________________
६४८
આત્મપ્રદેશો વ્યાપ્ત થતાં રવૈયાના જેવો આકાર બને.
આ રીતે આત્મપ્રદેશો વ્યાપ્ત થઈ ગયા બાદ ચોથા સમયે મન્થાન—રવૈયા વચ્ચે પરસ્પર જે અંતર રહ્યું છે અર્થાત્ હજુ આત્મપ્રદેશથી રહિત લોકાકાશ રહ્યું છે તે પૂરવા આંતરાને સ્વાત્મપ્રદેશોથી પૂરે. આટલું કરતાં કેવલજ્ઞાની ભગવંતના અસંખ્ય આત્મપ્રદેશો લોકાકાશના પ્રત્યેક પ્રદેશ ઉપર ચાર જ સમયમાં વ્યાપ્ત થઈ જતાં તેમનો આત્મા લોકવ્યાપી બની જાય છે. કારણકે એક આત્માના અને લોકના પ્રદેશો સમાન છે.
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
હવે પછીના પાંચથી આઠના ચાર સમયોમાં આત્મપ્રદેશોનો લોકવ્યાપી જે વિસ્તાર થયો હતો તેને પુનઃ સંકેલી લે છે. એટલે પાંચમા સમયે આંતરામાં પૂરેલા આત્મપ્રદેશોને પાછા ખેંચી લે, છઠ્ઠા સમયે મંથાનની (ઉ. દ.) બે પાંખોના આત્મપ્રદેશોને સંહરી લે, સાતમા સમયે પૂર્વ—પશ્ચિમના કપાટાકાર રચેલા પ્રદેશોને સંહરી લે અને આઠમા સમયે ઉર્ધ્વધો કરેલા દંડાકાર પ્રદેશોને સંહરી પોતાના આત્માને પુનઃ સંપૂર્ણ રીતે મૂલ દેહસ્થિત બનાવી દે છે.
અહીંઆ આ ક્રિયા દ્વારા ઉદીરણાકરણ કરવાની શક્યતા ન હોવાથી ‘અપવર્તના' નામના કરણદ્વારા પૂર્વોક્ત ત્રણ કર્મોની દીર્ઘસ્થિતિનો વિનાશ કરી જરૂર પૂરતી સ્થિતવાળાં બનાવે છે.
ભીનું લુગડું એમને એમ પડયું રહે તો પાણીને શોષાતાં કલાકો જાય. પણ જો તેને ઉકેલી પહોળું કરી દેવામાં આવે તો ઝડપથી પાણી ભેજ શોષાઈ જાય છે. તે જ ઘટનાએ કેલિસમુદ્દાતમાં આત્મપ્રદેશોને આખા લોકમાં વિસ્તારી દીધા, એટલે દીર્ઘકર્મો જલદી શોષાઈ જાય છે.
સાતેયનો પ્રકીર્ણક અધિકાર ઃ—કેવલિસમુદ્દાત આઠ સમયનો અને બાકીના છએ અન્તર્મુહૂર્તકાળમાનના છે. ૧, ૩, ૭માં આ ત્રણેયમાં પૂર્વકર્મનો વિનાશ અને નવાં કર્મગ્રહણનો અભાવ છે. પરંતુ શરીર યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ હોય છે. જ્યારે બીજામાં નવાં કર્મપુદ્ગલનું ગ્રહણ અધિક અને જૂનાનો વિનાશ અલ્પ અને ૪, ૫, ૬માં પૂર્વોપાર્જિતનો વિનાશ છે અને ત્યાં નવું કર્મગ્રહણ છે.
૧, ૨, ૩, સમુદ્દાત અનાભોગિક છે. એટલે જાણી જોઈને ઇચ્છાપૂર્વક થતો નથી, પણ અતિવેદનાથી આત્મામાં એકાએક આવેગ આવી જાય છે ને સ્વાભાવિક થઈ જાય છે અને બાકીના ચાર આોગિક એટલે સમજીને બુદ્ધિપૂર્વક જાણી જોઈને કરાય છે. આહારક અને કેવલી (અથવા જિન) આ બે સમુઘાતને છોડીને બાકીના પાંચ અનેક જન્માશ્રયી જીવો અનંતીવાર કરે છે. અને આહારક વધુમાં વધુ ચાર અને કેવલીસમુદ્દાત ભવચક્રમાં એક જ વાર થાય છે.
શરૂઆતનાં ત્રણ સમુદ્દાતો દરેક વેદના કષાય કે મૃત્યુ પ્રસંગે હોય જ, એવો નિયમ નથી. એથી બધા જ જીવોને અનિવાર્ય થાય છે તેમ નથી.
अचित्तमहास्कन्धरूप- अजीवसमुद्घातः
અનન્ત પરમાણુઓનો બનેલો અનન્તપ્રદેશી કોઈ સ્કંધ તથાપ્રકારના વિસ્રસા પરિણામ વડે (કે સ્વાભાવિક રીતે) કેવલીસમુદ્દાતમાં દંડાકાર કપાટાકાર વગેરે જે રીતે કહ્યું છે તે રીતે જ ચાર સમયમાં સંપૂર્ણ લોકાકાશમાં વ્યાપ્ત થઈ જાય અને પછીના ચાર સમયમાં તે અવસ્થાઓ સંહરી લઈને, મૂલ અવસ્થાવાળો—અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણે થાય, તેને ‘અજીવ સમુદ્દાત’ કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org