________________
ज्ञानद्वारनुं विस्तृत वर्णन
६५३ છે' એવા વ્યપદેશથી ઓળખાવી શકાય. જો આવું નિકૃષ્ટ આત્મત્તિક કોટિનું પણ ચૈતન્ય ન માનીએ તો જીવ અને અજીવમાં કોઈ ભેદ જ ન રહે.
પ્રશ્ન – જ્ઞાન એ આત્માનો પોતાનો ગુણ છે. તો પછી તેમાં ન્યુનાધિકપણાના ભેદો શા માટે પડવા જોઈએ ?
ઉત્તર – જ્ઞાન વાસ્તવમાં એક જ રૂપે છે. ભેદ વિનાનું છે. પણ તે ક્યારે? તો સંપૂર્ણ પેદા થયું હોય ત્યારે. પણ સંપૂર્ણ ન થવા દેવામાં કર્મસત્તા આડી આવીને વિવિધ ભેદો ઉભા કરે છે. સુવર્ણ અને સુવર્ણના પીતવર્ષની જેમ, જ્ઞાન જીવ સાથે અનાદિકાળથી ઓતપ્રોત રીતે આત્મામાં વ્યાપીને રહેલું છે. એમ સાથે સાથે કર્યો પણ અનાદિકાળથી લાગીને રહેલાં છે. આ પૈકી એક કર્મ (સૂક્ષ્મ છતાં દ્રવ્ય પદાર્થરૂપે છે, જેને શાસ્ત્રીય પરિભાષામાં જ્ઞાનાવરણીય' એવું નામ અપાય છે. તે કર્મના વિવિધ અને વિચિત્ર પ્રકારના ઉદયના કારણે આ તરતમતાઓ ઉદ્દભવે છે. પ્રસ્તુત કર્મનો પ્રગાઢ ઉદય હોય તો જ્ઞાનમાત્રા અત્યન્ત અલ્પ, કર્મનો ઉદય અલ્પ હોય તો જ્ઞાનપ્રકાશ વિપુલ, અને કર્મનો સર્વથા વિલય થાય તો જ્ઞાનપ્રકાશ સંપૂર્ણપણે પ્રકાશમાન થાય છે.
જાણનાર (કે જોનાર) એ આત્મા નામનું ચૈતન્ય દ્રવ્ય છે. અને દરેકના દેહમાં દૂધ-ઘીની જેમ વ્યાપીને રહેલું છે. આ આત્મા અસંખ્યપ્રદેશ છે. તેના પર હલકા, ભારે, અલ્પ કે અધિક કર્મોના થરો જામેલાં છે. જેના કારણે આત્માનો જ્ઞાનપ્રકાશ ન્યૂનાધિક રીતે તિરોહિત બનેલો છે. પદાર્થના બોધમાં સરલતા યા વિષમતાઓની વિચિત્ર સ્થિતિઓ, અથવા તો મૂર્ખતા કે વિદ્વતા વચ્ચેની કક્ષાઓ આ કર્મના કારણને જ આભારી છે.
પ્રશ્ન :- આત્માનો જ્ઞાનપ્રકાશ કેટલો હોય ?
ઉત્તર – આત્મામાં સત્તારૂપે જ્ઞાનપ્રકાશ અનન્ત છે. પણ તે જ્ઞાનાવરણના વિધવિધ પ્રકારનાં કર્મોથી વિવિધ રીતે દબાયેલો છે. એ કર્મના થરો સંપૂર્ણ ઉખડી જાય કે આવરણના પડદાઓ સર્વથા ઉંચકાઈ જાય તો જ દબાયેલો કે છૂપાયેલો જ્ઞાનપ્રકાશ સંપૂર્ણ રીતે ઝળહળી ઉઠે અને ત્યારે આત્માને લોકાલોકના ત્રણેય કાળના સચરાચર જડ કે ચૈતન્ય પદાર્થો કે તેની સૈકાલિક અનન્ત અવસ્થાઓ, આ બધાયનું ક્રમશઃ નહીં પણ એકી સાથે જ એક જ સમયે જાણપણું થઈ જાય. અને આવો નિપ્રકાશ એક વખત આત્મામાં પ્રગટ થઈ ગયા પછી તેમાં વધઘટ થવાપણું હોતું નથી, પછી તે કદી નષ્ટ થતો નથી. ઉત્પન્ન થયા પછી તો તે અનન્તકાળ સુધી ટકી રહે છે. જેને પરિભાષામાં આ પ્રકાશને ખાસ કરીને ‘કેવલજ્ઞાન.” “સર્વજ્ઞ' આદિ શબ્દોથી ઓળખાય છે. આ જ્ઞાન સાક્ષાત્
ભપ્રત્યક્ષ છે. વળી આ જ્ઞાનગણને જૈનશાસ્ત્રોએ સ્વમાત્ર કે પરમાત્ર પ્રકાશક ન કહેતાં ઉભય એટલે સ્વપરપ્રકાશક કહ્યો છે. અને એથી જ તાર્કિક ભાષામાં જ્ઞાનને સ્વપરવ્યવસાયિ’ તરીકે પ૯૭. પ્રમ માસિ જ્ઞાનમ્ | ન્યાયા.
સ્વાર્થવ્યવસાયભિરું જ્ઞાનમ્ | ચિરંતુ સ્વપ૨વ્યવસાયિ જ્ઞાન પ્રમાણમ્ રત્ન) – સગવનિર્ણય: પ્રમાણH I પ્રમી. ટી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org