________________
कषायद्वारनुं विवेचन
૪૬ પંદર દિવસે શાન્ત ન થાય તો પ્રત્યાખ્યાનીના ઉદયવાળો બની જતાં વાર ન લાગે. એમ ઉત્તરોત્તર વધવા માંડે તો અનન્તાનુબંધીમાં પણ ચાલ્યો જાય અને અનન્તાનુબંધીવાળો પરિણામની સુંદરતા વધે તો સંજ્વલનવાળો પણ બની જાય. આ પ્રમાણે કષાયની વાસના-પરિણામનું કાળમાન જણાવ્યું.
કષાયોની દાત્ત સાથે ઘટના–કષાયોની કામિયાંદા અથવા તેની મન્દતા, તીવ્રતાદિ સમજવા માટે જ્ઞાનીઓએ દષ્ટાંતો શોધીને કષાયો સાથે સરખામણી કરીને જિજ્ઞાસુઓને તૃપ્તિ કરી આપી છે.
સંજ્વલનનો ક્રોધ જળની રેખા જેવો, પ્રત્યાખ્યાનીનો ક્રોધ ધૂળની રેખા જેવો, અપ્રત્યાખ્યાનીનો પૃથ્વીની ફાટ જેવો અને અનન્તાનુબંધીનો પહાડની ફાટ જેવો. આ દષ્ટાંતો તો એ સૂચવે છે કે, પાણીમાં આંગળીથી લીટી દોરી પાણીમાં ભેદ પાડવાનો પ્રયત્ન કરીએ. પણ એ ભેદ કેટલો વખત ટકે? ક્ષણવાર જ. આંગલી આગળ વધતી જાય કે ભેદરેખા ભૂંસાઈને પુનઃ પાણીનો અભેદ થઈ જાય. હવે પછી ઉત્તરોત્તર ભેદરેખાનું અસ્તિત્વમાન વધતું દશવનારા દષ્ટાંતો છે.
હવે સંજ્વલનનો માન નેતર જેવો, પ્રત્યાખ્યાનીનો, લાકડાના થાંભલા જેવો, અપ્રત્યાખ્યાનીનો હાડકાના થાંભલા જેવો અને અનન્તાનુબંધીનો માન પત્થરના થાંભલા જેવો છે. અહીંઆ પહેલો નેતરનો પ્રકાર સૂચવે છે કે સાધુપુરુષોને માન આવ્યું હોય પણ તેને નમી જતાં વાર નથી લાગતી, કાષ્ઠના થાંભલાને તેથી વધુ વાર લાગે, એમ ઉત્તરોત્તર સમજવું. વહેવારમાં પણ માની માણસને અક્કડ થાંભલા જેવો છે” એવું બોલીએ છીએ. અહીં દાખલામાં થાંભલો જ લીધો છે.
સંજ્વલન માયા વાંસની છોલ કે છોઈ જેવી (બરૂની અંદર જે પતળા વક્ર તાંતણાઓ હોય છે તે), પ્રત્યાખ્યાનીની વાંકીચૂંકી ગોમૂત્ર–ગાયની મૂત્રધાર સરખી, અપ્રત્યાખ્યાનીની ઘેટાના શિંગડા સરખી અને અનન્તાનુબંધીની વાંસના મૂલ સરખી છે. અહીંઆ બરૂના તાંતણાનો વાળ જલદી સીધો થઈ જાય. પછી તો ઉત્તરોત્તર વધુ ને વધુ વક્ર હોવાથી વિલંબે સાધ્ય થાય.
સંજ્વલનનો લોભ હળદરના રંગ જેવો, પ્રત્યાખ્યાનીનો ગાડાની કીટ (કાજળ) જેવો, અપ્રત્યાખ્યાનીનો નગરની ખાળના કાદવ જેવો અને અનન્તાનુબંધીનો કરમજી રંગ જેવો સરખાવ્યો છે. સંજવલનનો લોભ હળદર જેવો હોવાથી જલદી દૂર થાય. અહીં ઉત્તરોત્તર રંગો વધુ પાકા હોવાથી અતિશ્રમ સાધ્ય છે એમ સમજવું.
કયા કષાયથી કયો લાભ રોકાય?—પસંજ્વલનનો ઉદય હોય ત્યાં સુધી યથાખ્યાત ચારિત્રનો ગુણ અથવા વીતરાગ અવસ્થા, પ્રત્યાખ્યાનીના ઉદયથી સર્વવિરતિ સર્વ સાવધના ત્યાગરૂપ ચારિત્રપરિણામ, અપ્રત્યાખ્યાનીના ઉદયથી દેશવિરતિ એટલે આંશિક ત્યાગરૂપ ચારિત્રપરિણામ અને અનન્તાનુબંધીના ઉદયથી સમ્યગુદર્શનરૂપ શ્રદ્ધાપરિણામ ઉદયમાં આવતા નથી.
કયા કષાયથી કઈ ગતિ મળે?—સંજ્વલન કષાયવાળા (સાધુતાવાળા સાધુઓ વગેરે) મરીને દેવગતિ, પ્રત્યાખ્યાનીવાળા મનુષ્યગતિ, અપ્રત્યાખ્યાનીવાળા તિર્યંચગતિ અને અનન્તાનુબંધીવાળાને નરકગતિ પ્રાપ્ત થાય છે.
૫૮૪. સં=અલ્પ, જ્વલન=બાળનાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org