય દ્રવ્ય નથી, એટલે એની વ્યાખ્યા એમ થાય કે છ દ્રવ્યો હોય તે લોક, એ ન હોય તે અલોક. આગળ જેનું વર્ણન કરવાનું છે એ છએ દ્રવ્યો લોકમાં એક જ સ્થાને એક સાથે રહેલા છે. અખંડ એક લોકાકાશ અતિસીમિત છે જયારે અલોક અસીમિત છે.
લોક અને અલોકનો ભેદ પાડનાર છ દ્રવ્યોમાં ફક્ત બે જ દ્રવ્યો છે. જેનું નામ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે. આ બે દ્રવ્યો જો અલોકમાં હોત તો ત્યાં પણ જીવ અને પુદ્ગલની ગત્યાગતિ હોત; તો અલોક એકલું પોલું જ છે એવું કહી ન શકાત પણ ત્યાં ગત્યાગતિ નથી. શા માટે નથી ? તો જીવ પુદ્ગલને ગતિ-ગમન કરવામાં ગતિસહાયક ધર્માસ્તિકાય છે અને સ્થિતિ સ્થિર થવામાં સહાયક અધર્માસ્તિકાય છે. એ બંને ત્યાં નથી માટે. આ બે જ દ્રવ્યો અકલ્પનીય ભાગ લોકના દૃશ્ય-અદૃશ્ય વિશ્વમાં ભજવી રહ્યા છે, એ અલોકમાં નથી, તેથી ત્યાં જીવ પુદ્ગલનું કશું અસ્તિત્વ નથી.
હવે અહીંથી લોક-વિશ્વનું વિવેચન વાંચો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org