________________
६५५
मतिज्ञाननुं वर्णन છે. આજકાલ દૈનિક શક્તિ વિના દૂરના પદાર્થનું જેને જ્ઞાન થતું હોય છે, તે આવા જ્ઞાનબળથી
૫૯૯
સંભવિત હોય છે.
{[૧] મતિજ્ઞાન–ઇન્દ્રિય, અનિન્દ્રિય કે બંને સંયુક્તરૂપ નિમિત્તો દ્વારા ઉત્પન્ન થતું અને યોગ્ય પ્રદેશમાં રહેલા પદાર્થાદિકનો સ્વશક્તિ મુજબ, (અર્થરહિત) બોધ કરાવનારું જે જ્ઞાન, તેને મતિજ્ઞાન કહેવાય છે. શાસ્ત્રમાં આ જ્ઞાનને ‘આભિનિબોધિક’ શબ્દથી ઓળખાવ્યું છે.
મતિથી બુદ્ધિ, સ્મૃતિ પ્રત્યભિજ્ઞાન, ચિન્તા અનુમાનનું ગ્રહણ થાય છે. બુદ્ધિ દ્વારા આપણે સહુ હિતાહિતનો કે પ્રવૃત્તિનિવૃત્તિનો વિચાર વગેરે કરીએ છીએ, એમાં મન અને (ઓછીવત્તી) ઇન્દ્રિયો કારણ હોય છે. આ જ્ઞાન આત્માને સીધે સીધું થતું નથી. પણ વચમાં ઇન્દ્રિયો અને મનરૂપી દલાલની જરૂર પડે છે. શાતા અને જ્ઞેય બંને વચ્ચે સંબંધ કરાવી આપનાર ઇન્દ્રિયાદિ છે. અને તે દ્વારા પદાર્થનો અવબોધ શક્ય બને છે. જેનાં મન અને ઇન્દ્રિયો નબળી હોય તો તે અસ્પષ્ટ અને અધૂરો ખ્યાલ કરી શકે છે.
વિષય સાથે મન અને ઇન્દ્રિયોનો સંબંધ થતાં જ મતિજ્ઞાન થઈ જાય છે અને એ વાત નિશ્ચિત સમજી લેવી કે જેનું જ્યાં મતિજ્ઞાન થયું કે તરત જ તેનો વાચક શબ્દ નિર્માણ થઈ જતો હોવાથી તે વિષયનું અથવા ‘કંઈક છે’ એવું અક્ષરાનુસારી તે શ્રુતજ્ઞાન પણ હાજર થઈ જ જાય છે, એટલે મતિ અને શ્રુત બંને અન્યોન્ય કે પારસ્પરિક સંબંધવાળા જ્ઞાનો છે.
શાસ્ત્રનું નસ્ત્ય મનાનું તત્વ સુચનાળ, નત્ય સુચનાનું તત્વ માળ' વચન કહે છે કે જ્યાં જ્યાં મતિજ્ઞાન ત્યાં ત્યાં શ્રુતજ્ઞાન અને જ્યાં જ્યાં શ્રુતજ્ઞાન ત્યાં ત્યાં મતિજ્ઞાન, તે વાત પણ સુસંગત બની રહે છે. કારણકે તે તે વિષયનું મતિજ્ઞાન પૂર્ણ થતાં તે તે વર્ણાત્મક શબ્દોની ઉત્પત્તિ થઈ જ જાય છે. અને આ શબ્દજ્ઞાન તે જ શ્રુતજ્ઞાન છે. વળી એ શ્રુતમાં પાછી મિત કામ કરતી ચાલુ રહી, તો એમાંથી પાછું અનેક વિકલ્પોવાળું મતિજ્ઞાન થતું જાય. અને તે તે વિકલ્પો પૂર્ણ થતાં પાછા અનેક શ્રુતજ્ઞાનો પ્રગટ થતાં જાય. એટલે વાસ્તવિક શબ્દોમાં કહીએ તો મતિ, એ શ્રુતનું કારણ છે અને શ્રુત એ કાર્ય છે.
આ મતિજ્ઞાન ચાર અનન્તાનુબન્ધી કષાય અને દર્શનમોહનીયત્રિક મળીને ‘દર્શનસપ્તક' કર્મનો ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ થવાથી જીવને અવગ્રહાદિકના પ્રકારરૂપ અપાયાત્મક નિશ્ચયાત્મક બોધરૂપે પ્રગટ થાય છે.
કોઈ પણ પદાર્થના મતિજ્ઞાનમાં, શાતા એવા આત્માને ઇન્દ્રિય કે મન દ્વારા કોઈ વિષય કે કોઈ એક પદાર્થનો નિકટ કે દૂરવર્તી સંબંધ થતાં ઉત્તરોત્તર અવગ્રહ, ઇહા, અપાય, ધારણા નામની ચાર પ્રક્રિયાઓ અતિ અસાધારણ વેગથી પસાર થઈ જાય છે ત્યારે વિષય કે પદાર્થનું જ્ઞાન, ખ્યાલ કે બોધ જન્મે છે. આ ચાર ક્રિયાઓનાં નામ છેઃ અવગ્રહ, ઇહા, અપાય, અને ધારણા. એમાં
કરવો.
૫૯૯. દૈવિક શક્તિથી કે ઉપાસનાબળથી જાણપણું થાય તે ઉપરોક્ત કારણે નથી હોતું.
૬૦૦. આનો વિગ્રહ સીધો થતો નથી પણ મતિ સા જ્ઞાનં 7 રૂતિ મતિજ્ઞાનમ્ । પાંચેય નામોમાં આ રીતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org