________________
पांच शरीनुं विवेचन
રછ અને આ લબ્ધિ જેને હોય તેને, તેથી વિપરીત શીતલબ્ધિ પણ ભેગી જ હોય છે, એટલે અનુગ્રહ કે ઉપકાર બુદ્ધિથી સળગી રહેલી વસ્તુને ઠારી નાંખવા માટે, બળતાને શાંત કરવા માટે શીત પરમાણુઓનાં કિરણો છોડીને સામાને શાંત કરે છે. પોતાના શરીરને બળતું બતાવવું હોય, તેજમય બતાવવું હોય તો તે રીતે પણ ઉપયોગ કરી શકે છે, અને બરફથીએ અધિક ઠંડું બનાવવું હોય તો ય બનાવી શકે છે.
આમ બાળવાની અને ઠારવાની અને ક્રિયાઓ કરવાની વિશિષ્ટ લબ્ધિ-શક્તિ આ શરીર ધરાવે છે. " (૫) કાર્મણ શરીર–સંસારમાં આત્મા અને કર્મ આ બે વસ્તુ મુખ્ય છે. જેને પુરુષ અને પ્રકૃતિ કહે છે. આત્મા એ એક સ્વતંત્ર દ્રવ્ય છે. એનો પોતાનો મૂળ સ્વભાવ અનંત-જ્ઞાનમયદર્શનમય-ચારિત્રમય છે. તે અરોગી, અકષાયી, અનામી અને અવિનાશી વગેરે છે. પરંતુ કર્મ' નામના દ્રવ્ય વડે અનાદિથી યુક્ત થવાથી તેનો મૂળ સ્વભાવ કે સ્વરૂપ દબાઈ ગયેલ છે.
કર્મ શું છે? એ પ્રશ્નના ઉત્તરમાં કર્મ એ એક જાતના વિશ્વવ્યાપી કર્મયોગ્ય પુદ્ગલસ્કંધો છે. એ પુદ્ગલસ્કંધો પોતાની મેળે બીજાને નિગ્રહ કે અનુગ્રહ, સુખ કે દુઃખનું કરણ નથી બનતા, પરંતુ આત્મા જ્યારે શુભ કે અશુભ, સારા કે ખોટા, વિચાર–વાણી કે વર્તન દ્વારા પ્રવૃત્તિ કરે છે ત્યારે તે શરીરધારી આત્માની અવગાહનામાં રહેલા કર્મના સ્કંધો પોતે ખેંચાઈને જીવના આત્મપ્રદેશો સાથે જોડાઈ જાય છે. જોડાતાંની સાથે જ તે પુદ્ગલસ્કંધોમાં સુખદુઃખ વગેરે આપવાની એક જ શક્તિ-સ્વભાવ આવિર્ભાવ પામે છે. એ શક્તિના આવિભવ, સાથે સાથે એ શક્તિનો પ્રકાર, એની કાળમયદા, એનો પ્રભાવ અને એનું પ્રમાણ પણ નક્કી થાય છે. હવે આત્મા સાથે ક્ષીરનીરની માફક ઓતપ્રોત થયેલાં કર્મો યથાયોગ્ય સમયે પરિપાક થતાં તે કર્મોની સુખદુઃખ આપવાની શક્તિઓ ખુલ્લી થાય છે. અને જીવને તેનો યથાયોગ્ય અનુભવ કરવો પડે છે. જ્યાં સુધી સંસારમાં પરિભ્રમણ છે ત્યાં સુધી તેનું અસ્તિત્વ પણ રહે જ છે.
જીવોના વિચારો, વચનો અને વતનો પણ અનંત પ્રકારનાં હોવાથી કમ પણ અનંત પ્રકારનાં છે પણ અનંત પ્રકારોને વ્યક્ત કરવા, સાંભળવા અને સમજવા એ અશક્ય હોવાથી સર્વજ્ઞ ભગવંતોએ તેનું વર્ગીકરણ કરી નાંખ્યું. તે કરીને તેનો ૧૫૮ પ્રકારમાં સમાવેશ કર્યો. પછી ૧૫૮નું પુનઃ વર્ગીકરણ કરીને તેનો આઠ પ્રકારમાં સંક્ષેપ કર્યો એટલે સામાન્ય રીતે મૂળ કર્મ આઠ અને તેની ઉત્તર પ્રવૃત્તિ (પ્રકારો) ૧૫૮ થાય છે. આ ૧૫૮ પ્રકારનાં કમ-પ્રદેશો કે પરમાણુઓનો જે સમૂહપિંડ તેને જ “શરીર’ શબ્દ જોડીને-કાશ્મણશરીર' એવા નામથી શાસ્ત્રકારોએ ઓળખાવ્યું છે. એટલે કે આ શરીર કર્મના સમૂહરૂપ છે. આ શરીર પ્રત્યેક જીવાત્માઓના અસંખ્ય આત્મપ્રદેશો સાથે તેજસ શરીરની જેમ જ અનાદિકાળથી જોડાએલું છે. અને મોક્ષ પ્રાપ્તિના અન્તિમ સમય સુધી અવિરહપણે રહેવાવાળું છે. પણ એટલું વિશેષ સમજવું કે કર્મની ૧૫૮ની સંખ્યા ઠેઠ સુધી રહે છે, એવું નથી
- ૫૬૫. શીતલ એવા સમુદ્રમાંથી (વડવાનલ નામના) અગ્નિનો અને પાણીથી સભર વાદળામાંથી જેમ વીજળીનો ઉદ્ભવ થાય છે તેમ.
,
,
,
,
,
એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org