SearchBrowseAboutContactDonate
Page Preview
Page 799
Loading...
Download File
Download File
Page Text
________________ ६१४ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ઓળખાવ્યું છે. જે સ્વ અને પરને જાણવા સમર્થ છે. અને એવા જ જ્ઞાનને પ્રમાણભૂત ઠરાવ્યું છે. આવું જ જ્ઞાન પ્રવૃત્તિ–નિવૃત્તિમાં ઉપયોગી છે. પ્રશ્ન : આજે કોઈ અનન્તજ્ઞાનપ્રકાશી અર્થાત્ કેવલી કે સર્વજ્ઞ છે ખરૂં? ઉત્તર – ના, આ ભરતક્ષેત્રમાં આજથી ૨૪૨૭ વરસ ઉપર ભગવાન મહાવીરદેવની પટ્ટપરંપરામાં જબૂસ્વામી નામના એક મહામુનિ થયા. તે છેલ્લા કેવલી-સર્વજ્ઞ હતા. ત્યારપછી આ કલિયુગની વિષમ એવી અશુભ પરિસ્થિતિ વધવા માંડી એટલે તથા પ્રકારની અત્યચ્ચ નિર્મળતાની પ્રાપ્તિના અભાવે જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણ રીતે ક્ષય કરવાની યોગ્યતા ન રહી. પ્રશ્ન :- આ જ્ઞાનપ્રકાશ પ્રગટ ન થાય ત્યાં સુધી જીવોમાં કયું જ્ઞાન હોય? ઉત્તર :– પ્રત્યેક આત્મામાં કેવલજ્ઞાનનો અનન્તપ્રકાશ સત્તારૂપે તિરોભૂત થઈને પડેલો જ છે. અને પહેલાં જણાવ્યું તેમ કર્મના પડદાઓના કારણે તે પ્રકાશ પ્રચ્છન્ન રહે છે. એ અનન્તપ્રકાશ ભલે ન પ્રગટ થાય, પણ તેથી ન્યૂનતરતમ પ્રકાશ સર્વ જીવોને જરૂર હોય છે. દરેક જીવાશ્રયી વિચારીએ તો આત્મા ઉપર આવરણના પડદા જાડા પતલા અનેક પ્રકારના છે. પડદો જેમ બારીક તેમ પ્રકાશ તીવ્ર હોય, તે જેમ જાડો થતો જાય તેમ તેમ પ્રકાશ ઓછો થતો જાય એટલે અંધકાર વધતો જાય, આ રીતે જીવના–જાણપણાની જ્ઞાનની કક્ષાઓ અન પડે. પુનઃ આ અનન્ત કક્ષાઓમાં બે પ્રકારો પડે છે. ૧. પ્રત્યક્ષ અને ૨, પરોક્ષ. પાછા એ બે પ્રકારના જ્ઞાનની અસંખ્ય કક્ષાઓ પડે છે. પ્રત્યક્ષ જ્ઞાનના અવધિ, મન:પર્યવ અને કેવળ આ ત્રણ. પ્રકારો છે. એટલું વિશેષ સમજવું કે અવધિ, મન:પર્યવ આંશિકરૂપે પ્રત્યક્ષ છે. જ્યારે કેવલ સંપૂર્ણ રીતે સાક્ષાત્ આત્મપ્રત્યક્ષ છે. એથી આ જ જ્ઞાનને પ્રમાણભૂત ગણવામાં આવ્યું છે. મતિ અને શ્રુત આ બંને પરોક્ષ જ્ઞાનો છે. ઈન્દ્રિયોની મદદથી થતા જ્ઞાનને પરોક્ષ’ અને તેની મદદ વિના, આત્મામાંથી જ સીધા પ્રગટ થતા જ્ઞાનને પ્રત્યક્ષ' શબ્દથી ઓળખાવાય છે. તાત્ત્વિક રીતે પાંચ જ્ઞાનના બે પ્રકાર પડે છે. છાઘસ્થિક અને ક્ષાયિક. પ્રારંભના ચાર જ્ઞાનો છાઘસ્થિક' કહેવાય છે. અને છેલ્લે એક કેવળ “ક્ષાયિક' કહેવાય છે. છાબસ્થિક જ્ઞાનને કર્મશાસ્ત્રની ભાષામાં કહીએ તો તે “ક્ષાયોપથમિક જ્ઞાનો છે અને આ જ્ઞાનો કર્મના આવરણવાળાં છે. કમવિરણ વિનાનું એક માત્ર ક્ષાયિક છે. અને ઉત્તરોત્તર આ જ્ઞાનો અધિકાધિક વિકાસ–પ્રકાશવાળાં છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવલ આ પાંચ જ્ઞાનમાંથી પાંચમું કેવલજ્ઞાન આજથી ૨૪૨૭ વરસથી (જબૂસ્વામી મોક્ષે જતાં) વિચ્છેદ થયું છે. આ કાળમાં હવે તે કોઈને થશે જ નહિ. ચોથું મન:પર્યવ પણ ૨૪૨૭ વરસથી વિચ્છેદ થયું છે. શેષ ત્રણ જ્ઞાનમાં અવધિ લગભગ વિચ્છેદ જેવું છે. છતાં તેનો થોડો પ્રકાશ જરૂર વિદ્યમાન છે. પણ કોઈક જ વ્યક્તિને કવચિત જ થતું જોવાય પ૯૮. એમાં એ અપેક્ષાએ સાંવ્યવહારિક પ્રત્યક્ષ ભેદ છે ખરો. પણ તે ઈકિયાદિ સાપેક્ષ છે. આત્મપ્રત્યક્ષ નથી. . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy