________________
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પણ તેથી તેનો વ્યાપાર થઈ શકતો નથી. એ માટે પર્યાપ્તિનું બળ મળવું જ જોઈએ ત્યારે ધમણ ક્રિયાશીલ બની શકે.
જેમકે–એક સૈનિકે સ્વકર્મના પ્રતાપે, સ્વતઃ બાણ છોડવાની શક્તિ તો મેળવી છે. પરંતુ ધનુષ્યગ્રહણાદિ ક્રિયાનો સહારો ન લે તો શક્તિ છતાં શક્તિનો વ્યાપાર ન કરી શકે. એ પ્રમાણે શ્વાસોચ્છવાસનામકર્મના પ્રતાપે શ્વાસોચ્છવાસ લઈ શકાય તેવી લબ્ધિ-શક્તિ (શ્વાસોશ્વાસ લબ્ધિ) મેળવી છે. પરંતુ શ્વાસોચ્છવાસાયપ્તિના સહકાર વિના શ્વાસપ્રાણ (લેવા-મૂકવાની ક્રિયા) રચી ન શકાય, એ ભળતાં જ પ્રાણ પ્રગટ થાય છે. આમાં શ્વાસોચ્છવાસનામકર્મ, લબ્ધિ, પતિ અને પ્રાણ ચારેયના કાર્ય બતાવ્યાં. એમાં સામાન્યતઃ કર્મ, સાધન, લબ્ધિ –પયપ્તિ એ બધું સહકારણરૂપે છે, અને પ્રાણ કાર્ય છે.
શંકાશ્વાસોચ્છવાસનાં પુદ્ગલોને જીવ શું ઘાણનાસિકા દ્વારા જ ગ્રહણ કરીને, નાસિકા દ્વારા જ છોડે છે ?
સમાધાન ના. એવું નથી. એમાં વિકલ્પ છે. એક ઇન્દ્રિય, કિંઇન્દ્રિયવાળા જીવો જેઓને નાસિકા હોતી જ નથી, તેથી તેઓને આપણી માફક નાસિકા દ્વારા શ્વાસ લેવા મૂકવાનું ન હોવાથી અન્ય જોનારને બાહ્ય શ્વાસોચ્છવાસની ક્રિયા પ્રત્યક્ષ દેખાતી નથી. પણ શ્વાસોચ્છવાસ પ્રાણ તેને જરૂર હોય છે. હવે છે તો કઈ રીતે? તો સમજવું કે સમગ્ર શરીરના પ્રદેશો દ્વારા તેઓ શ્વાસોચ્છવાસનાં યુગલોને ગ્રહણ કરી, સમગ્ર શરીરમાં જ તે પુદ્ગલોને શ્વાસોચ્છવાસરૂપે પરિણાવી, અવલંબન લઈ સર્વ શરીર પ્રદેશથી વિસર્જન કરે છે. તાત્પર્ય એ થયું કે આ જીવો માત્ર નાસિકાથી જ નહિ પણ સવત્મિશરીર પ્રદેશદ્વારા શ્વાસોચ્છવાસ ગ્રહણ કરતા હોવાથી તેમને આભ્યન્તર શ્વાસોચ્છવાસ હોય છે.
જ્યારે નાસિકાવાળા જીવોને તો સ્પષ્ટ રીતે નાસિકાથી જ ગ્રહણ થાય છે. એ બહારથી દેખાય છે, તેથી તેને બાહ્ય શ્વાસોચ્છવાસ કહેવાય છે. પણ પ્રાણ રચવા માટે થતું પુદ્ગલોનું ગ્રહણ તો સવત્મિશરીર પ્રદેશ દ્વારા જ હોય છે. પણ આપણી સૂક્ષ્મ નજરથી તે, દેખાતા નથી. આને આભ્યન્તર શ્વાસોચ્છવાસ કહેવાય છે. એમને આ રીતે બંને પ્રકારના શ્વાસોચ્છવાસ ઘટાવાય છે
અહીંઆ એક વાત ખ્યાલમાં રાખવી કે શ્વાસોચ્છવાસમાં પુદ્ગલોનું ગ્રહણ, પરિણમન અને વિસર્જન બધું એક જ કાયયોગ એટલે સમગ્ર શરીરથી જ થતું હોવાથી તે (શ્વાસોચ્છવાસ) નામનો અલગ યોગ ન માનતાં તેનો કાયયોગમાં જ સમાવેશ કર્યો છે.
કોઈ એમ માનતું હોય કે મનુષ્યાદિ જે શ્વાસ ગ્રહણ કરે છે તેમાં માત્ર નાસિકા સાધન
પ૩૫. છલાંગ કે ઠેકડો મારવો હોય ત્યારે પ્રથમ કેડ દ્વારા શરીરને પાછળ ખેંચી જઈ, શરીર સંકોચન દ્વારા નવું બળ જાગૃત કરીને પછી જ ફાળ મારીએ છીએ. સામાન્ય રીતે રેલગાડી પણ પાછો ધક્કો લગાવીને પછી જ આગળ વધે છે. ધનુષ્ય પ્રક્ષેપ કરવું હોય ત્યારે તેને પ્રથમ કાન તરફ પાછું ખેંચી પછી જ છોડાય છે. તે રીતે શ્વાસોચ્છવાસના પુદ્ગલોને પણ તથા પ્રકારના પ્રયત્ન દ્વારા અવલંબન લઈને તે પુદ્ગલોને અવલંબન દ્વારા જ ઉત્પન્ન થયેલી વિસર્જન યોગ્ય શક્તિ દ્વારા શ્વાસ મૂકવાની સાથે સાથે તે પુદ્ગલોનું વિસર્જન થઈ જાય છે. વિસર્જનને જો સાધ્ય ગણીએ તો અવલંબનને સાધન કહી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org