________________
६७०
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
એમાંય અભિલાપ્ય ભાવોનો અનન્તમો જ ભાગ શ્રવણ કરાવી શકે. કારણકે કથન અક્ષરો દ્વારા થાય છે. અને અક્ષરોને કહેનાર ભાષા છે. અને ભાષા ક્રમવર્તી જ વ્યક્ત થાય છે. અને એની સામે આયુષ્ય પરિમિત હોય છે. જેથી કેવલી ભગવંત પાસેથી પણ આપણને અત્યલ્પ જ્ઞાન પ્રાપ્ત થાય છે. છતાં એ અત્યલ્પ આપણા માટે અસાધારણ છે.
જીવને એકી વખતે મતિની અથવા કેવલની અપેક્ષાએ એક, અથવા મતિ, શ્રુત બે અથવા ત્રણ કે ચાર શાનો એકી સાથે હોઈ શકે છે. પણ ઉપયોગ તો એક સમયે એક જ જ્ઞાનનો હોય છે.
આ સિવાય પાંચેય જ્ઞાનનું પરસ્પર સાધર્મ વૈધર્મા તથા અન્ય સ્વરૂપ ગ્રન્થાન્તરથી જાણી લેવું.
‘જ્ઞાન’ એ સમગ્ર વિશ્વનાં પ્રાણીઓના કાર્ય–કારણભાવમાં જે અવિનાભાવી સંબંધથી જોડાયેલું છે, અને જે સમ્યક્ કે મિથ્યાના કારણે સુખદુઃખમાં નિમિત્તરૂપ બને છે અને સમ્યક્ વિશ્વનાં સંચાલનમાં મુખ્ય ભાગ ભજવનારૂં છે. આ જ્ઞાન જેવી વસ્તુ ન હોત તો વિશ્વ કેવું હોત ! તેની તો કલ્પના જ કરવી રહી. પણ ‘ન હોત’ એવું બનવાનું નથી.
‘દર્શન’ ગુણ અને જ્ઞાનગુણ એક છે કે ભિન્ન? તો અપેક્ષાએ એક છે અને અપેક્ષાએ ભિન્ન પણ છે. આ અંગે ઘણું વક્તવ્ય છે તે ગ્રન્થાન્તરથી જાણતું.
સમગ્ર વિશ્વમાં જ્ઞાન એ જ સાચો પ્રકાશ છે. એ જ જીવનનો સાચો ભોમિયો છે. એ જ સર્વ સુખ અને શાન્તિનું મૂળ છે. માટે જ્ઞાન અને તેના સાધનો અને જ્ઞાનીની ઉપ આશાતના ટાળીએ. અને તે સાથે તેની પ્રચણ્ડ ,૬૩૬ આરાધના ઉપાસના કરીએ કે કોઈ જન્મમાં આપણે પ્રસ્તુત પુરુષાર્થ જ્ઞાનના ભેદ-પ્રભેદોથી રહિત એવા એક અભેદ સ્વરૂપ લેખાતા કેવલજ્ઞાનની પ્રાપ્તિમાં પરિણમે.
૧૪. નો [શો]— યોગની વ્યાખ્યા કરતાં પહેલા ‘યોગ' ના જુદા જુદા ગ્રન્થો શું અર્થો કરે છે તે જોઈએ.
Я
૨
૩
Jain Education International
૫
યોગ
33
..
99
એટલે
39
22
"9
99
વ્યાપાર કર્મ ક્રિયા.
અપ્રાપ્ત ઇષ્ટવસ્તુનો લાભ.
કર્મની અંદર કૌશલ્ય.
મન, વચન, કાયયોગ્ય પ્રવર્તક દ્રવ્યો.
મન, વચન, કાયાનું પરિસ્પંદન કરાવનાર.
૬૩૫. જ્ઞાનની આશાતના પ્રચણ્ડ પ્રમાણમાં વધી છે. વિજ્ઞાને જન્માવેલા સાધનો સગવડતાઓના પ્રતાપે જ્ઞાનની આશાતના સરલતાથી થઈ જાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. છાપાઓ એ પણ જ્ઞાન જ છે. તેથી કપડાં, ખાવાની ચીજો, કે અન્ય સંસારનાં કામો માટે વપરાય નહિ, વિષ્ટા કરાય નહિ કે વિષ્ટા સાફ કરાય નહિ. એ જ રીતે પુસ્તકોનો પણ એવો જ દુરૂપયોગ થઈ રહ્યો છે. પણ આથી મહાન પાપ બંધાય છે. પણ કમનસીબી એ કે આથી પાપ થાય છે તે જ પ્રજા જાણતી ન હોય ત્યાં શું કરે, અરે ! જૈનો પણ જાણતા નથી. જાણે છે, તે પૂરો અમલ કરતા નથી. તો આનો પ્રચાર કરી પ્રજાને પાપથી બચાવવી જોઈએ.
૬૩૬. છતી શક્તિએ ન જાણવું તે પણ જ્ઞાનશક્તિનો ગુનો હોવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org