________________
लेश्याद्वार तथा समुद्घातनुं विवेचन
६४५
નાંખીએ અને સ્વેચ્છાએ ખાઈએ ! તેથી અણસમજનું પ્રમાણ ઘણું હોવા છતાં પૂર્વની અપેક્ષાએ કંઈક વધુ સમજુ હતો. તેણે કહ્યું—ભાઈ ! એમ શા માટે ? થોડા જાંબુ ખાવા ખાતર સમગ્ર વૃક્ષનો મૂળમાંથી જ નાશ ! નહીં નહીં!! એના કરતાં ફળોવાળી જ મોટી મોટી શાખાઓ તોડી પાડીએ. પછી જોઈએ એટલા આરોગોને ! ત્યારે ત્રીજો એક બોલી ઉઠયો—ભાઈ, એમ શા માટે ? ફળોના ગુચ્છાવાળી નાની નાની શાખાઓ કાં ઓછી દેખાય છે કે નકામો મોટીઓનો વિનાશ કરવો ! વળી મોટી શાખાઓ ફરી ક્યારે ઉગશે ? માટે નાનીને જ તોડી પાડીએ. ત્યારે એમાંથી ચોથો બોલી ઊઠયો, અરે ભાઈ ! આ તમારા બધા વિચારો ઉતાવળીઆ છે. શાખાઓ શા માટે તોડવી ? કામ છે જાંબુઓનું, કંઈ શાખાઓનું નથી; માટે શાખાઓમાં ઝુમખાં હોય તે ઝુમખાંઓને જ તોડી પાડીએ. ત્યારે તેથી વધુ યોગ્ય બુદ્ધિશાળી હતો, તેણે કહ્યું કે—ભાઈ! એવું શું કામ કરો છો ? ગુચ્છાઓને તોડવા કરતાં એક જણ ઉપર ચઢીને ફળોને જ તોડીને લાવે તો શું ખોટું ? ખાવાના છે જાંબુ, ઝુમખાં નહિ. આમ નિર્ણય ઉપર આવ્યા ત્યાં છેલ્લો છઠ્ઠો મૌન લઈને ઉભો હતો, જેને પહેલાના પાંચના વિચારો પસંદ નહોતા પડ્યા; તે અતિ ડાહ્યો અને ઉત્તમ બુદ્ધિવાળો પુરુષ બોલી ઉઠ્યો, જુઓ ભાઈ ! મારો અભિપ્રાય તમારા બધાયથી જુદો છે. તમને ગમે કે ન ગમે તે ન કહી શકું, પણ જેને માનવ હૈયું મળ્યું હોય તો, તેણે થોડો માનવતાની દૃષ્ટિથી વિચાર કરવો જોઈએ અને કોઈ પણ કાર્યમાં પોતાની વિવેકબુદ્ધિ દાખવવી જોઈએ ! તમને ભૂખ લાગી છે એ વાત સાચી છે, પણ એ ભૂખને સંતોષવા કંઈ આંધળીયા ન કરાય, માનવતા એમ કરવા ના પાડે છે, આર્યસંસ્કૃતિ ઇન્કાર કરે છે. માટે બીજાઓની હિંસા કરી, કષ્ટ આપી, દુઃખી કરીને ઉદર ભરણ ન કરવું જોઈએ. અને એ દૃષ્ટિએ કહું તો આ સજીવ ગણાતા ઝાડને તમારે કશો જ સ્પર્શ કરવા જરૂર જ નથી. જમીન ઉપર તો જરા જુઓ ! સેંકડો જાંબુઓ કેવા સુંદર ખાવાલાયક વેરાએલાં પડ્યા છે. તે ખાઈને તૃપ્ત થઈ શકશું! નાહક સજીવ ગણાતા વૃક્ષનું છેદન ભેદન કરી તે જીવની હિંસા કર્યાનું પાપ શું કામ કરવું ? આ સિવાય શાસ્ત્રમાં છ ચોરનું બીજું પણ દૃષ્ટાંત આવે છે.
ફૈવિય [ફન્દ્રિય]
આ દ્વારનું વર્ણન ૩૪૦મી ગાથાના વિવેચન પ્રસંગે સવિસ્તર કહેવાઈ ગયું છે. જેથી અહીં પુનરુક્તિની જરૂર નથી.
૬—૧૦—નુસનુ થાય [દ્વિ-સનુવ્યાત]
નવમું અને દસમું આ બંને દ્વારો સમુદ્દાતનાં જ છે. નવમું દ્વાર નીવસમુદ્ધાતનું અને દસમું ગનીવસમુદ્ધાતનું છે. એમાં પ્રથમ જીવસમુદ્દાતની વ્યાખ્યા કરે છે.
સમુઘાત શબ્દનો અર્થ એવો છે કે સમ્ એટલે એકી સાથે ઘાત એટલે નાશ. અર્થાત્ આત્મા જે ક્રિયા દ્વારા એક સાથે પુષ્કળ કર્મનો ક્ષય કરી શકે તેવી જે ક્રિયા તેને સમુદ્દાત કહેવાય છે.
વાત એવી છે કે જીવ બાંધેલા કર્મોને ઉદયપ્રાપ્ત કરે ત્યારે ક્રમશઃ ભોગવાતાં હોય છે. પણ ક્રમશઃ ભોગવવાનું કર્મ એની કાળમર્યાદા પૂર્ણ થયે ભોગવાઈ રહે, પરંતુ કોઈ વખતે એવી પરિસ્થિતિ ઉભી થાય છે કે ભોગવવાનું કર્મ જે અવશેષ હોય તેમાં કેટલાકની નિયત કાળમર્યાદાની અપેક્ષાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org