________________
६३२
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
ઊધિોગમન દેવો આશ્રયી ચોથી નરકપૃથ્વીથી અચ્યુત દેવલોક સુધીનું છે. આહા૨કશરીરી મહાવિદેહ ક્ષેત્ર સુધી અને કાર્મણનો ગતિવિષય સમગ્ર ચૌદ રાજલોકમાં હોય છે. કારણ કે જીવનું ઉત્પત્તિસ્થાન સર્વત્ર હોય છે. અને આ બે શરીરો સંસારી જીવની સાથે સંસાર હોય ત્યાં સુધી અવિનાભાવિપણે હોય છે. એ સિવાય સમુદ્દાતની અપેક્ષાએ પણ વ્યાપીપણું લઈ શકાય છે.
૪. પ્રયોખનષ્કૃત મેવ—(૧) ઔારિક શરીરનું પ્રયોજન ધર્મ—અધર્મનું ઉપાર્જન, સુખ-દુઃખનો અનુભવ, કેવળજ્ઞાન કે મોક્ષાદિકની પ્રાપ્તિ છે. આ શરીરનાં આ કાર્યો—લાભો છે. આ લાભ જો પ્રાપ્ત થવાનો હોય તો આ શરીરવાળાને જ થાય.
(૨) એકમાંથી અનેક અને અનેકમાંથી એક, સૂક્ષ્મમાંથી સ્થૂલ અને સ્કૂલમાંથી સૂક્ષ્મ, આકાશમાર્ગે સ્વશરીરથી ગમનાગમન, શ્રીસંઘના કે અન્ય કોઈના પણ કાર્યમાં સહાય કરવી વગેરે વૈક્રિય શરીરનાં પ્રયોજનો છે.
(૩) શાસ્ત્રના સૂક્ષ્મ અર્થનો બોધ પામવા કે તેમાં પડેલા સંશયનું સમાધાન લેવા, કે જિનેશ્વરદેવની સમવસરણાદિકની ઋદ્ધિ જોવી, વગેરે કાર્યમાં ઉપયોગી આહા૨ક શરીર છે.
(૪) ભોજનને પચાવવાનું, તેજો અને શીત લેશ્યાને છોડવાનું અને જરૂર પડે તો કોઈને શ્રાપ કે અનુગ્રહ વરદાન આપવાનું કાર્ય તૈજસ શરીરના પ્રભાવે શક્ય બને છે.
(૫) મુખ્યત્વે અન્યાન્ય ભવમાં ગમન કરવાનું કાર્ય એ કાર્મણ શરીરનું ફલ છે. ટૂંકમાં કહીએ તો પાંચેય શરીરનું મુખ્ય પ્રયોજન પઉપભોગ છે.
૬. પ્રમાળત મેવ—મનુષ્યો, પશુ, પક્ષી બેઇન્દ્રિય વગેરે ક્ષુદ્ર જંતુઓ, વનસ્પતિઓ વગેરેનું શરીર ઔદારિક છે. હવે આ શરીર વધારેમાં વધારે કેટલું મોટું હોય? તે માટે શાસ્ત્રો કહે છે કે કંઈક અધિક એવા એક હજાર યોજન. આ માન પ્રત્યેક વનસ્પતિને આશ્રીને કહ્યું છે. પપ્રમાણાંગુલવડે એક હજાર યોજન ઊંડા સમુદ્રાદિ જલાશયોમાં, જે ભાગમાં ઉત્સેધાંગુલથી એક હજાર યોજનનું ઉંડાણ હોય ત્યાં ઉગતી કમળ વગેરે વનસ્પતિનું છે. અધિકતા જે કહી તે ફક્ત જળની સપાટીથી જેટલું ઉંચું રહે તેટલી સમજવી અને સ્વયંભૂરમણના મત્સ્યોનું શરીર પણ હજાર યોજનનું હોય છે.
વૈક્રિય શરીરની ઉંચાઈ એક લાખ યોજનથી કંઈક અધિક છે. આ માન દેવોને ઉત્તર વૈક્રિય અને મનુષ્યને લબ્ધિપ્રત્યયિક વૈક્રિય શરીરાશ્રયી સમજવું. આ વૈક્રિય શરીર દેવો અને મનુષ્યો બંને કરી શકે છે. માત્ર દેવો એ વખતે જમીનથી ચાર અંગુલ ઉંચા રહે છે. અને મનુષ્યો જમીનસ્પર્શી હોય છે. જેથી ‘કંઈક અધિક'ની સફળતા મનુષ્યાશ્રયી સમજવી.
તૈયાર થયેલા આહા૨ક શરીરની ઉંચાઈ એક હાથની જ હોય છે. તૈજસ અને કાર્યણનું માન ચૌદ રાજલોક પ્રમાણનું હોય છે. અને તે લોકની ચારેય બાજુ વ્યાપ્ત થઈને રહેલું સમજવું. આ પ્રમાણ કોઈ જીવ કેવલી સમુદ્દાત કરે અને પોતાના આત્મપ્રદેશોને સમગ્ર લોકવ્યાપી બનાવે ત્યારે તે આત્મપ્રદેશો તૈજસ કાર્મણથી સંનદ્ધ હોય છે તેથી ઉક્ત માન ઘટમાન બને છે.
૫૬૯. તત્ત્વાર્થસૂત્રમાં “નિરુપમોનમન્વત્' સૂત્ર દ્વારા અમુક અપેક્ષાએ કાર્યણને નિરુપભોગી કહ્યું છે. ૫૭૦. એક હાથની અપેક્ષાએ એક હજાર યોજનનું ક્ષેત્ર ૩૨ ક્રોડગણું થાય એટલે સંખ્યાતગુણ ક્ષેત્ર ગણાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org