________________
६४७ студентт
समुद्घात द्वारनुं वर्णन કરવા સાથે, રચના કરવા ધારેલા નવા ઉત્તર વૈક્રિય શરીર યોગ્ય પુદ્ગલ સ્કંધોને ગ્રહણ કરી વૈક્રિય શરીર બનાવે તે. નવું વૈક્રિય શરીર બનાવવું હોય ત્યારે જીવને આવો પ્રયત્ન કરવો પડે છે. એ દ્વારા જ શરીર તૈયાર થાય છે.
૫. તૈજસ સમુદ્દાત—તેજોલેશ્યાની લબ્ધિવાળો જીવ પોતાના આત્મપ્રદેશોને પ્રબળ પ્રયત્ન દ્વારા શરીર બહાર કાઢી, ઉત્કૃષ્ટથી સંખ્યાત યોજન દીર્ઘ અને સ્વદેહ પ્રમાણ લાંબો પહોળો દંડાકાર ૨ચી, પૂર્વોપાર્જિત તૈજસ નામકર્મના પ્રદેશોને પ્રબલ ઉદીરણાકરણ વડે ઉદયમાં લાવી ક્ષય કરવા સાથે, નવા તૈજસ પુદ્ગલોને ગ્રહણ કરી તેજોલેશ્યા અથવા શીતલેશ્યા મૂકે.
કોઈના ઉ૫૨ તેજો કે શીતલેશ્યા મૂકવી હોય ત્યારે આત્માને ઉક્ત પ્રક્રિયા–પ્રયત્ન કરવા
પડે છે.
૬. આહારક સમુદ્દાત—આહારક લબ્ધિધારી ચૌદ પૂર્વધર મુનિ મહાત્મા, જિનેશ્વરદેવની સમવસરણની ઋદ્ધિ આદિ જોવા, કે કોઈ પ્રશ્નના સમાધાન માટે પોતાના આત્મપ્રદેશોને શરીર બહાર કાઢી, ઉત્કૃષ્ટથી સંખ્યાત યોજન દીર્ઘ અને સ્વદેહ પ્રમાણ જાડો દંડાકાર રચી પૂર્વોપાર્જિત આહારક નામકર્મના પુદ્ગલોને પ્રબલ ઉદીરણા દ્વારા શીઘ્ર ઉદયમાં લાવી, નિર્જરા કરવા સાથે નવા આહારક શરી૨ યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી આહારક શરીર બનાવે.
૭. કેવલી સમુદ્દાત—આ સમુદ્દાત જેમને કેવલજ્ઞાન (ત્રિકાળજ્ઞાન) પ્રાપ્ત થયું હોય તેઓ જ કરવાના અધિકારી છે. કેવલજ્ઞાનીએ આઠ કર્મ પૈકી ચાર ઘાતીકર્મ દૂર કર્યાં છે, પણ વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય આ ચાર અઘાતી કર્મોનો ઉદય હોય છે. એમાં આયુષ્યકર્મની સ્થિતિ કરતાં બાકીનાં ત્રણે કર્મોની સ્થિતિ જો વધુ હોય તો એવું બને કે આયુષ્ય પૂર્ણ થાય અને કર્મનો ભોગ રહી જાય. કર્મનો ભોગ રહી જાય તો કેવલી ભગવંતો અશરીરી બની મોક્ષે જાય નહીં, અને પાછું કેવલજ્ઞાનીને અન્ય જન્મ પ્રાપ્ત કરવાનો હોતો જ નથી, હોય તો જન્માંતરમાં કર્મ ભોગ કરી શકે પણ હવે ભવભ્રમણનો અંત થાય છે. આ બધાં કારણે ચારેયની સ્થિતિ એવી રીતે સરખી બની જવી જોઈએ કે આયુષ્યની પૂર્ણાહુતિની સાથે સાથે શેષ ત્રણ કર્મો સર્વથા નિર્જરી જાય અર્થાત્ ક્ષય થઈ જાય. આવી સ્થિતિનું સર્જન સમુદ્દાત ‘જેવા આત્મપ્રયત્નથી જ શક્ય બને છે. આ પક્રિયા આઠ સમયની હોય છે. કેવલી ભગવાન ત્રણ કર્મોની દીર્ઘ વિષમ સ્થિતિનો ક્ષય કરી સરખી બનાવવા પોતાના આત્મપ્રદેશોને શરીર બહાર કાઢીને, પ્રથમ સમયે ઊર્ધ્વદિશા અને અધોદિશાના અન્ત સુધી અર્થાત્ ચૌદરાજ લોકપ્રમાણ લાંબો સ્વદેહ પ્રમાણ લાંબો—પહોળો આત્મપ્રદેશોનો દંડાકાર ૨૨.
બીજા સમયે પૂર્વથી પશ્ચિમ લોકાન્ત સુધી આત્મપ્રદેશોને વ્યાપ્ત કરે એટલે આત્મપ્રદેશોનો કપાટાકાર બની જાય. ત્રીજા સમયે આત્મપ્રદેશોને ઉત્તરદક્ષિણ લોકના છેડા સુધી લંબાવે. આ રીતે
૫૮૯, આંખ મીંચીને ઉઘાડીએ ત્યાં અસંખ્ય સમયો થાય છે.
૫૯૦. એક જ સમય એટલે સેકંડનો અસંખ્યાતમો ભાગ, એટલા કાળમાં સેંકડો એવા અબજો માઇલ ગતિ કરી શકે છે. ચૈતન્યની આ વિલક્ષણ અને વિરાટ તાકાત કર્યાં, અને તેની આગળ વામણી લાગતી આજના ઉપગ્રહો કે રોકેટોની તાકાત કર્યાં !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org