________________
तिबल-त्रणबलनी व्याख्या
૬૬ અને આયુનો સહકાર એ જ કારણ છે, તો તે વાત સર્વથા બરાબર નથી. આ પ્રાણમાં મુખ્ય હિસ્સો પુદ્ગલો જ ભજવે છે. પણ અલ્પજ્ઞો તેને પ્રત્યક્ષ ન જોઈ શકવાના કારણે અન્યથા બોલે તેથી તેની વાત કંઈ યથાર્થ નથી કરતી.
આ શ્વાસોચ્છવાસથી આ જીવતો છે કે મરેલો? તેની પરીક્ષા પણ આયુષ્યના અંતિમ ક્ષણે કરાય છે. એ જલદી ચાલે તો આયુષ્યનાં દલીયાનો જલદી ક્ષય મનાય છે અને માનવીનું મોત નજીક આણે છે.
સામાન્ય રીતે કહીએ તો જેનું શરીર સ્વસ્થ અને જેનો સંસાર શાંત અને સુખી, તેમનો શ્વાસોચ્છવાસ વ્યાપાર સ્થિર, દઈ અને નિરાબાધ હોય છે. જેમકે દેવો. તેઓ ખૂબ જ સ્વસ્થ અને સુખી છે. તો તેમાંનો (નાનામાં નાનો) દેવ ૯૬ મિનિટના અંતરે એકવાર શ્વાસ લે છે.
અને જેનું શરીર અસ્વસ્થ અને જેનો સંસાર અશાંત અને દુઃખી હોય તો તેનો શ્વાસ ચંચળ, ઝડપી અને કષ્ટપ્રદ હોય છે. જેમકે નરકના જીવો. તેઓની શ્વાસક્રિયા પ્રતિક્ષણે અતિશીધ્ર ચાલતી હોય છે.
તાત્પર્ય એ કે સામાન્ય રીતે સુખી જીવોને શ્વાસની અનુકૂળતા અને દુઃખી જીવોને પ્રતિકૂળતા રહે છે.
સાડ-આયુષ્ય. આ દસમો પ્રાપ્ય છે. આ અંગેનું વિસ્તૃત વિવેચન તો આ જ ગ્રન્થના પૃષ્ઠ ૫૪૫ થી ૫૪૮ સુધીમાં આપ્યું છે. જેથી અહીંયા તો ટૂંકમાં જ અપાય છે. જીંદગી, જીવન, આઉખું, કે આયુષ્ય એ પ્રાણના જ પર્યાયો છે. આયુષ્ય એ એક પ્રકારના પુદ્ગલોના સમૂહરૂપ જ છે. એ પુગલોના આધારે તે કોઈ પણ એક દેહમાં શરીરધારી બનીને રહી શકે છે. કોઈ પણ પ્રાણીના જીવન દીપક ને જલતું રાખનાર આયુષ્ય કર્મનાં પુગલો જ છે. એથી જ તેને પ્રાણ તરીકે સંબોધેલ છે. એની રહેવાની કાલમર્યાદા, પુગલના જથ્થાનું પ્રમાણ એ બધું ગતજન્મના કર્મ ઉપર આધાર રાખે છે. એથી જ એના ૫°દ્રવ્યાયુષ્ય અને કલાયુષ્ય એવા બે ભેદ પડે છે. કાલાયુષ્યના અપવર્તનીય અને અનપવર્તનીય એવા બે ભેદ છે. વળી અનપવર્તનીયના સોપક્રમ અને નિરૂપક્રમ એવા બે ભેદ છે. અપવર્ણનીય આયુષ્ય સોપક્રમ જ હોય છે.
દ્રવ્યાયુષ્ય એટલે જેટલાં કર્મપુદ્ગલોને જીવ લઈને આવે તેટલાં પૂરાં કરીને જ મરે. આ એક નિશ્ચિત વાત છે. પણ કાલાયુષ્યમાં એટલે અમુક વરસ જીવવાની મર્યાદામાં પરાવર્તન જરૂર થઈ શકે છે. તેથી જ અકાળે પણ જીવન દીપક બુઝાઈ જાય છે. તે વખતે પણ આયુષ્યના સર્વ પુગલો તો અવશ્ય ક્ષય પામે, પરંતુ એમાં સર્વકાલસ્થિતિનો ક્ષય થતો નથી. પણ તે સ્થિતિ ટંકાઈ શકે છે. એ સ્થિતિ સાત પ્રકારના ઉપક્રમોથી તૂટવાની શક્યતા છે. આયુષ્ય ઘટવાના અસંખ્ય નિમિત્તો ડગલે ને પગલે ઉભાં થતાં હોય છે. પણ વધવાનું કોઈ નિમિત્ત વિશ્વમાં અસ્તિત્વ ધરાવતું નથી. અને એનું કારણ એ જ છે કે આયુષ્ય ગયા ભવમાંથી નિયત થઈને પછી જ જીવ આગામી ભવનો દેહ ધારણ
પ૩૬. અતીન્દ્રિય જ્ઞાનના વિષયભૂત હોવાથી. પ૩૭. અહીંથી થતા ભેદ-પ્રભેદો તથા આયુષ્યને લગતી અન્ય હકીકતો માટે જુઓ પૃષ્ઠ પ૪૫ થી ૫૪૮.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org