________________
६६८
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આચ્છાદન છતાં ચાર જ્ઞાનનો પ્રકાશ ખુલ્લો રહે છે. પણ કેવળજ્ઞાનને જો સાગર કહીએ તો (આ ભલે ચાર જ્ઞાન હોય તો પણ) આ છાઘસ્થિક જ્ઞાનોને બિન્દુ (મુશ્કેલીથી) કહી શકીએ. આ જ્ઞાનાવરણ–દર્શનાવરણ કાર્મણવર્ગણાના થરો ઉપર કહ્યું તેમ, સર્વથા નષ્ટ થઈ જાય એટલે એક એક પ્રદેશમાંથી અનન્ત અનન્ત જ્ઞાન પ્રકાશ ઝળકી ઉઠે અને એના પ્રભાવે અખિલ વિશ્વમાં રહેલા રૂપી અરૂપી દ્રવ્યો અને તેના ત્રણેયકાળના સમસ્ત પર્યાયો અવસ્થાઓનો સાક્ષાત્કાર (આત્મપ્રત્યક્ષ) એકી સાથે એક જ સમયે થાય છે. અને આ પ્રથમ સમયે થયેલો સાક્ષાત્કાર તે (અન્તિમ) ભવની પૂર્ણાહુતિ સુધી રહે છે એમ નથી; પછી તો તે કેવલજ્ઞાની આત્મા મોક્ષે જાય ત્યારે તે પ્રકાર જ જાય છે અને અનન્ત કાળ સુધી તે ટકી રહે છે.
બીજ નષ્ટ થતાં જેમ અંકુરો પ્રગટ થતા નથી, તેમ આ બાધક કારણો કાયમને માટે નષ્ટ થતાં નિષ્પન્ન કાર્ય કાયમી બની રહે છે.
અહીંઆ જ્ઞાનપ્રાપ્તિના આદ્ય સમયે આત્માની અંદર તેના પ્રદેશોરૂપી અરીસામાં વિશ્વના રૂપી અરૂપી. દ્રવ્યો અને તેના વૈકાલિક પયયો અવસ્થાઓના અનન્તાનન્ત પ્રતિબિંબો પડવાં છતાં–જેમ દર્પણમાં અનેક પ્રતિબિંબો પડવા છતાં દર્પણ કાચને જફા પહોંચતી નથી, તે રીતે કેવલીને જાણવામાં કશી મુંઝવણ કે અવ્યવસ્થા થતી નથી. આ જ્ઞાન પ્રાપ્ત થયા બાદ અખિલ વિશ્વવર્તી રૂપી કે અરૂપી કોઈ દ્રવ્યપયય કે અંશ બાકી નથી રહેતો કે જેના ઉપર આ જ્ઞાન પ્રકાશ ન પાડી શકે, માટે જ આ જ્ઞાનને લોકાલોક–પ્રકાશક કહ્યું છે.
વિશ્વમાં શેય પદાર્થો અનંત છે. તેને જાણવા માટેની જ્ઞાન માત્રાઓ (જ્ઞાનશો) પણ અનંત જ હોવી જોઈએ એટલે આ સમતુલા (Balance) જાળવવા આત્માના પ્રતિ પ્રદેશે અનન્ત જ્ઞાનશો પ્રકાશમાન થાય છે. એક પ્રદેશમાં જો અનન્ત જ્ઞાનાંશો હોય તો (આત્માના) અસંખ્ય પ્રદેશમાં કેટલા હશે તેની કલ્પના કરી લેવી. આથી જ કેવળજ્ઞાન અનન્તપદાર્થ પ્રકાશક હેવાથી તેને “અનન્ત' કહ્યું છે, તે સાન્તર્થક છે. આના જેવું બીજું કોઈ જ જ્ઞાન નથી. તેથી તેને શાસ્ત્રમાં અસાધારણ” વિશેષણથી નવાર્યું છે. આવી અનેક ઉપમાઓ દ્વારા આ જ્ઞાનનો મહિમા શાસ્ત્રોમાં ગવાયો છે. આ જ્ઞાન આત્માની મૂળભૂત સાહજિક શક્તિરૂપે હોય છે. કોઈને એમ થાય કે આવું જ્ઞાન ધરાવનાર વ્યક્તિઓ હોઈ શકે ખરી ! જો હા, તો તેની ખાત્રી શી?
એનો ટૂંકો જવાબ એટલે કે દુનિયામાં જે વસ્તુ અલ્પ પ્રમાણમાં હોય છે તો તેના પ્રમાણની અન્તિમ–રોચ પણ હોય છે. જેમકે કુવાને પાણીનું નાનું સ્થાન માનીએ તો તેનો અન્તિમ છેડો કે ટોચ સાગર–દરિયો સ્પષ્ટ રીતે વિદ્યમાન છે. અથવા અલ્પ અવકાશ છે. તો તેનું અન્તિમ વિરાટ
૬૩૧. એનું તાત્પર્ય એ કે ચાર જ્ઞાનો ચૂનાધિકપણે પ્રાપ્ત થવાની સત્તા બેઠેલી હોય છે.
૬૩૨. આ બાબતમાં અરીસાનું દૃષ્ટાંત પણ, બીજું પૂર્ણ અનુરૂપ દૃષ્ટાંત ન મળવાના કારણે ઉપચારથી સ્કૂલ વહેવારે સમજાવવા આપ્યું છે. તેથી આ એકદેશીય જેવું કહેવાય. નહીંતર અરીસો અને પ્રતિબિંબિત પદાર્થો બંને રૂપી છે. જ્યારે આત્મારૂપ અરીસો અરૂપી છે. અને પ્રતિબિંબિત પદાર્થો રૂપીઅરૂપી બને છે. પડતાં પ્રતિબિંબોની ઘટના શબ્દથી કથ્ય નથી, છાઘસ્થિક બુદ્ધિથી પણ ગમ્ય નથી. આ એક વિલક્ષણ અને અદ્દભુત બાબત છે. જેને તે જ્ઞાન હોય તે જ સમજી શકે. વિરાટને વિરાટ જ સમજી શકે, પણ આપણા જેવા વામણાઓ ન સમજી શકે એ ન્યાયે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org