________________
अपेक्षाए सर्व जीवो एकेन्द्रिय, पंचेन्द्रिय केवी रीते ?
હૃ૦૧ અપેક્ષાએ સર્વ જીવો એકેન્દ્રિય તથા પંચેન્દ્રિય કેવી રીતે? સર્વ સંસારી જીવોને ઉપયોગ–ભાવેન્દ્રિય (એટલે વિષયાવબોધ વ્યાપાર) એક સમયે એક જ હોય છે, તે અપેક્ષાએ સર્વ સંસારી જીવો એકેન્દ્રિય કહેવાય. કારણ કે પંચેન્દ્રિય જીવોમાં પાંચે ઇન્દ્રિયોનો ક્ષયોપશમ હોય, પાંચે દ્રવ્યન્દ્રિયો વિદ્યમાન હોય અને પાંચે ઈન્દ્રિયોના વિષયો “ઉપસ્થિત હોય છતાં ઉપયોગ તો એક સમયે એક જ ઇન્દ્રિયનો પ્રવર્તી શકે છે. પરંતુ એક સમયમાં બે ઇન્દ્રિયોનો ઉપયોગ કદિ ન હોઈ શકે. કેમકે જે સમયે ચક્ષુ ઇન્દ્રિયનો ઉપયોગ હોય ત્યારે બાકીની ચારનો ઉપયોગ ન જ હોય. જે ઇન્દ્રિયની સાથે જીવનું મન જોડાય, તે એક જ ઇન્દ્રિય પોતાનો વિષય ગ્રહણ કરવાને પ્રવૃત્તિમાન થાય છે. આત્મા સાથે મન, મન સાથે ઇન્દ્રિય અને ઇન્દ્રિય સાથે તેનો વિષય જોડાય છે. ઉપયોગ ભાવેન્દ્રિયની અપેક્ષાએ સર્વ જીવોને એકેન્દ્રિય તરીકે પણ સૂચવ્યા.
યદ્યપિ ઉપયોગની દષ્ટિએ એકેન્દ્રિય છે પરંતુ લબ્ધિ ઇન્દ્રિયની અપેક્ષાએ એક ઇન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના કોઈપણ જીવને એક સમયે પાંચ ઇન્દ્રિયની લબ્ધિ હોઈ શકે છે. કારણકે સર્વ સંસારી છવસ્થ જીવોને મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમરૂપ લબ્ધિ પાંચે ઇન્દ્રિયોની હોય છે, એટલે એ અપેક્ષાએ સર્વ સંસારીજીવોને પંચેન્દ્રિય તરીકે ઓળખાવી શકાય છે.
તો પછી બેઈદ્રિય તેઈન્દ્રિય વહેવાર કેમ થાય છે? તો તે વહેવાર તો દ્રવ્યન્દ્રિયની અપેક્ષાએ કરાય છે.
શંકાતમે એક જ સમયે એક જ ઉપયોગ કહ્યો, પણ એક દષ્ટાંત એવું છે કે જેમાં એક જ સમયે પાંચે ઈન્દ્રિયોનો ઉપયોગ કે જ્ઞાન હોય છે તેનું શું? અને એ માટે એક દષ્ટાંત પણ મળે છે. જેમકે –
માથે વાળ ન હોય એવો કોઈ ટાલીયો માણસ, મધ્યાહ્નના સમયે, ઉઘાડા માથે અડવાણે
સુગંધીદાર, કડક. મધર અને સુંદર એવી લાંબી તલસાંકળી મુખમાં ખાતો ખાતો નદી ઉતરી રહ્યો હોય ત્યારે એકી વખતે પાંચ ઇન્દ્રિયોના વિષયોનો અનુભવ થઈ રહ્યો હોય છે. કેમકે બપોરના તડકાથી ઉઘાડા ટાલીઆ માથામાં ઉષ્ણસ્પર્શ અને ઉઘાડા પગે પાણીમાં ચાલતો હોવાથી શીતલ સ્પર્શનો અનુભવ થાય છે, આ સ્પશનુભવ સ્પર્શેન્દ્રિયનો વિષય છે. તલસાંકળી ગળી મધુર હોવાથી મધુરતાનો અનુભવ રસના જીદ્વાનો વિષયાનુભવ છે. તલસાંકળીમાં એલચી વગેરે સુગંધી દ્રવ્યો હોવાથી ધ્રાણેન્દ્રિયનો વિષયાનુભવ, તલસાંકળી લાંબી હોવાથી ખાતાં ખાતાં આંખથી તેના રૂપરંગને જોવાથી ચહ્યુઇન્દ્રિયનો વિષયાનુભવ અને કડક હોવાથી ખાતાં કચર કચર અવાજ થઈ રહ્યો છે તે શ્રોત્રેન્દ્રિયનો વિષયાનુભવ, આમ એકી સાથે પાંચે ઇન્દ્રિયોના વિષયોનું અસ્તિત્વ છે. તો પછી કોઈ પૂછે કે પાંચેયનો ઉપયોગ કેમ ન હોય ?
સમાધાન–આ દષ્ટાંત ઉપર ઉપરથી જોતાં બરાબર લાગે, પણ વસ્તુતઃ પરિસ્થિતિ એમ નથી.
પ૨૮. પાંચે ઇન્દ્રિયોના વિષયો ભલે વિદ્યમાન હોય, પણ ત્યારે ઉપયોગ તો એક જ વિષયનો હોય છે, તો પછી કયા વિષયનો, કઈ ઇન્દ્રિયનો પ્રથમ ઉપયોગ હોય? જવાબ એ કે, જીવનો અભિલાષ અથવા જે ઇન્દ્રિયના ક્ષયોપશમની પ્રબળતા અથવા જે ઇન્દ્રિયના ઉત્તેજક સાધનોની જેવી પ્રબળતા તે ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન પ્રથમ થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org