________________
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह કરશે ખરો, પણ ત્યાં સુધી તે કરણ અપર્યાપ્યો કહેવાય, તાત્પર્ય એ કે ઉત્પત્તિ સ્થાને સમકાળે સ્વયોગ્ય પયપ્તિઓની રચનાનો પ્રારંભ થયો છે તે જ્યાં સુધી સમાપ્ત ન થાય ત્યાં સુધી જીવ કરણ અપર્યાપ્યો કહેવાય છે.
પૂર્વોક્ત લબ્ધિ અપર્યાપ્ત–પર્યાપ્ત એ બંને જીવોને કરણ અપર્યાપ્તપણું હોય છે, એટલે લબ્ધિ અપર્યાપ્તા જીવો માટે વહેતાં એટલે મૃત્યુ અને ઉત્પત્તિ વચ્ચેના સમયે અને ઇન્દ્રિયાયપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ કરણ અપર્યાપ્તા કહેવાય છે.
એ પ્રમાણે લબ્ધિ પર્યાપ્તિો જીવ એક ભવમાંથી બીજા ભવમાં રવાના થાય ત્યારથી લઈને છ પયપ્તિની પૂર્ણ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તે કરણ અપર્યાપ્તા કહેવાય છે.
એમાં લબ્ધિ પર્યાપ્તા જીવ તો પ્રથમ કરણ અપર્યાપ્તા હોઈ, પર્યાપ્તિઓ પૂર્ણ કરશે ત્યારે તે કરણપર્યાપ્તો થવાનો જ છે, જ્યારે લબ્ધિ અપર્યાપ્તાને તો કરણપર્યાપ્તા થવાપણું હોતું જ નથી.
૪. કરણ પર્યાપ્ત–સમકાળે પ્રારંભેલી સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિઓને પૂર્ણ કર્યા બાદ જીવ કરણ પર્યાપ્તો કહેવાય છે. તે જોતાં લબ્ધિપર્યાપ્તો જ કરણપર્યાપ્તો થઈ શકે છે.
લબ્ધિ, કરણ, પર્યાપ્ત-અપર્યાપ્તની કાળ વિવક્ષા ૧. જીવનો લબ્ધિ અપર્યાપ્તાપણાનો કાળ, ભવના પ્રથમ સમયથી પૂિર્વભવથી છૂટે તે સમયથી] ઉત્પત્તિસ્થાને આવી ઇન્દ્રિયાયપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધીનો એટલે કે સર્વે મળીને અન્તર્મુહૂર્તનો થાય, જેથી વાટે વહેતા એટલે કે મૃત્યુ અને ઉત્પત્તિ વચ્ચેના સમયમાં પણ જીવ લબ્ધિઅપર્યાપ્ત હોય. આનો જઘન્યોત્કૃષ્ટકાળ અન્તર્મુહૂર્તનો છે.
૨. લબ્ધિપર્યાપ્તપણાનો કાળ ઉત્પત્તિના સમયથી પૂર્વભવથી છૂટે ત્યારથી લઈને નૂતન જન્મના અન્ય સમય સુધી એટલે જ્યાં સુધી જીવે ત્યાં સુધીનો છે. આમાં દેવ માટેનો ઉત્કૃષ્ટકાળ તેત્રીસ સાગરોપમનો અને મનુષ્ય માટેની ત્રણ પલ્યોપમનો સમજવો. આથી વાટે વહેતો જીવ એટલે મૃત્યુ અને ઉત્પત્તિ વચ્ચેના સમયનો જીવ પણ લબ્ધિપર્યાપ્તો કહેવાય. શાસ્ત્રમાં જ્યાં જ્યાં પર્યાપ્તા જીવો કહ્યા હોય તે લબ્ધિપપ્તા જે સમજવા. અને જ્યાં અપયપ્તિા કહ્યા હોય ત્યાં પ્રાયઃ લબ્ધિઅપર્યાપ્તા જાણવા. કારણ કે ક્વચિત્ કરણઅપર્યાપ્તાની અપેક્ષા રાખીને પણ વિવક્ષા કરી છે તેથી સ્પષ્ટતા કરી છે. લબ્ધિપતાનો ઉત્કૃષ્ટ કાળ વ્યાપક દૃષ્ટિએ સાગરોપમશતપૃથકત્વ કહ્યો છે. જ્યારે જઘન્ય અન્તર્મુહૂર્તનો છે.
૩. કરણઅપર્યાપ્તપણાનો કાળ ભવના પ્રથમ સમયથી લઈને સ્વયોગ્ય સર્વપયપ્તિઓ પૂર્ણ ન કરે ત્યાં સુધી એટલે સર્વ મળીને અન્તર્મુહૂર્ત. વાટે વહેતો પયતો જીવ પણ કરણઅપર્યાપ્તો ગણાય તે ધ્યાનમાં રાખવું.
૪. કરણપર્યાપ્તપણાનો કાળ અન્તર્મુહૂર્ત ન્યૂન સ્વસ્વઆયુષ્ય પ્રમાણ સમજવો. કારણકે જીવ વિવક્ષિત ભવમાં આવ્યા પછી અન્તર્મુહૂર્ત બાદ પયપ્તિઓ પૂર્ણ કરવાથી કરણપર્યાપ્તા થાય છે માટે લબ્ધિપયપ્તિાના આયુષ્યમાંથી પતિ પૂર્ણ કરવાના અન્તર્મુહૂર્ત કાળ સિવાયનો બાકીનો આખા ભવ સુધીનો કાળ દિવને જેમ અત્તમુહૂર્ત ન્યૂન ૩૩ સાગરોપમ, મનુષ્યને અન્તર્મુહૂર્ત ન્યૂન ૩ પલ્યોપમ] તે કરણપર્યાપ્તાનો સમજવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org