________________
केवलज्ञान- वर्णन
६६६ આકાશ છે અને તે પ્રત્યક્ષ છે. તે રીતે જો આપણે જ્ઞાનની અલ્પ સ્થિતિ સામાન્ય કક્ષાના પ્રાણીમાં જોઈ શકીએ છીએ તો પછી ઉત્તરોત્તર વધતાં જ્ઞાનાંણોવાળા જીવો પણ આ સૃષ્ટિ ઉપર જોવા મળે છે. ત્યારે માણસને ઘણીવાર તર્ક ઉઠે છે કે આવા આવા અગાધ અને મહાન ભેજાં (બુદ્ધિ) બાજો આ સૃષ્ટિ ઉપર દેખાય છે તો બુદ્ધિ હજુ કેટલી મોટી હશે ! કેટલી વિશાળ અને વિરાટ હશે ? (આવી થતી શંકા એ જ કેવલજ્ઞાનની સાબિતી માટે પર્યાપ્ત છે.) તો ઉત્તરોત્તર વધતી બુદ્ધિનું પર્યવસાન કોઈ જ્ઞાનની અંતિમ વિરાટ સ્થિતિમાં થવું જ જોઈએ. તો તેનું પર્યવસાન કેવલ’
થાય છે. જે જ્ઞાનની પૂર્ણ કે ચરમ અવસ્થા છે. જ્ઞાનની આ અન્તિમ સ્થિતિ છે. હવે વધુ જ્ઞાનની અલ્પાંશ પણ જગ્યા રહેતી નથી.
નિગોદના (સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ) જીવનું જ્ઞાન એ જ્ઞાનની અત્યન્ત અલ્યાવસ્થા છે. અને કેવલજ્ઞાન એ જ્ઞાનની અંતિમ અવસ્થા છે. આ બંને વચ્ચેની જ્ઞાનની સ્થિતિઓ અનન્ત તર-તમતાવાળી સમજી લેવી.
આ જ્ઞાનના અસ્તિત્વની સિદ્ધિમાં બીજું સમાધાન એ કે—અનુમાન એક વાર પ્રત્યક્ષ થયેલી વસ્તનું જ થાય છે. એટલે કે પરોક્ષ ગણાતા અનુમાનગણ્ય પદાર્થો માટે નિયમ છે કે તે પદાર્થો કોઈ એક વ્યક્તિએ તો પ્રત્યક્ષ રીતે જોયેલા હોય જ છે. આત્મા, કર્મ, પરલોક આદિ પદાર્થો કોઈ જેને ગમ્ય થયા હોય તે કેવલજ્ઞાનનાં બળ વડે જ થયા હોય છે. અને એવી વ્યક્તિઓ સર્વજ્ઞ જ હોઈ શકે છે, એમના દ્વારા જ જનતાને આ બધા નામો અને પદાર્થોનો ખ્યાલ મળે છે.
જ્યોતિષ શાસ્ત્રો- સંહિતાઓ કે તેના અંગરૂપ હસ્ત સામુદ્રિકાદિક જે ત્રણે કાળની યથોચિત ઘટનાઓને જણાવે છે. એના સર્વોચ્ચ કોટિના જ્ઞાનો કે તેનાં મૂલ પ્રવક્તા જે હોય તેને સર્વજ્ઞ કહેવાય છે. આ કેવળજ્ઞાની પોતાની જ્ઞાનશક્તિથી અખંડ પ્રવચનો દ્વારા અન્ય આત્માઓને વિશ્વમાં પદાર્થોનું સ્વરૂ૫, આ સંસારમાં ઉપાદેય શું છે ? હેય શું છે? સંસાર કે મોક્ષ શું ચીજ છે? આત્મા અને કર્મ શું વસ્તુ છે ? બને વચ્ચે શો સંબંધ છે? સુખદુઃખનાં કારણો શું છે ? વગેરે અસંખ્ય બાબતોની સ્પષ્ટ સમજ આપે છે. સંસારની અસારતાનો ખ્યાલ આપે છે અને તેના ઉપરના મોહ કે આસક્તિથી ભોગવવાં પડતાં દુઃખો, વૈરાગ્ય, અનાસક્ત ભાવ અને પાપની પ્રવૃત્તિથી દૂર રહેવાથી પ્રાપ્ત થતી શાંતિ અને સિદ્ધિ વગેરેનો બોધ સાંભળીને હજ્જારો આત્માઓ દીક્ષા અથવા તો ઉત્તમ શ્રાવકપણું ગૃહસ્થધમ) સ્વીકારીને કલ્યાણ માર્ગની આરાધના કરે છે. આ પ્રમાણે પાંચે જ્ઞાનનું સ્વરૂપ પૂર્ણ થયું.
હવે ટૂંકમાં પાંચ જ્ઞાન અંગેની જાણવા જેવી કેટલીક હકીકતોનો ટૂંકમાં નિર્દેશ કરવો ઉચિત છે.
કેટલાક મતિ અને શ્રુતને ભિન્ન માને છે. તો કોઈ શ્રતને મતિમાં અન્તર્ગત ગણીને શ્રુતના અલગ વિભાગને માનતા નથી. વળી કોઈ મન પર્યવ જ્ઞાનને અવધિના જ એક પ્રકાર રૂપે ગણાવે છે.
કેવલી વિશ્વમાં વર્તતા અભિલાખ (કથન યોગ્ય) અને અનભિલાપ્ય ભાવો (કથનને અયોગ્ય) બંને પ્રકારના ભાવોને જાણે છે. પરંતુ કથન અભિલાપ્ય ભાવનું જ કરી શકે છે. અને
૬૩૩. સામાન્યકક્ષથી લબ્ધિ અપર્યાપ્તા સૂક્ષ્મ સાધારણ વનસ્પતિનો જીવ લેવો. ૬૩૪. અભિલાખ ભાવોથી અનભિલાખ ભાવો અનન્તગુણા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org