________________
६५६
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અવગ્રહના બે પ્રકાર છે. વ્યંજન અવગ્રહ અને અર્થ અવગ્રહ. આ બધાયને ટૂંકમાં સમજી લઈએ.
વિષય કે પદાર્થનો ઇન્દ્રિય કે મન સાથે સંબંધ થતાં, આત્મામાં અવ્યક્ત જ્ઞાનોપયોગ શરૂ થઈ જાય છેપણ તેનાથી તેને અતિ અવ્યક્ત અસ્પષ્ટ બોધ (બેભાન સ્થિતિમાં રહેલા માણસને જેવો અનુભવ થાય તેવો) થાય છે. આને વ્યંજન” અવગ્રહ કહેવાય છે. ત્યાંથી વિષય અને ઇન્દ્રિયોનો સંયોગ પુષ્ટ થતાં જ્ઞાનોપયોગ આગળ વધે ત્યારે “કંઈક છે એવો ખ્યાલ સ્પષ્ટ થાય, જેને અર્થાવગ્રહ થયો કહેવાય.
કંઈક છે, તો તે શું છે? તેની મથામણ ચાલે ત્યારે તેને ઈહા કહેવાય. ત્યાંથી હવે મન નિર્ણય તરફ ધસતું રહે છે, અને છેવટે કંઈક'નો ચોક્કસ નિર્ણય કરી લે છે કે “આ અમુકજ છે. આવા નિર્ણયને અપાય (નિર્ણય) કહે છે. અને એ નિર્ણય બાદ મનવડે નિર્ણય કરેલા પ્રસ્તુત વિષય કે પદાર્થને ધારી રાખવો યાદ રાખવો તેને ધારણા કહે છે.
આ ધારણાના સંસ્કારમાંથી પાછી અવિસ્મૃતિ, વાસના અને સ્મૃતિ આ ત્રણ ભેદો સર્જાય છે. કોઈ કોઈ ને ગત એક કે વધુ જન્મનું જે જ્ઞાન–જેને શાસ્ત્રીય શબ્દમાં નાતિસ્મરણ (જન્મ સ્મરણ) જ્ઞાનથી ઓળખાવાય છે, તે–જે ઉત્પન્ન થાય છે, તે આ (ધારણાભેદ ગત જણાવેલા) સ્મૃતિ–મતિજ્ઞાનનો જ પ્રકાર છે. જેમાં વર્ષો જૂનો સ્મરણનો સંસ્કાર નિમિત્ત મળતાં કે સમય પાકતાં પ્રગટ થઈ જાય છે. અને પોતાનો પૂર્વભવ જુએ છે. આ જ્ઞાન અત્યારે મોટે ભાગે ચઢતી ઉમ્મરે થતું વધુ જોવા મળે છે. આ૫ અનિન્દ્રિય એટલે મનોનિમિત્તક મતિજ્ઞાન છે.
આ મતિજ્ઞાનના અનન્ત પ્રકારો છે. આ પ્રકારોનું વર્ગીકરણ કરીને ૨૮માં જ સમાવી દીધા છે. તે આ પ્રમાણે : અથવગ્રહ ઇહા, અપાય, ધારણા. આ ચાર પ્રકારને પાંચ ઇન્દ્રિય અને છઠું મન આ સાથે ગુણતાં ૨૪ થયાં અને વ્યંજનાવગ્રહ મન ચક્ષનો થતો ન હોવાથી માત્ર ચાર ઇન્દ્રિયોનો જ થતો હોવાથી તેના ચાર ભેદ એટલે ૨૪+૪=૨૮° ભેદ મહિના થઈ ગયા. વળી
૬૦૧-૬૦૨. મન અને ચક્ષ અપ્રાણકારી હોવાથી તેનો વ્યંજનાવગ્રહ થતો નથી, જો થતો હોત તો અગ્નિને જોતાં ચક્ષુ બળી જાત. તેથી આનો સીધો અથવગ્રહ જ થાય છે.
૬૦૩. તદન કોરા કોડીયા ઉપર ૯૯ ટીપાં પડે તે ચુસાઈ જાય અને ૧૦૦ મું ટીપું પડે ત્યારે તે ટકી જાય છે અને કોડીયું ભીંજાય છે. અહીંઆ ૯૯ ટીપાંને વ્યંજનાવગ્રહ સાથે સરખાવી શકાય અને ૧૦૦માં ટીપાંને અથવગ્રહના સ્થાને સમજવું. ૯૯ ટીપાં એ ‘સો' માં ટીપાંને મદદરૂપ જ હતાં, તો જ ૧૦૦મું ટીપું ટકયું. આ સ્થૂલ વ્યાખ્યા છે. સૂક્ષ્મ વ્યાખ્યા જરા બીજી રીતે છે.
૬૦૪. ૧. અવગ્રહ–Perception. ૨. ઇહા-Conception. ૩. અપાય-Judgment. ૪. ધારણા–Retention.
૬૦૫. અનિયિ એ મનનો વાચક શબ્દ છે. દેહધારી આત્માને પ્રવૃત્તિનિવૃત્તિમાં ઇન્દ્રિયો અને મન બે ચીજ મુખ્ય છે. મન ઇન્દ્રિય નથી તેથી તેને ઉક્ત શબ્દથી નવાજ્યું છે.
૬૦૬. આ જ્ઞાનના ભેદોમાં ઘણી અપેક્ષાઓ હોવાથી ૨, ૪, ૨૮, ૧૬૮, ૩૩૬, ૩૪૦, આમ જુદા જુદા પ્રકારે છે. ૨૮ ભેદો જુદી જુદી રીતે પણ ધટાવાય છે.
૬૦૭, ભગવતીજી આદિમાં અપેક્ષા રાખીને ઉક્ત ૨૮ ભેદમાંથી છ પ્રકારનો અપાય અને છ પ્રકારની ધારણાનો મતિજ્ઞાન રૂપે અને ઈહા અવગ્રહમાં, શેષ ૧૬ ભેદને દર્શન તરીકે વિવક્ષા કરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org