________________
पांच शरीनुं विवेचन એક જીવને એક સાથે કેટલાં શરીર હોય તે જણાવવું જરૂરી છે.
જીવ (મૃત્યુ પામીને) એક ભવના શરીરનો ત્યાગ કરી બીજા ભવનું શરીર ધારણ કરવા જાય ત્યારે, પ્રયાણ અને પ્રાપ્તિ વચ્ચેના અત્યલ્ય સમય દરમિયાન માત્ર (ઇન્દ્રિયાદિ અંગોપાંગ વિનાના) તૈજસ, કામણ આ બે જ શરીરો હોય છે. આ શરીર સાથે જ જીવનાં જન્મ મરણ હોય છે, એટલે ઉત્પન્ન થયા બાદ શરીરપયપ્તિ પૂર્ણ થયા પછી સ્વભવ પ્રાયોગ્ય (ઔદારિક કે વૈક્રિય) શરીર રચાઈ ગયું એટલે મરણ પર્યન્ત ત્રણ શરીરવાળો અવશ્ય હોય. મનુષ્યો તિર્યંચોને અવિચ્છિન્નપણે ઔદારિક, તૈજસ, કામણ અને દેવનારકોને પણ ત્રણ શરીર હોય છે. ફક્ત ત્યાં ઔદારિકની જગ્યાએ વૈક્રિય સમજી લેવું. સામાન્ય રીતે ઊર્ધ્વ અને અધો એ બંને સ્થાનો એવાં છે કે જ્યાં વૈક્રિયશરીર મેળવી શકાય છે. જન્માન્તરનાં કર્મથી એવું શરીર મેળવવાના અધિકારી બનેલા જીવો જ ત્યાં ઉત્પન્ન થાય છે.
અહીંઆ એક વાત સ્પષ્ટ સમજવી કે કોઈ મુનિરાજ, તપશ્ચર્યાદિ દ્વારા મેળવેલી લબ્ધિથી આહારક શરીર જ્યારે બનાવે ત્યારે ઔદારિક શરીરી મુનિને ચાર શરીરવાળો સમજવો. વૈક્રિય અને આહારક બંને શરીરો સમકાળે કદી રચી શકાતાં નથી, એટલે ઓછામાં ઓછા બે (મતાંતરે એક જ) અને વધુમાં વધુ જીવ ૫“ચાર શરીરધારી હોઈ શકે છે.
તૈજસ, કામણ આ બને શરીરો ભવ્ય જીવો (જેઓ મોક્ષે જનારા હોય તે)ને અનાદિ સાંત હોય છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી સંસાર છે. એ શરીરનો સંગ જ્યારે છૂટી જાય ત્યારે જ જીવનો મોક્ષ થાય છે. કારણ કે મોક્ષમાં કોઈપણ શરીર નથી. કર્મ છે ત્યાં શરીર છે. કર્મનો સમૂળગો નાશ થાય પછી કારણ જવાથી કાર્ય પણ નષ્ટ થઈ જાય છે. અભવ્ય જીવો કોઈપણ કાળે મોક્ષે જતા જ નથી તેથી તે જીવોને આ બંને શરીરો અનાદિ અનંતકાળના અને ભવ્ય જીવો(મોક્ષે જવાવાળા હોય તે)ને અનાદિ સાંત હોય છે.
ગર્ભજ જીવો પ્રથમ ગર્ભમાં આવે અને પછી જન્મ પામે. જ્યારે સંમૂચ્છિમ જીવોને ગર્ભ ધારણ કરવાનું ન હોવાથી પૃથ્વી, વાયુ, જલાદિના યોગોથી તેઓનો પ્રથમથી એકાએક જન્મ જ થઈ જાય છે.
૪. વિષયøત મેદ–અહીંઆ વિષય શબ્દનો અર્થ ‘ક્ષેત્ર' લેવાનો છે. એટલે તે તે શરીરની દિશાની અપેક્ષા જાળવતી તે તે ક્ષેત્રાશયી ગતિ કહેતાં ઔદારિક શરીરની ઉત્કૃષ્ટગતિ લાખો યોજના દૂર આવેલા તેરમા રુચક દ્વીપના રુચક પર્વત સુધી હોય છે. કોઈ કોઈ ઔદારિક શરીરી મુનિઓ જેઓને તપશ્ચર્યાદિ દ્વારા જંઘાચારણ જેવી વિશિષ્ટ શક્તિઓ મેળવી હોય તેને આશ્રીને આ’ ગતિ સમજવી અને વિદ્યાચારણ મુનિઓ-વિદ્યાધરો માટેની ગતિ આઠમા નંદીશ્વરદ્વીપ સુધીની સમજવી. ઊર્ધ્વગતિ મેરુના પાંડુકવન સુધીની સમજવી.
વૈક્રિયશરીરી જીવોનું ગમનાગમન તિર્યફ અસંખ્ય દ્વીપસમુદ્રો સુધી હોઈ શકે છે, અને
૫૬૮. આહારક શરીરી મુનિને વૈક્રિય શરીર રચવાની શક્તિ હોય છે. પણ એક સાથે બે બે લબ્ધિનો ઉપભોગ થઈ શકતો નથી. એટલે ચાર શરીર કહ્યાં, પણ સત્તાની અપેક્ષાએ પાંચેય શરીર બનાવવાની શક્તિ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org