________________
६१२
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
૫૩૮
કરે છે. એક ભવનું આયુષ્ય પુરું થયા પછી જ બીજા ભવનું ઉદયમાં આવે છે. એક દેહ છોડીને બીજો દેહ ધારણ કરતાં એકથી ચાર સમય સુધીનું સમયાંતર રહે છે. પણ નવા ભવનાં આયુષ્ય કર્મનો ઉદય તો તે વખતે ચાલુ થઈ ગયો હોય જ છે. પણ શરીરસંયોગ ઉત્પત્તિનાં પ્રથમ સમયથી જ પર્યાપ્તિ બનાવતાં શરૂ થઈ જાય છે. સમગ્ર સંસારમાં અન્ય પ્રાણોના અસ્તિત્વમાં વિરહ પડે પણ આયુષ્ય પ્રાણનો વિરહ એક સમય પણ નથી પડતો. કારણ કે બીજા પ્રાણો તો ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થયા પછી ઇન્દ્રિય પર્યાપ્તિ પૂરી કરે ત્યારે પ્રાપ્ત થાય છે. એટલે બીજા પ્રાણોને ઉત્પન્ન થવામાં અંતર્મુહૂર્તનો સમય જોઈએ છે. આયુષ્યપ્રાણ પૂરો થતાં બાકીના બધા જ પ્રાણો (મરણની સાથે) ખતમ થઈ જાય છે. આગામી ભવમાં પોતાના શુભાશુભ કર્મના હિસાબે જે જન્મમાં જેટલા પ્રાણ મળવાના હોય તે જન્મમાં તેટલા મેળવી લે છે. કયા જન્મમાં કયા જીવને કેટલા પ્રાણ હોય ? તે વાત કરીને ગાથાનો વિશેષાર્થ પૂરો કરાશે.
કયા જીવને કેટલા પ્રાણ છે?—એકેન્દ્રિયોને પાંચ ઇન્દ્રિય પ્રાણોમાંથી માત્ર એક જ સ્પર્શન ઇન્દ્રિય, ત્રણ બલમાંથી કાયબલ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય આ ચાર જ પ્રાણ હોય છે. બેઇન્દ્રિય જીવોને એ જ ચાર ઉપરાંત રસના (જીભ) ઇન્દ્રિય અને વચનબલ વધારે હોવાથી છ, ત્રીન્દ્રિયોને એ જ છ, ઉપરાંત ઘ્રાણેન્દ્રિય (નાસિકા) અધિક હોવાથી સાત, ચઉરિન્દ્રિયને એ જ સાત, ઉપરાંત ચક્ષુઇન્દ્રિય એક વધવાથી આઠ, અસંશિ પંચેન્દ્રિયને આઠ ઉપરાંત એક શ્રોત્રેન્દ્રિય અધિક હોવાથી નવ અને સંશી પંચેન્દ્રિયને મનોબલ અવશ્ય હોય છે માટે તેને દશેદશ પ્રાણ હોય છે.
જીવનો સામાન્યતઃ વિકાસક્રમઃ પણ એવો જ છે કે તે ધીમે ધીમે વધુ પ્રાણ મેળવતો આગળ વધે છે. પણ પ્રાણનો વિકાસક્રમ શરીરમાં નીચેથી ઉપર જતો હોય છે. શરીર પછી રસના જ, રસના પછી જ નાસિકા એ રીતે.
૫૩૮. એકેન્દ્રિય વગેરે જે જીવને જેટલા પ્રાણ હોય છે. તે પ્રાણોમાં આયુષ્ય સિવાય બીજા પ્રાણોનું એક ભવથી બીજા ભવ વચ્ચે અંતર પડે છે. પણ આયુષ્યનું જરા પણ અંતર પડતું નથી. પાંચ ઇન્દ્રિયો રૂપી એક ભવમાંથી બીજા ભવમાં ઉત્પત્તિસ્થાને પહોંચ્યા બાદ ઇન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થયા બાદ ઇન્દ્રિયપ્રાણ તૈયાર થાય છે. શરી૨૫ર્યાપ્તિ પૂર્ણ થયા બાદ શરીરબલ નામનો પ્રાણ તૈયાર થાય છે. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ થયા બાદ શ્વાસોચ્છવાસ પ્રાણ તૈયાર થાય છે. ભાષા પર્યાપ્ત પૂર્ણ થયા બાદ વચનબળ અને મનઃ પર્યાપ્ત પૂર્ણ થયા બાદ મનોબલ નામનો પ્રાણ તૈયાર થાય છે. આ રીતે એક ભવ પૂર્ણ થયા બાદ બીજા ભવની શરૂઆતથી બધાય પ્રાણની હાજરી હોતી નથી. વચ્ચે અંતર્મુહૂર્ત વગેરેનું આંતરું પડે છે. પરંતુ આયુષ્ય પ્રાણમાં એક સમયનું પણ અંતર પડતું નથી. એક ભવનું આયુષ્ય જે ક્ષણે સંપૂર્ણ ભોગવાઈ ગયું તેથી અનંતરક્ષણમાં આવતા ભવનાં આયુષ્યનો ભોગવટો શરૂ થઈ જાય છે. વક્રાતિ વડે એક ભવમાંથી બીજા ભવમાં ઉત્પન્ન થનાર જીવને વાટેવહેતા (અપાન્તરાલગતિમાં) બીજા કોઈ પ્રાણ નથી હોતા પણ આયુષ્યપ્રાણ તો આગામી ભવના આયુષ્યના ભોગવટાની અપેક્ષાએ અવશ્ય હોય છે. મરણનો સમય નજીક આવે ત્યારે, ઇન્દ્રિયો, વચનબલ, મનોબલ વગેરે પ્રાણો ઘણીવાર ક્ષીણ થઈ જાય છે પરંતુ આયુષ્યનામનો પ્રાણ તો જીવનના છેલ્લા સમય સુધી અવશ્ય હોય છે. વિશ્વમાં કોઈપણ સંસારી જીવ એવો નહીં મળે કે જેને આયુષ્ય પ્રાણનો ભોગવટો ન વર્તતો હોય, ઇન્દ્રિયાદિ બીજા પ્રાણો માટે તો ઉ૫૨ જણાવ્યા પ્રમાણે અંતર પડે છે. પણ આયુષ્ય પ્રાણનું અંતર એક સમય પણ પડતું નથી. બીજા પ્રાણ સિવાય જીવન ટકી શકે છે. પણ આયુષ્ય વિના જીવન ટકી શકતું નથી માટે બધાય દ્રવ્ય પ્રાણોમાં આયુષ્યપ્રાણ એ મુખ્ય છે. આ બધાય ઇન્દ્રિયાદિ દશ પ્રાણો જુદા જુદા કર્મના ઉદયથી પ્રાપ્ત થનારા હોવાથી દ્રવ્યપ્રાણ તરીકે ઓળખાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org