________________
लब्धि अने करण पर्याप्त अपर्याप्तना भेदो
19
પર્યાપ્તિઓ છે. લબ્ધિઅપર્યાપ્તા ગર્ભજ સંશી તિર્યંચપંચેન્દ્રિય તથા મનુષ્યને પણ એ જ ત્રણ પર્યાપ્તિઓ
છે.
લબ્ધિ પપ્તિા એકેન્દ્રિયને ચાર પર્યાપ્તિ, લબ્ધિ પર્યાપ્તા વિકલેન્દ્રિયને તથા અસંશી પંચેન્દ્રિય [તે સંમૂચ્છિમ તિર્યંચ] ને પાંચ પર્યાપ્તિ છે. સંમૂચ્છિમ મનુષ્યો લબ્ધિ પર્યાપ્તા ન હોવાથી તેની વાત અહીં કરી નથી.
લબ્ધિપર્યાપ્તા મનુષ્ય, ગર્ભજ તિર્યંચ, દેવો અને નારકીને છએ પર્યાપ્તિઓ હોય છે. કારણકે લબ્ધિપર્યાપ્તો તિર્યંચ મનુષ્ય અપૂર્ણ પર્યાપ્તિએ મરે નહિ અને દેવ, નારકી લબ્ધિ અપર્યાપ્તા હોતા નથી, પણ લબ્ધિ પર્યાપ્તા જ હોય છે, માટે તેઓ ઇષ્ટ પર્યાપ્તિ પૂર્ણ કરે જ.
લબ્ધિ અને કરણ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદો
પર્યાપ્ત સમાપ્ત થવાના કાળને અંગે જીવના પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ પડે છે. ત્યાં જે જીવ સ્વયોગ્ય [જેને જે હોય તે] પર્યાપ્તઓ પૂર્ણ કરીને મરણ પામે તે જીવ પર્યાપ્તો કહેવાય અને દિએ કરેલા નિષ્ફળ મનોરથની જેમ જે જીવ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વિના મરણ પામે, તો તે જીવ અપર્યાપ્તો કહેવાય, પર્યાપ્તપણું પ્રાપ્ત થવું તે પર્યાપ્ત નામકર્મના ઉદયથી હોય છે અને અપર્યાપ્તપણું અપર્યાપ્ત નામકર્મના ઉદયથી જીવને હોય છે. એમ જીવના પર્યાપ્તા અને અપર્યાપ્તા આ બે ભેદ મુખ્ય છે. અને આ ભેદમાં પુનઃ અવાન્તર ભેદો પણ છે અને એવા ભેદો ચાર છે. તે આ પ્રમાણે—
૧. લબ્ધિ અપર્યાપ્તાની વ્યાખ્યા— જે જીવ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વિના જ મરણ પામે તે જીવો પૂર્વભવમાં બાંધેલા અપર્યાપ્ત નામકર્મના ઉદયથી, જ્યારે લબ્ધિ અપર્યાપ્તો થાય ત્યારે એકેન્દ્રિયને પર્યાપ્તિ ચાર, છતાં ચાર પૂર્ણ ન કરતાં ત્રણ પૂર્ણ કરીને જ [ચાલતી ચોથીમાં] મરણ પામી જાય તેને લબ્ધિ અપર્યાપ્ત એકેન્દ્રિય કહેવાય. અહીં એટલું સમજવું જે પ``ત્રણ પર્યાપ્તિઓ તો કોઈ પણ જીવ પૂર્ણ કરે જ છે પણ ચોથી (એકે.ને) અથવા ચોથી, પાંચમી, (વિકલેન્દ્રિય, અસંશી પંચે.ને) અથવા ચોથી, પાંચમી, છઠ્ઠી એ ત્રણે પર્યાપ્તિઓ [સંશી પંચે ને] અધૂરી જ રહી શકે છે.
૨. લબ્ધિ પર્યાપ્તાની વ્યાખ્યા—જે જીવો સ્વસ્વયોગ્ય જે જે પર્યાપ્તિઓ હોય, તે પૂર્ણ કરીને જ મરણ પામે તે જીવોને [પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી કે પહેલાં પણ] લબ્ધિ પર્યાપ્તા કહેવાય. તેઓ પૂર્વભવબદ્ધ પર્યાપ્તિનામકર્મના ઉદયથી જ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી શકવા સમર્થ બને છે.
૩. કરણ અપર્યાપ્તાની વ્યાખ્યા— જે જીવે સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી નથી, પરંતુ પૂર્ણ
૫૧૧. પ્રથમની ત્રણ પર્યાપ્ત સર્વ જીવો અવશ્ય પૂર્ણ કરે અને શેષ પર્યાપ્ત કરે વા ન કરે. તેનું કારણ એ
છે કે જીવ ભવમાં વર્તતો હોય ત્યાંથી પરભવનું આયુષ્ય બાંધ્યા બાદ અંતર્મુહૂત તે જ ભવમાં રહી પછી મરણ પામીને પરભવમાં ઉત્પન્ન થાય છે. કારણ કે પરભવાયુષ્ય પ્રસ્તુત ભવમાં જ બંધાય અને એથી જ તે પરભવનું સ્થાન અહીં નિયત કરીને જ જીવ મરણ પામે છે. હવે આયુષ્યનો બંધ ઇન્દ્રિયપર્યાપ્ત પૂર્ણ કર્યા પહેલા થતો જ નથી. આ કારણે પ્રથમની ત્રણે પર્યાપ્ત પૂર્ણ કર્યા બાદ ચોથી અધૂરી રહે ત્યારે (અન્તર્મુહૂર્ત સુધી આયુષ્યનો બંધ કરી તેનો અન્તર્મુહૂર્ત અબાધાકાળ ભોગવવા જેટલું જીવી) મરણ પામે. એટલે ચોથી પર્યાપ્તિ તો અધૂરી જ રહે છે, માટે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org