________________
[ ૭૦૬) આ પાંચ તત્ત્વોમાં ધમસ્તિકાય આદિ ચાર તત્ત્વો અજીવ-જડ છે અને એક તત્ત્વ જીવ છે. આ પાંચેય દ્રવ્યો શબ્દથી પણ ઓળખાય છે. હવે પાંચ અસ્તિકાયનું વિવરણ કરતાં પ્રથમ ધમસ્તિકાયનું વિવરણ કરાય છે.
૧. ઘર્માસ્તિવય ઘતિવય–આ ધમસ્તિકાય જોઈ શકાતો નથી પણ ચૌદરાજલોકમાં સર્વત્ર વ્યાપ્ત છે. યદ્યપિ ગતિ–સ્થિતિનું કારણ જીવ, પુલ પોતે જ છે, પણ નિમિત્ત-કારણ અહીં અપેક્ષિત છે એટલે એમાં ધમસ્તિકાય એ ગતિશીલ અને ગતિપૂર્વકસ્થિતિશીલ પદાર્થ જે જીવ અને પુદ્ગલ છે તેમાં નિમિત્ત છે. આ ચૌદરાજરૂપ લોકમાં સ્વભાવે જ ગતિ કરતા જીવો તથા પુદ્ગલો તથા મત્સાદિકોને ગતિ કરવામાં તરવામાં જેમ જળ સહાયરૂપ બને છે, તેમ આ ધમસ્તિકાય પણ ગતિસહાયક છે એટલે કે જેમ જળમાં તરવાની શક્તિ મત્સ્યની પોતાની જ હોય છે. પરંતુ તેને તરવાની ક્રિયામાં ઉપકારી કારણ જળ છે. અથવા તો જેમ ચક્ષુમાં જોવાની શક્તિ તો રહેલી છે, પરંતુ પ્રકાશરૂપ સહકારી કારણ
જોઇ શકાય નહિ ત્રીજી રીતિએ વિચારતાં પાંખ દ્વારા સ્વયં ઊડવાની શક્તિ તો પક્ષીમાં વિદ્યમાન છે તથાપિ તેને જેમ હવાની અપેક્ષા તો જરૂર રહે છે, તે જ રીતે જીવ અને પુદ્ગલોમાં ગતિ કરવાનો સ્વયં સ્વભાવ તો છે પરંતુ ધમસ્તિકાય દ્રવ્યના સહચાર વિના તેઓ ગતિ કરી શકતાં નથી.
જીવોને ગમનાગમનરૂ૫ ગતિ કાર્યમાં સહાયક ધમ ધમસ્તિકાયનો છે અને એવી જ રીતે પુલમાં ભાષા, ઉશ્વાસ, મન, વચન, કાય-યોગાદિક વર્ગણાનાં પુદ્ગલોની ચલિત ક્રિયાઓમાં, તે તે પુલોનાં ગ્રહણ તથા વિસર્જનમાં આ ધમસ્તિકાય જ ઉપકારી છે. જો તેનું સહાયકપણું ન હોય તો ભાષાદિક પુદ્ગલોની ગતિના અભાવે ભાષા-મન વગેરે વગણા યોગ્ય પગલોના અવલંબન વિના જીવો બોલવું, ચાલવું કે સમજવું ઈત્યાદિ કંઈ પણ કાર્ય કરી શકે નહિ, વિશ્વ સ્થગિત અને શૂન્ય બની જાય.
એ પણ જરૂર ધ્યાનમાં રાખવું કે આ ધમસ્તિકાય દ્રવ્ય કંઈ પ્રેરક નથી એટલે કે સ્વભાવે જ સ્થિર રહેલા અગતિમાન જીવો તથા પુગલોને બળાત્કાર ગતિ કરાવે છે અને તે રીતે સહાયકરૂપ બને છે તેવું નથી, પરંતુ જયારે જીવ અને પુદ્ગલો સ્વયંગતિ કરવાના હોય ત્યારે આ દ્રવ્ય માત્ર સહાયક બને છે. જો તે પ્રેરક-ધક્કો મારવાવાળું બની જાય તો. જીવ અને પુદ્ગલો બંનેની હંમેશા ગતિ થયા જ કરે. પરંતુ વાસ્તવિક રીતે તેમ હોતું નથી. આથી જયારે જીવ અને પુદ્ગલો ગતિ કરતા હોય ત્યારે ત્યાં રહેલું ધમસ્તિકાય દ્રવ્ય તેઓને ગતિઉપકારક એટલે કે સહાયક બને છે.
આ ધમસ્તિકાય દ્રવ્યના ત્રણ પ્રકારો પડે છે. ૧. સંપ ૨. વેશ અને રૂ. પ્રવેશ.
–એક વસ્તુનો જ આખો ભાગ તે “સ્કંધ' શબ્દથી ઓળખાય છે.
રેશ–પ્રસ્તુત સ્કંધના સમગ્ર ભાગમાંથી સહજ ન્યૂનાદિ ભાગવાળો જે અમુક વિભાગ (ટૂકડો) તે જ દેશ' કહેવાય છે.
શનિર્વિભાજ્ય વિભાગ કે જે એક પરમાણુ જેટલો જ સૂક્ષ્મ હોય છે. જેના સર્વજ્ઞ પુરુષો ૧. વિજ્ઞાનનાં સાધનો કોઈ કાળે પરમાણને જોઈ શકશે નહિ. પરમાણુ બોમ્બની જે વાત આવે છે તે હકીકતમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org