________________
૬૪ર.
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આ કષાયો શાથી જન્મે છે?—આ કષાયો મોહ, માયા, મમતા, આસક્તિ, અજ્ઞાનભાવના કારણે ભૂમિ, ઘર–બંગલા વગેરે, શરીર તથા ઉપધિ એટલે ધન ધાન્ય વસ્ત્રાદિ પરિગ્રહોમાંથી જન્મ પામે છે. એકેન્દ્રિયોને પણ કષાયભાવ પ્રચ્છન્નપણે હોય છે.
અલ્પાબહત્વ–સર્વથી ઓછા કષાય વિનાના જીવો, તેથી અનન્તગુણા માનકષાયી જીવો, તેથી અધિક ક્રોધકષાયવાળા, તેથી અધિક માયાકષાયી અને તેથી અધિક લોભ કષાયી જીવો છે.
આ ચાર કષાય સિવાય કષાયના સહચારી બીજા હાસ્ય, રતિ, અરતિ, ભય, જુગુપ્સા, શોક અને ત્રણ વેદ એ નવ નોકષાયો છે. જે પેલા મૂલ ચારને ઉદ્દીપન કરે છે. તાત્પર્ય એ કે-હસાવે, ખુશી કરે, નાખુશ રાખે, ભય, કંટાળો, કે ધૃણા પેદા કરાવે અને શોકમય દશા રહ્યા કરે, તથા સ્ત્રીનો પુરુષસંગાભિલાષ અને વેદન, પુરુષનો, સ્ત્રીસંગાભિલાષ અને વેદના અને સ્ત્રી-પુરુષ બંને પ્રત્યેનો અભિલાષ અને વેદન, આ બધી લાગણીઓ અત્તે રાગદ્વેષને જ ઉત્પન્ન કરનારી છે.
કષાયોની ગુણસ્થાનક મર્યાદા અનંતાનુબંધીનો ઉદય બીજા ગુણઠાણા સુધી, બીજા કષાયનો ચોથા સુધી, ત્રીજાનો પાંચમા સુધી અને ચોથાનો દસમા સુધી હોય છે. પણ સત્તામાં તો ચારે કષાયો અગિયારમાં ગુણઠાણા સુધી હોય છે.
અનન્તાનુબંધી ક્રોધના ઉદય વખતે બાકીના ત્રણેય કષાયો ઉદયમાં હોય જ છે. એમ માન, માયાના ઉદયના પ્રસંગમાં શેષનું અસ્તિત્વ સમજી લેવું. આ કષાયો વિષે હજુ ઘણું ઘણું જાણવા સમજવા જેવું છે. અહીંયા આ પાઠશ્વગ્રન્થમાં કેટલું વિસ્તારી શકાય?
આ કષાયો એ મોહનીય કર્મના છે. જીવને મોહદશા–વિકળતા ઉભી કરનારા વિભાગો છે. અને એમાંથી જ રાગ-દ્વેષનો જન્મ અને તેની પરંપરા ઉભી થાય છે અને એ પુનઃ સંસારપરંપરાને જન્મ આપે છે. એથી જ આઠે કર્મમાં મોહનીયને સેનાપતિ જેવું અથવા ધોરી નસ જેવું કહ્યું છે. શેષ સાતેય કર્મોનાં જોડાણ અને તેના કટુ વિપાકમાં આ મોહનીય કર્મની રાગ-દ્વેષની લાગણીઓ જ મુખ્ય મહત્ત્વનો ભાગ ભજવે છે. એથી એનો નાશ થાય તો બાકીનાં બધા કર્મોનો ઝડપથી ક્ષય થાય છે. માટે આ કષાયો અને નવ નોકષાયોની લાગણીઓથી સતત બચતા રહેવું એ જ આ વિષય સમજ્યાનું વાસ્તવિક ફળ છે.
–તેથા [Rચા] લેશ્યા શું ચીજ છે. એ અંગે આગમોની ટીકાઓમાં અને અન્ય ગ્રન્થોમાં ઠીકઠીક લખાયું છે. એમ છતાં “લેશ્યા અંગેની કેટલીક સમજ ગૂઢાર્થક રહી છે. અહીંઆ તો ટૂંકમાં જ વેશ્યા અંગે જણાવવાનું છે. આલિંગન કે જોડાવાના અર્થમાં રહેલા “fશ્નપુ’ ધાતુ ઉપરથી તેશ્યા શબ્દ બને છે. એથી જેના* વડે જીવ કર્મ સાથે જોડાય–બંધાય તેનું નામ લેશ્યા. અથવા કૃષ્ણાદિ વિવિધરંગી દ્રવ્યોના સંબંધથી ઉત્પન્ન થતો આત્માનો શુભાશુભ પરિણામવિશેષ તેને વેશ્યા કહે છે.
જેમ સ્ફટિક રત્નના મણકામાં જેવા રંગનો દોરો પરોવીએ તેવા રંગવાળું તે દેખાય, તેમ આત્મામાં જેવા જેવા પ્રકારનાં લેશ્યા દ્રવ્યો ઉત્પન્ન થાય, તેવા તેવા પ્રકારનો આત્મપરિણામ ઉદ્ભવે.
★ श्लिष्यते कर्मणा सह आत्मा अनयेति लेश्या ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org