________________
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આ આહારક શરીરની લબ્ધિ એક જીવને પોતાના સંસરકાળ દરમિયાન જુદા જુદા ભવની અપેક્ષાએ વધુમાં વધુ ચાર વાર પ્રાપ્ત થાય છે.
અહીં એક વાત ધ્યાનમાં રાખવી ઘટે કે ઉત્તરવૈક્રિય શરીર, ગુણપ્રત્યયિક વૈક્રિયશરીર અને આહારકશરીર રચવું હોય ત્યારે શરીર દ્વારા વૈક્રિય અને આહારક) સમુદ્યાત નામની આત્માની એક વિશિષ્ટ ક્રિયા થાય છે. એ ક્રિયા દ્વારા તે તે શરીરની વર્ગણાયોગ્ય પુદ્ગલોનું પોતાના આત્મપ્રદેશોથી અવગાહેલા ક્ષેત્રમાંથી ગ્રહણ કરે છે અને તેનાથી તે તે ઉત્તરશરીરો રચી શકે છે. એક જ વ્યક્તિ ભલે જુદાં જુદાં શરીરો રચે, પરંતુ મૂળ શરીરમાં રહેલા આત્મપ્રદેશોનો ઉત્તર શરીરના આત્મપ્રદેશો સાથેનો સંબંધ સાંકળની માફક અતૂટ રહે છે.
(૪) તૈજસ શરીર–જગતમાં તૈજસની જાતના ઉષ્ણ પુદ્ગલસ્કંધો રહેલા છે. તેવી જ જાતના પુદ્ગલસ્કંધોનું બનેલું જે શરીર તેને તૈજસ શરીર કહેવાય છે. આ શરીર ઘણું જ સૂક્ષ્મ શરીર છે. જેમ ઉપરના ત્રણેય શરીરને ઇન્દ્રિયો હોય છે, તેમ આ શરીરને ઇન્દ્રિયો હોતી નથી. અમુક જાતનો વિશિષ્ટ આકાર છે એવું પણ નથી. સામાન્ય આકાર ભલે હોય. આ શરીર અતિ અવિકસિત એવા સૂક્ષ્માતિસૂક્ષ્મ (નિગોદ) જીવથી માંડીને અતિવિકસિત હરકોઈ સંસારી જીવમાં રહેલું છે. અને આપણી સામાન્ય છાઘસ્થિક દૃષ્ટિથી અગોચર છે. (પ્રાયઃ) આ શરીર અન્ય શરીર (ઔદારિક, વૈક્રિય)ની સાથે જ રહેવાવાળું છે. તમામ જીવોને અનાદિકાળથી મોક્ષે જવાના અંતિમ સમય સુધી અવિરતપણે આત્માની સાથે ઓતપ્રોત થઈને રહેલું હોય છે. સ્વ-સ્વ શરીરથી વ્યાપ્ત થઈને તે રહી શકવાવાળું છે. જીવની સાથે જન્મજન્માંતરમાં સાથે જ રહેવાવાળું છે. જો એ ન હોય તો જન્મતાંની સાથે જ જીવથી ગ્રહણ કરાતા આહારનું પાચન ન થાય અને શરીર બંધાય નહિ.
આ શરીરનું કાર્ય શું છે? તે જોઈએ—આ શરીરના કારણે શરીરમાં ઉષ્ણતા રહે છે. આપણા શરીરમાં જે ગરમી હોય છે તે મુખ્યત્વે તો આના પ્રભાવે જ હોય છે. આયુર્વેદમાં જઠરાગ્નિ’ તરીકે જે કહેવાય છે તે આ શરીરનો જ અગ્નિ છે. શરીરના આારાદિકને પચાવવામાં આ જ શરીરની મદદ છે. આ શરીર નિગ્રહ અને અનુગ્રહ પણ કરવાવાળું છે. એટલે કે જીવને તપશ્ચય વગેરે શુભ પ્રવૃત્તિ દ્વારા તૈજસ લબ્ધિ કે શીત લબ્ધિ પ્રાપ્ત થઈ હોય તો તૈજસ લબ્ધિના પ્રભાવે પોતાના શરીરની બહાર તૈજસ–ગરમીને બહાર કાઢે. એટલે કે તાવ આવે છે, તે તૈજસ શરીર જે જઠરના સ્થાનમાં વધુ પ્રમાણમાં રહેલું હોય છે તેની જ ગરમી સમગ્ર શરીરમાં ફેલાઈ જાય છે, ને શરીર ગરમ ગરમ બની જાય છે, ને તાવ આવ્યો કહેવાય છે. તેજલેશ્યા દ્વારા સર્વત્ર ગરમી ફેલાવીને અનુગ્રહબુદ્ધિથી હિમથી થતા ભયંકર નુકશાનને અટકાવી શકે છે અથવા વિદ્વેષ બુદ્ધિ જાગે તો તેજસ સમુદ્દાત દ્વારા) શરીર બહાર કાઢેલા તૈજસ (અતિ ઉષ્ણ) પુદ્ગલસ્કંધો દ્વારા સામાને ભસ્મ કરી નાંખે છે. આ શરીર કોઈ પણ વસ્તુને ** ભસ્મીભૂત કરી શકવાને સમર્થ હોય છે.
પ૬૪. અષિ લોકો શ્રાપ આપીને ભસ્મીભૂત કરતા, તે આ તૈજસ લબ્ધિના પ્રભાવે. આમ તૈજસ શરીર શ્રાપ ને અનુગ્રહમાં, ઉષ્ણ ને શીત લેગ્યામાં કારણભૂત છે. એટલા જ માટે તત્ત્વાર્થરાજવાર્તિકમાં તૈજસ શરીરના નિઃસરણાત્મક અને અનિઃસરણાત્મક એવા બે ભેદો બતાવ્યા છે. એક અંદર રહીને અને બીજું બહાર નીકળીને કાર્ય કરનારું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org