________________
હૃ૦૦
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह શકાય. તે રીતે બહારના આઘાત પ્રત્યાઘાતની અસર નિવૃત્તિ ઇન્દ્રિય (જેને કીકીની અંદરનો આંખનો પડદો)ને નુકશાન પહોંચે, એટલે પુદ્ગલગત જે શક્તિ તે હણાઈ જતાં પડદો હોવા છતાં તે ઇન્દ્રિયપ૪ નિરૂપયોગી બની જાય છે. આ રીતે એ વાત સ્પષ્ટ થાય છે. આથી શું થયું કે પ્રત્યેક ઇન્દ્રિયોમાં સ–રસાદિ વિષયગ્રહણ ત્યારે જ કરી શકાય કે તે પુદ્ગલોમાં તે તે વિષય ગ્રહણ શક્તિનું અસ્તિત્વ હોય. આ રીતે ઉપકરણેન્દ્રિયની સાર્થકતા સમજવી./
ભાવેજિયનું વર્ણન ભાવ=એટલે આત્મિક પરિણામ. ઇન્દ્રિય એટલે આત્મિક પરિણામ સ્વરૂપ ઇન્દ્રિય તે.
આ ભાવેન્દ્રિય બે પ્રકારે છે. (૧) લબ્ધિ અને (૨) ઉપયોગ. ૧. લબ્ધિ એટલે ઇન્દ્રિયોની શક્તિઓ. ૨. ઉપયોગ એટલે વિષય ગ્રહણ, અથવા વિષય વ્યાપાર. વિશેષ વ્યાખ્યા નીચે મુજબ છે.
લબ્ધિ ભાવેજિયતે તે ઇન્દ્રિયોના સ્પર્શ—રસાદિ વિષયોના જ્ઞાનની પ્રાપ્તિમાં અવરોધક (મતિજ્ઞાનાવરણાદિ) કર્મોનો (આત્માના પરિણામ રૂપે) જે ક્ષયોપશમ વિશેષ છે. અથવા જીવને ઇન્દ્રિયોદ્વારા તે તે વિષયોનો બોધ કરવાની જે “શક્તિ તે.
ઉપયોગભાવેજિય=પોતપોતાની જ્ઞાન-દર્શનાવરણીયના ક્ષયોપશમ રૂપ લબ્ધિ અનુસાર, તે તે વિષયોમાં આત્માનો જે જ્ઞાનપ્રવૃત્તિ રૂપ વ્યાપાર–ઉપયોગ પર તે–અર્થાત્ આત્મા જે વખતે જે ઇન્દ્રિયના ઉપયોગમાં વર્તતો હોય, તે વખતે તે ઉપયોગ ભાવેન્દ્રિય કહેવાય. ટૂંકમાં કહીએ તો અશદિ વિષયોને જાણવાની ક્ષાયોપથમિક શક્તિ તે લબ્ધિ ઇન્દ્રિય અને વિષયજ્ઞાનમાં પ્રવૃત્તિ તેપર°ઉપયોગ ઇન્દ્રિય.
પાંચ ઇન્દ્રિયો (૨૯ ભેદો) દ્રજિય(૧૯)
ભાવેન્દ્રિય (૧૦)
નિવૃત્તિ
ઉપકરણ
લબ્ધિ (૫) ઉપયોગ (૫)
આભ્યન્તર (૫) બાહ્ય (૪) આભ્યન્તર (૫) બાહ્ય (૫)
પ૨૪. આ રીતે નાસિકા એની આભ્યન્તર નિવૃત્તિ અખંડ છે, પણ જો નાકમાં શ્લેષ્મ કે મેલ જામ્યો હોય તો ગધજ્ઞાન જલદી નથી થતું.
પ૨૫. આની બીજી રીતે પણ વ્યાખ્યાઓ થાય છે. પ૨૬. ઉપયોગ એ આત્માનો પરિણામ વિશેષ છે અને તે જ્ઞાનદર્શન સ્વરૂપ છે.
પ૨૭. લબ્ધિ, નિવૃત્તિ અને ઉપકરણ ત્રણેય દ્વારા તે તે વિષયોનો સામાન્ય કે વિશિષ્ટ બોધ થાય તે પણ ઉપયોગ ભાવેન્દ્રિય કહેવાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org