________________
૪૬
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह તોડીને કેટલાંક કમને ટૂંક જ સમયમાં ભોગવી નાંખવાં પડે છે અને એ સ્થિતિનું નિર્માણ કરવા જીવ આગામી કેટલાંક કર્મોની ઉદીરણાકરણવડે ઉદીરણા કરે એટલે આગામી કાળે કે ઘણા કાળે ભોગવાવા યોગ્ય એવાં કર્મોને ઉદયાવલિકા એટલે વર્તમાન સમયમાં ઉદયપ્રાપ્ત ભોગવાતાં કર્મ ભેગાં પ્રબળ આત્મપ્રયત્ન વડે શીધ્ર ભોગવીને આત્મપ્રદેશથી છૂટાં પાડી દે છે. આવો મહાપ્રયત્ન સ્વાભાવિક રીતે અથવા આત્મપ્રયત્નદ્વારા સાત પ્રસંગે થાય છે અને એથી સમુદ્દાત સાત પ્રકારે છે. ૧. વેદના, ૨. કષાય, ૩. મરણ, ૪. વૈક્રિય, ૫. તૈજસ, ૬, આહારક અને ૭. કેવલી. जीवसमुद्घातो
૧. વેદના સમુઘાત–ત્રીજા વેદનીય નામના કર્મમાં અશાતા વેદનીય કર્મથી (એટલે દુઃખ અશાંતિથી) પીડાતો આત્મા કોઈ વખતે અત્યન્ત આકુળ-વ્યાકુળ થાય ત્યારે અનન્તાનન્ત સ્કન્ધોથી વીંટાએલા પોતાના આત્મપ્રદેશોને શરીર બહાર કાઢીને, તે પ્રદેશોવડે શરીરના મુખ, જઠરા. કણદિકના પોલાણોને, ખભાના ભાગોને (ખભાથી માથા સુધી) પૂરી દઈને સ્વશરીર જેટલા ક્ષેત્રમાં સઘનરીતે વ્યાપ્ત થઈને (સમચોરસ જેવો) અન્તર્મુહૂર્ત સુધી એ જ સ્થિતિમાં ટકી રહે, અને એ સમય દરમિયાન ઉદીરણાકરણ દ્વારા દીર્ઘકાળ ભોગવવા યોગ્ય કેટલાંક કર્મપુગલોને ઉદયમાં લાવી ક્ષય કરી નાખે, તે તે કર્મક્ષય સાથે સાથે નવાં કમનું ગ્રહણ થાય છે અને જીવપરત્વે નથી” પણ થતું. - ૨. કષાય સમુદ્યાત–કષાયથી રાગ કે દ્વેષની અતિ તીવ્રતાથી આકુળ થયેલો આત્મા વેદના સમુદ્યાત વખતે તે જ પ્રક્રિયા પ્રમાણે દીર્ઘકાળ ભોગવવા યોગ્ય કેટલાંક કષાય મોહનીય કોને ચાલુ ઉદય ભેગાં જ ભોગવી નિર્જરી નાંખે છે. અહીંઆ ભાવિ કર્મોને વર્તમાનમાં જે ભોગવે, તેમ તે જાતનાં નવાં કર્મોને ગ્રહણ પણ કરે છે. ન ગ્રહણ કરે તો જીવનો મોક્ષ જ થઈ જાય. આ કષાય સમુઠ્ઠાતમાં ચાર પ્રકારનો સમુદ્યાત થાય છે. ક્રોધ, માન, માયા અને લોભનો.
૩. મરણ સમુઘાત-આ સમુઘાત આયુષ્ય કર્મનો હોય છે. અને તે મરણને આવું અંતર્મુહૂર્ત રહ્યું હોય ત્યારે જ થાય છે. મરણોત્તથી વ્યાકુળ થયેલો આત્મા મરણાન્ત આવું અંતર્મુહૂતયુષ્ય બાકી રહે ત્યારે પોતાના જ આત્મપ્રદેશોવડે સ્વશરીરના પોલાણ ખાલી ભાગોને પૂરીને, સ્વશરીરની પહોળાઈ જેટલો સ્કૂલ અને લંબાઈમાં જઘન્યથી અંગુલાસંખ્ય ભાગ અને ઉત્કૃષ્ટથી એક જ દિશામાં સમશ્રેણિએ ઉત્પત્તિસ્થાન સુધી, આત્મપ્રદેશો દ્વારા અસંખ્ય યોજન પ્રમાણ વ્યાપ્ત થઈ જાય, અને આયુષ્યકર્મનાં ઘણાં પુદ્ગલોને શીધ્ર ખપાવી નાંખે છે. (અહીં નવાં પુદ્ગલોનું ગ્રહણ ન હોય)
૪. વૈકિય સમુદ્દઘાત—વૈક્રિયલબ્ધિવાળો જીવ, કર્મયુક્ત એવા પોતાના આત્મપ્રદેશોને શરીર બહાર કાઢી લંબાઈ–પહોળાઈમાં સ્વશરીરતુલ્ય, અને લંબાઈમાં સંખ્યાતા યોજન દીર્ઘ લંબાવી દંડાકારપણે ફેલાવી જઈને પૂર્વોપાર્જિત વૈક્રિય નામકર્મના ઘણા પ્રદેશોને, ઉદીરણા દ્વારા ઉદયમાં લાવી, વિનાશ
* જેમકે બંધક અણગારાદિ જેવાઓ માટે.
૫૮૮. મરણ સમુઘાત દરેક જીવો કરીને જ મરણ પામે છે એવું નથી. એથી મરણ અને મરણ સમુદ્યાત બે ભિન્ન વસ્તુ છે. વળી મરણ સમુદ્દાત ભગવતીજીના અભિપ્રાયે એક ભવમાં બે વખત થઈ શકે છે. પણ મરણ તો બીજા સમુઘાતમાં મૃત્યુ આડું અત્તમુહૂર્ત હોય ત્યારે જ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org