SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ ६०२ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આપણા છાઘસ્થિક–અપૂર્ણ જ્ઞાનના કારણે, કે બુદ્ધિની પરિમિતતાને કારણે અનેક સમયોમાં થતું કાર્ય એક જ સમયમાં થયું એવો ભ્રમ થાય છે. અને હંમેશા ભ્રમજ્ઞાન એ અસત્ છે અને એથી એનો અનુભવ પણ અસત્ છે. હંમેશા ઇન્દ્રિયજન્યજ્ઞાન ક્રમિક જ હોઈ શકે છે. પણ આપણી ગ્રહણશક્તિની પામરતાના કારણે, “સમય” માનના સૂક્ષ્મકાળને જોવાની કે જાણવાની શક્તિના અભાવે અનેક સમયમાં થતું કાર્ય સમકાળે કે એક જ સમયે થયું હોય એવો આભાસ થાય તે સ્વાભાવિક છે. દાખલા તરીકે સો કમલનાં પાંદડાંને કોઈ વીરપુરુષ ભાલાથી વીંધે, ત્યારે પ્રતિપત્ર વીંધવાની ક્રિયા ક્રમશઃ જ બની છે. દરેક પત્રનો ભેદન સમય જુદો જ છે. એક પછી જ બીજું ભેદાય છે, એ નક્કર હકીકત છે. છતાં જોનારો સ્કૂલ નજરના કારણે એમ જ કહેશે કે, ના એકી સાથે જ, એક જ સમયમાં મેં ભેદી નાંખ્યાં. પણ આ અનુભવ ખોટો છે. ઉપયોગ જ્ઞાન એક સાથે એક જ ઇન્દ્રિયનું હોય છે. પાંચેયનું કદિ નથી હોતું. આભ્યન્તર નિવૃત્તિરૂપ પાંચે ઈન્દ્રિયોનાં સ્થાન, પ્રમાણ આકારાદિ 9– –(૧) સ્પશેજિયમાત્ર ઉપરની દેખાતી ચામડી એ સ્પર્શઇન્દ્રિય છે એમ નથી. પરંતુ ચામડીના ભાગની સાથે જ ઓતપ્રોત થઈને રહેલું ચક્ષુથી જોઈ ન શકાય તેવું પુદ્ગલોનું બનેલું એક સાવ જ પાતળું પડ છે, તે જ સ્પર્શ નામની ઇન્દ્રિય છે. આ ઇન્દ્રિય સમગ્ર શરીરના તમામ પ્રદેશોમાં વ્યાપીને રહેલી છે. બીજી ઇન્દ્રિયો જ્યાં જ્યાં છે ત્યાં પણ સ્પર્શ તો અવશ્ય હોય જ છે. વળી આ ઇન્દ્રિય અંદરના ભાગમાં, પણ ઉપરની જેમ વ્યાપીને સ્વશરીરાકારે રહેલી છે. અને એથી જ ઉપરની ચામડીને સ્પર્શન ઇન્દ્રિયના પ્રભાવે સ્પશનુિભવજન્ય શીતોષ્ણાદિનું જ્ઞાન થાય છે. તેમ ઠંડું જળ કે ગરમ ચા પીતાં અંદરના ભાગે પણ શીતોષણાદિનો અનુભવ થાય છે. (૨) રસનેન્દ્રિય–દેખાતી ઉપરની જીભ એ નથી. એ તો ઇન્દ્રિયને રહેવાનું સ્થાન-સાધન છે. ઇન્દ્રિય તો જીદ્દાની ઉપર અને નીચેના ભાગમાં જીભના પુદ્ગલ પ્રદેશ વચ્ચે ઓતપ્રોત થઈને રહી છે. પણ માત્ર જીભના વચલા ભાગમાં તે હોતી નથી. (૩) ઘ્રાણેન્દ્રિય–દેખાતી નાસિકા તે ધ્રાણેન્દ્રિય નથી. પરંતુ તેની અંદરના પોલાણમાં, ઉપરના ભાગમાં નાસિકાના માપ પ્રમાણે રહેલી ઇન્દ્રિય તે જ ધ્રાણેન્દ્રિય છે. (૪) ચક્ષુ ઇન્દ્રિય–દેખાતી ચક્ષુ કે કાકી એ ઈન્દ્રિય નથી. પરંતુ તેની અંદર કીકીના માપ પ્રમાણે વ્યાપીને રહેલી જે વસ્તુ તે જ ઇન્દ્રિય છે. (૫) શ્રોત્રેજિય–કાનનો ઉપરનો ભાગ તે કંઈ કર્ણ ઇન્દ્રિય નથી. પરંતુ કાનના અંદરના પડદામાં વ્યાપીને રહેલ પૌદ્ગલિક પદાર્થ તે શ્રોત્ર ઇન્દ્રિયરૂપે છે. પાંચ ઇન્દ્રિયો અત્યંત સૂક્ષ્મ હોવાથી આપણી ચર્મચક્ષુથી જોઈ શકાતી નથી. ર–પ્રમાણ-માપ–કળશ ઉપર સોનાનો ચઢાવેલો ગીલેટ કેવો પાતળો હોય છે. એમ આ પાંચેય ઇન્દ્રિયોનાં પૌદ્ગલિક પડ અત્યન્ત પતલા પરમાણુઓ (સ્કંધો)ના બનેલા છે. તે બધાયની જાડાઈ એક અંગુલના અસંખ્યાતમા ભાગની છે. પહોળાઈ અને લંબાઈ બધાયની એકસરખી નથી. નાસિકા, નેત્ર અને કર્ણ આ ત્રણ ઇન્દ્રિયોની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy