________________
યોગ
""
39
૭
૮
૯
ચિત્તવૃત્તિ નિરોધ.
૧૦
માનસિક સ્થિરતા.
૧૧
માનસિક બંધ.
૧૨
માનસિક વ્યાપાર.
૧૩
મોક્ષપ્રાપક વ્યાપાર.
આમ અનેક અર્થોમાં ‘યોગ' શબ્દ વપરાયો છે. પણ અહીંઆ તો ખાસ કરીને નં ૧, ૪, ૫, ૬, અર્થો વિશેષ અભિપ્રેત છે. ઉ૫૨ શબ્દાર્થ કે ભાવાર્થ જણાવ્યા બાદ હવે તેની પૂર્ણ વ્યાખ્યાઓ જુદી જુદી અને કહેવા છતાં અહીં જરૂરી વ્યાખ્યાઓ અપાય છે.
Jain Education International
""
39
23
33
योगद्वारनं विस्तृत वर्णन
એટલે
29
99
39
33
99
29
39
વીર્ય, ઉત્સાહ, સામર્થ્ય પરાક્રમાદિ
આત્માનો અધ્યવસાય વિશેષ.
મોક્ષની સાથે સંબંધ બંધાવી આપનારા.
29
વ્યાખ્યાઓ— ૧. જવા આવવાની ક્રિયા તે, અથવા એ ક્રિયામાં જે ઉપયોગી થાય, તેનું
નામ યોગ.
६७१
૨. અથવા ચાલવા, બેસવા વગેરેની રોજની ક્રિયાઓ જીવો જેના વડે કરી શકે તેનું નામ યોગ.
૩. વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલો જીવનો પરિણામ વિશેષ.
૪. આત્માનો પુદ્ગલના આલંબનવાળો વ્યાપાર.
૫. આત્મામાં વીર્ય—શક્તિ-તાકાતનું સ્પંદન.
આ યોગને પ્રથમ બે પ્રકારમાં વહેંચી લઈએ. એક દ્રવ્ય અને બીજો ભાવ. દ્રવ્યયોગ એટલે મન, વચન, કાયાના યોગ પ્રવર્તક દ્રવ્યો તે. અથવા ત્રણેયને પરિસ્પંદન કરાવનારો, મન, વચન, કાયાનો બાહ્ય વ્યાપાર તે. ભાવયોગ એટલે બાહ્ય વ્યાપારમાં કારણભૂત જે અધ્યવસાય, વિચાર, પરિણામ તે. અથવા જીવના ઉત્સાહ, વીર્ય, પરાક્રમ વગેરે.
આત્મામાં ઉત્પન્ન થતી આ યોગ વીર્યશક્તિ જેની જેની સાથે જોડાય ત્યારે તે શક્તિ તે નામથી યુક્ત થાય છે. ત્યારે આ શક્તિ કોની સાથે જોડાય છે? તો મન, વચન અને કાયા, આ ત્રણે સાથે જોડાય છે. કારણકે પ્રસ્તુત શક્તિનો વપરાશ આ ત્રણ વસ્તુઓ જ કરનાર છે. એટલે કે આ શક્તિનો ઉપયોગ મન જ્યારે વિચાર માટે કરે ત્યારે તેને મનોયોગ નામથી બોલવા માટે ઉપયોગ કરે ત્યારે તેને વચનયોગથી, અને શરીરની ક્રિયામાં જોડાય ત્યારે કાયયોગ એવા નામથી ઓળખાવાય છે. આ ત્રણેય ક્રિયાઓને કરનારો આત્મા જ છે. પણ તે પુદ્ગલ દ્રવ્યરૂપ કર્મને પરાધીન હોવાથી વૃદ્ધને ફરવા માટે લાકડીના ટેકાની જેમ આ યોગની સહાય હોય તો જ તે કાર્ય સમર્થ બને છે. અથવા ત્રણેય શક્તિઓ ત્યારે જ કામ આપે છે.
વસ્તુતઃ જોઈએ તો વાણીના દ્રવ્યો કે મનના દ્રવ્યોનું ગ્રહણ કાયયોગ દ્વારા જ થાય છે, અને
For Personal & Private Use Only
www.jainelibrary.org