________________
૬૪૦
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह જીવને પ્રીતિ રખાવે. (૩) વળી જે કષાયના ઉદયથી જીવ સવશે સાવદ્ય યોગ (અશુભ યોગ)નો ત્યાગ ન કરી શકે તેને પ્રત્યાખ્યાન કષાય કહેવાય છે. (૪) જે કષાયના ઉદયથી ત્યાગી વૈરાગી એવા મહાત્માઓને પણ ઈષ્ટની પ્રાપ્તિમાં આનંદ અને અનિષ્ટની પ્રાપ્તિમાં ખેદાદિક થવા પામે છે અને મનને કંઈક અશાંત બનાવી દે છે, તેથી તેને સંજ્વલન કષાય કહેવાય છે.
મૂળ કષાયના ૧૬ ભેદ થાય છે–તે આ પ્રમાણે
૦
અનન્તાનુબંધી
૦
અપ્રત્યાખ્યાની
ક્રોધ
૦
માન
૦
માન
૦
૦
૦
| | | | | | |
લોભ
૦
૦
૦
ક્રોધ
૦
0
જ
લોભ
-
માયા
માયા
લોભ પ્રત્યાખ્યાની
ક્રોધ
સંજ્વલન માન
માન માયા
માયાં
લોભ એટલે ક્રોધ ચાર પ્રકારનો. એમ માન વગેરે પણ ચારે જાતના હોય છે. હવે એમાંએ પુનઃ જીવભેદે કક્ષાઓ સર્જાય છે. એટલે એ ૧૬ કષાયો પુનઃ ચાર પ્રકારે વહેંચાય છે, એટલે ૧૬ કષાયોના ૬૪ ભેદો થાય છે. આ ભેદોનું વર્ણન પ્રસ્થવિસ્તાર ભયે અહીં નથી જણાવ્યું.
કષાયનો કાળ–આ કષાયો ઉત્પન્ન થયા પછી એવાને એવા જ પરિણામમાં કયાં સુધી રહેતા હશે ? જિજ્ઞાસુના આ પ્રશ્નનો જવાબ શાસ્ત્રોએ આપ્યો છે. જ્ઞાનદષ્ટિથી અસંખ્ય જીવોના પરિણામોનું વિશ્લેષણ ને તેની મર્યાદાઓ જોઈ અને પછી જણાવ્યું કે સંજ્વલન કષાય ઉદયમાં આવ્યા પછી જો જલદી ન શમ્યો તો વધુમાં વધુ ૧૫ દિવસ સુધી ટકે. એ મુદત પૂરી થતાં કોઈપણ નિમિત્તે તે જરૂર ઉપશાંત થઈ જાય. પ્રત્યાખ્યાની પ્રકારનો કષાય વધુમાં વધુ ચાર માસ ટકે, અપ્રત્યાખ્યાની એક વર્ષ સુધી અને અનન્તાનુબંધી જિંદગી પર્યન્ત ટકે છે. અહીંયા એક વિવેકદષ્ટિ રાખીને સમજવાનું એ કે, તે તે કષાયની મર્યાદા પૂરી થતાં આત્મા શાંત થાય જ એવો નિશ્ચિત નિયમ નથી. રાગદ્વેષની ઉગ્રતા વધી જાય તો ઉત્તરના આગળના કષાયમાં જીવ ચાલ્યો જાય, જેમકે સંજ્વલનવાળો આત્મા
૫૮૩. ચોસઠ ભેદો પણ ખૂબ જ જરૂરી છે. જો એવા ચિત્રવિચિત્ર ભેદો ન સમજીએ તો કર્મતત્ત્વની વ્યવસ્થામાં ભંગાણ પડી જાય. જેમકે અનન્તાનુબંધીનો ઉદય હોય, તે જ આત્મા નરકાયુષ્ય બાંધી નરકમાં જાય. હવે કૃષ્ણવાસુદેવ ક્ષાયિકસમ્યગુદૃષ્ટિ હતા, અનન્તાનુબંધીના ક્ષયવાળા હતા, અને અપ્રત્યાખ્યાનીના ઉદયવાળા હતા, તો તે ત્રીજી નરકમાં કેમ ગયા? આનું સમાધાન ૬૪ ભેદોમાંથી જ આપી શકાય છે. એટલે કે શ્રી કૃષ્ણ વાસુદેવને જે અપ્રત્યાખ્યાન કષાય હતો, તે જ કષાય અત્ત વખતે ઉગ્ર બની અનન્તાનુબંધી જેવો બની ગયો હતો. શ્રેણિક માટે પણ એ જ રીતે વિચારવું. બાહુબલી મુનિમાં સંજ્વલન માન કષાય પંદર દિવસને બદલે એક વરસ સુધી ટક્યો. ત્યાં પણ સંજ્વલનની ઉગ્રતા અપ્રત્યાખ્યાની કષાય જેવી હતી, એમ સમાધાન વિચારવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org