________________
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
૨. પ્રવેશસંચ્યાકૃત મેવ—પાંચેયમાં સહુથી થોડા પ્રદેશો ઔદારિકના છે અને પછીના શરીરોમાં સંખ્યાની દૃષ્ટિએ ક્રમશઃ વધતા જાય છે. પહેલું ઔદારિક શરીર અલ્પ પરમાણુવાળા પુદ્ગલસ્કંધોનું (અનન્ત હોવા છતાં અન્ય ચારની અપેક્ષાએ), તેના પ્રદેશોથી અસંખ્યગુણ પ્રદેશો વૈક્રિય શરીરમાં હોય, તેથી અસંખ્યગુણ પ્રદેશો આહા૨ક શરીરના પુદ્ગલસ્કંધોમાં હોય. આહા૨કની સંખ્યાથી અનન્તગુણ પ્રદેશો તૈજસમાં અને તૈજસથી પ અનન્તગુણ પ્રદેશો કાર્મણ શરીરમાં હોય છે.
६३०
અહીં એક વાત આશ્ચર્યજનક એ છે કે ઉત્તરોત્તર શરીરનું આરંભક દ્રવ્ય પરિમાણ પૂર્વ પૂર્વ શરીરો કરતાં અધિક છે. એમ છતાં શરીરની સૂક્ષ્મતા ઉત્તરોત્તર વધતી જાય છે. આનું કારણ પરમાણુઓના પરિણામની વિચિત્રતા છે.
બીજી વાત એ પણ સમજવી જરૂરી છે કે એક પરમાણુ એ સ્કંધ (દ્રવ્ય) નથી પણ બે પરમાણુ ભેગા થયા પછી એ બંનેને ‘સ્કંધ'થી ઓળખાવાય છે. બેથી લઈને ઠેઠ અસંખ્ય અને અનંત પરમાણુઓના અનંતાનંત સ્કંધો વિશ્વમાં હોય છે. તે તે શરીરને યોગ્ય અનંત વર્ગણાઓ છે. અને કોઈપણ એક વર્ગણામાં અનન્ત સ્કંધો હોય છે. અને એક એક સ્કંધમાં અનંત પરમાણુઓ હોય છે.
રૂ. સ્વામિષ્કૃત મેવ—પહેલું ઔદારિક શરીર સંમૂમિ, ગર્ભજ એવા સર્વ તિર્યંચો અને સર્વ મનુષ્યોને હોય છે. બીજું વૈક્રિય, દેવો તથા નારકના જીવોને, તેમજ કેટલાક લબ્ધિપ્રાપ્ત વાયુકાયના (બાદરપર્યાપ્તા) જીવો તેમજ સંશી પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્યોને પણ હોય છે. આહારકશરીર તે વિશિષ્ટ લબ્ધિવંત આહારક લબ્ધિધારી ચૌદપૂર્વધરોને હોય છે. તૈજસ અને કાર્યણ શરીરને ધારણ કરવાવાળા સર્વ સંસારી જીવો છે. એટલે આ શરીર ચારેય ગતિના તમામ જીવોને હોય જ છે. આ બે શરીરો અનાદિકાળથી જીવની સાથે છે. અને ગમે તે ગતિમાં જાય ત્યાં સાથે ને સાથે જ હોય છે. મોક્ષે ન જાય ત્યાં સુધી આ શરીરનો એક સમય પણ વિરહ પડતો નથી. આત્મપ્રદેશો અને કાર્મણશરીરના પ્રદેશો બન્ને ક્ષીરનીરની માફક પરસ્પર ઓતપ્રોત થઈને રહેલા હોય છે. વળી કોઈપણ જીવ (શરીર પર્યાપ્તિ બાદ) ત્રણ શરીરથી ઓછા શરીરવાળો નથી કહેવાતો તેનું કારણ પણ એ જ છે.
ઔદારિક શરીરી જીવો કયા કયા ? એવો તર્ક મનમાં ઉઠે ત્યારે આપણી સ્કૂલ દૃષ્ટિ જીવતાં મનુષ્યો, પશુ–પક્ષીઓ સુધી જઈને થંભી જશે પણ દૃષ્ટિને વિશાળ બનાવો અને લંબાવો તો તરત સમજાશે કે પાતાલ, પૃથ્વી અને સ્વર્ગ–આકાશમાં હાલતા, ચાલતા, ઉડતા કરોડો પ્રકારના જંતુઓ, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ આ બધાયે જીવો ઔદારિક શરીરી છે. માનવ જાતના વપરાશમાં આવતી તમામ ભોગોપભોગની વસ્તુઓ ઔદારિક જીવોનાં સપ્રાણ-નિષ્પ્રાણ કલેવરોની જ બનેલી હોય છે. બધી વસ્તુઓ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિની જ હોય છે. કેટલાંક દ્રવ્યો સજીવ હોય છે અને વપરાય છે. કેટલાંક નિર્જીવ થતાં ઉપયોગમાં લેવાય છે, જેમકે રહેવાનાં મુકામો, ખાવા, પીવા, પહેરવા, ઓઢવાની ચીજો, તમામ જાતનાં વાહનો, શસ્ત્રો, ધાતુઓ, રત્નો કે પથ્થરાઓ, લાકડું બધું ઔારિક છે. એકંદરે જોઈએ તો સમગ્ર વિશ્વ જંતુમય છે, અને ‘નીવો નીવસ્ય ખીવનમ્’ (અથવા ‘ક્ષમ્’) જીવનું જીવન જીવ જ છે, એ ન્યાયે બધું ચાલી રહ્યું છે. અહીંઆ ભેગા ભેગી ૫૬૭. આ અનન્ત સંખ્યાના અનંત પ્રકારો પડે છે. પૂર્વથી ૫૨નું અનન્તુ અનન્તગુણ સમજવાનું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org