________________
. थासोच्छ्वासनु स्वरूप अने पदार्थपणुं .
હૃ૦૬ ઉપરાંત અંધકાર, પ્રકાશ, પ્રભા, છાયા એ બધું જ દ્રવ્ય રૂપે છે અને તે પુદ્ગલ દ્રવ્ય તરીકે જ છે. અર્થાત્ બધા જ પદાર્થો છે, અને એ બધાયમાંથી મોજાં કે કિરણો નીકળતાં જ હોય છે.
ભાષા એ એક અદ્ભુત ચીજ છે. સમગ્ર જગતનો વ્યવહાર તેનાથી જ ચાલે છે. વર્ષો ન હોય તો શબ્દો ન બને, તે ન હોય તો વાણી ન બને. સારૂં કે નરસું કરવામાં મોટેભાગે ભાષા જ નિમિત્તરૂપે બને છે. માટે મળેલી બોલવાની શક્તિનો વિના કારણે દુર્વ્યય ન કરો, સારું બોલો, સત્ય બોલો, પથ્ય બોલો, પરિમિત બોલો, એઠે મોંઢે ન બોલો. વાણી એ વશીકરણ છે માટે સ્વપરના હિતમાં તેનો ઉપયોગ કરો. ભાષા પર ઘણું લખી શકાય. પણ પાઠ્ય ગ્રન્થમાં આટલું પર્યાપ્ત છે.
અંધકાર, પ્રભા કેવી રીતે પુદ્ગલ રૂપ છે? તેના વિષે વિવેચનને અહીં સ્થાન નથી.
I-ઝફ્ફર્વીસ–નવમા ઉચ્છવાસપ્રાણની વ્યાખ્યા કરે છે. આનું પૂરું નામ “શ્વાસોચ્છવાસ' છે. પણ ગાથા છંદનો મેળ કરવા અથવા તો ઉચ્છવાસ એ ઉર્ધ્વગમનશીલ છે. શ્વાસોચ્છવાસમાં લેવા-મૂકવાની બંને ક્રિયાઓ અન્તર્ગત છતાં લેવાની ક્રિયાનું પ્રાધાન્ય વિશેષ છે. માણસ જીવે છે કે નહિ? એનો સ્પષ્ટ અને શીધ્ર ખ્યાલ એ બધુંએ ઉચ્છવાસને જ આભારી હોવાથી “સા' નો કરેલો ટૂંકો પ્રયોગ કંઈ ખોટો નથી. અને ઉચ્છવાસ લીધો એટલે મૂકવાનો તો છે જ એટલે ઉચ્છવાસ પછી નિઃશ્વાસ તો અથપત્તિ ન્યાયથી સ્વયં આવી જ જાય છે.
શ્વાસ અને ઉચ્છુવાસની દેખાતી જે ક્રિયા તેને જ પ્રાણ કહેવાય. એની પ્રક્રિયા એવી છે કે શ્વાસોચ્છવાસ લેવામાં ઉપયોગી એવા (શ્વાસોચ્છવાસ વર્ગણામાંના) પુદ્ગલોને ગ્રહણ કરવા, ગ્રહણ બાદ શ્વાસોચ્છવાસરૂપે પરિણમાવવા કે અનુકૂળ કરવા) પછી જરા અવલંબન લઈને તે શ્વાસોચ્છવાસ લેવા મૂકવાનો વ્યાપાર કરવા દ્વારા વિસર્જન કરવા તેને પ્રાણ કહેવાય.
આ બધું શાથી બને છે? તો આઠ કર્મો પૈકી નામકર્મમાં શ્વાસોચ્છવાસ આ નામનું એક પેટા કર્મ છે. આ કર્મના ઉદયથી જીવોને ઉચ્છવાસની લબ્ધિ-શક્તિ પ્રાપ્ત થાય છે. આ ઉચ્છવાસ લબ્ધિ કે શક્તિથી જીવ શ્વાસોચ્છવાસનાં યુગલોને ઉચ્છવાસપણે પરિણાવી શ્વાસોચ્છવાસ લઈને મૂકી શકે તેવા પ્રકારની યોગ્યતાવાળાં બનાવી શકે છે. હવે એ યોગ્યતા પ્રાપ્ત યુગલો કે શક્તિને ઉપયોગમાં લેવી છે. કારણ કે તેનો ઉપયોગ ઉચ્છવાસ નિઃશ્વાસરૂપે કરવાનો છે, ને આ વ્યાપાર અન્યબળ–શક્તિની સહાય વિના થતો નથી. આ માટે જીવને શ્વાસોચ્છવાસ પયપ્તિ–શક્તિની અનિવાર્ય જરૂર પડે છે. આમ લબ્ધિ અને પર્યાપ્તિ બંનેના સહયોગથી પ્રાણ' (શ્વાસોચ્છવાસની ક્રિયા) ઉત્પન્ન થાય છે.
શ્વાસોચ્છવાસ લબ્ધિ ન હોય તો તેને શ્વાસોચ્છવાસ લેવાની શક્તિ કે યોગ્યતા ભલે હોય
પ૩૪. કેટલાક અંધકારને તેજનો અભાવ એનું નામ અંધકાર એમ કહે છે. કોઈ કોઈ એને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે એવું માનતા પણ નથી. પણ જૈનદર્શને તેને સ્વતંત્ર પુદ્ગલ દ્રવ્યપદાર્થ માન્યો છે. ઓલીવરલોજ નામના વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા નક્કી કરેલું કે અંધકાર એ દ્રવ્ય-ચીજ છે. જો આ પ્રયોગોમાં મોટા પાયા પર સફળતા મેળવીશ, ત્યારે ધોળા દિવસે પણ કોઈ પણ શહેરને હું અંધકારથી છાઈ દઈશ. આ ઉપરથી જૈન માન્યતાઓ સર્વજ્ઞકથિત જ છે તેની આથી વધુ પ્રતીતિ શું હોઈ શકે ? ૭૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org