________________
पांच शरीरनु विवेचन
૬૨૬ વાયુકાયના જીવોને હોય છે. લબ્ધિ વડે ઉત્તરક્રિય કરવું હોય ત્યારે અથવા ભવપ્રત્યયિક વૈક્રિય શરીરને ઉત્તરવૈક્રિય રચવું હોય ત્યારે વૈક્રિય સમુદ્યાત નામની એક વિશિષ્ટ ક્રિયા કરવી પડે છે. અને તે દ્વારા તત્વાયોગ્ય પુદ્ગલ ગ્રહણ કરવું પડે છે, પછી જ શરીર રચી શકાય છે.
(૩) આહારક શરીર–આ શરીર સમગ્ર ભવ પતિનું નથી હોતું. વળી આ શરીરને મનુષ્યો જ જરૂર પડે ત્યારે બનાવી શકે છે. મનુષ્યોમાં બધા મનુષ્યો નહિ પણ ચારિત્ર લઈને ચૌદ પૂર્વધર, તથા મન:પર્યવ વગેરે જ્ઞાનને પ્રાપ્ત થયેલા, વગેરે યથાયોગ્ય લબ્ધિ-શક્તિ પ્રાપ્ત કરેલા હોય તેઓ જ કરી શકે છે. અને તેમાંય અમુક કારણ ઉપસ્થિત થાય ત્યારે જ. આટલું જરૂરી સ્પષ્ટીકરણ કરીને મૂળ વાત ઉપર આવીએ.
તથાવિધ લબ્ધિ-શક્તિધારી ચૌદ પૂર્વ જેવડા વિશાળ જ્ઞાનને પ્રાપ્ત થયેલા, શ્રુતકેવળીથી ઓળખાતા મુનિરાજો વગેરે વડે જે રાષ્ટ્રીય ગૃહતિ ગ્રહણ કરાય અથવા કેવલજ્ઞાની પાસે જીવાદિક સૂક્ષ્મ પદાર્થોના સંદેહોનું સમાધાન જે શરીર દ્વારા ગ્રહણ કરી શકાય, તેથી તેને આહારક શરીર કહેવાય છે.
આ શરીર કોણ ધારણ કરી શકે? આના અધિકારીઓ તરીકે શ્રુતકેવલી (ચૌદ પૂર્વધરો) ભગવંતો તથા ચૌદ પૂર્વના અવગાહન તેમજ તપશ્ચર્યા વગેરે દ્વારા ઉત્પન્ન થયેલી આમષષધિ વગેરે લબ્ધિવાળા મુનિવરો, મન:પર્યવજ્ઞાનીઓ તથા આહારક લબ્ધિવાળા જંઘાચારણ અને વિદ્યાચારણ વગેરે મુનિવરો છે.'
તેઓ શા માટે રચે છે? તે બાબતમાં એવું જણાવ્યું છે કે, કોઈ વખતે દ્રવ્યાનુયોગાદિના તાત્ત્વિક ચિંતનમાં સંદેહ પડ્યો અને એ સંદેહનું સમાધાન સ્વયં થતું ન હોય, અને સમાધાનની આતુરતા અને આવશ્યકતા અસાધારણ હોય; ત્યારે તે સમાધાન મેળવવા માટે રચે છે. એ માટે તે વખતે પોતાને સેવા તપશ્ચર્યા દ્વારા આહારક શરીર રચી શકાય તેવી લબ્ધિ-શક્તિ કે ગુણ જે આત્મામાં ઉત્પન્ન થયેલ છે, તે શક્તિદ્વારા રચે છે. અર્થાત્ પોતાના મનથી પોતાનું વીર્ય ફોરવે છે. ઝડપથી આહારક શરીર રચી શકાય એવા જગતમાં વર્તતા પુદ્ગલસ્કંધોને (સમુદ્યાત નામની આહારક એક વિશિષ્ટ ક્રિયા વડે) ગ્રહણ કરી, પોતાના જ મુઠી વાળેલા એક હાથ પ્રમાણ જેવડું નાનું જ શરીર રચી કાઢે છે. પછી પોતાના આત્મબળથી એ “આ નૂતન શરીરને નજીકમાં વિચરતા. કેવલી તીર્થકર કે કેવલી ભગવંત પાસે મોકલે છે. કેવલી તો કેવલજ્ઞાનના બળવડે આવેલા એ શરીરને જુએ છે ને આહારક શરીરી મુનિના સંદેહનું સમાધાન કેવલી ભગવંત બરાબર આપે છે. એ સમાધાન મળી જતાં તે શરીર પાછું આવી જાય છે અને ગ્રહણ કરેલાં આહારક શરીર પ્રાયોગ્ય પુદ્ગલ પરમાણુઓનું વિસર્જન કરી નાંખે છે. જેમ સમાધાન માટે શરીર ગ્રહણ કરે છે, તેમ જિનેશ્વરદેવના સમવસરણની ઋદ્ધિ જોવા માટે અથવા કોઈ જીવદયા વગેરેના મહાન લાભ માટે પણ આ શરીર રચે છે. આ શરીર વડે અંતર્મુહૂર્તમાં જ બધું કાર્ય આટોપી લેવાનું હોય છે.
આ શરીર અનુત્તર વિમાનના દેવોના મહાન શરીરથી પણ અધિક મનોહર કાન્તિવાળું, સ્ફટિક રત્નના જેવું અતિ નિર્મળ અને સ્વચ્છ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org