________________
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह પરિણમાવી, બોલવું હોય ત્યાં સુધી અવલંબન લઈ પછી (બોલવાનું બંધ થાય એટલે) તે પુગલોનું અવકાશમાં વિસર્જન કરી નાંખે અથર્ તે પુદ્ગલ સ્કંધોને ત્યજી દે.
આ શક્તિ ઉત્પત્તિ વખતે જ જીવ એક અંતર્મુહૂર્તમાં જ પ્રાપ્ત કરી લે છે. પછી એ શક્તિને ભાષાપતિ ’ આ નામથી સંબોધિત કરાય છે. આ શક્તિ મેળવી લીધી એટલે જીવ હંમેશાને માટે બોલવાની ક્રિયામાં સમર્થ થઈ ચૂક્યો. હવે જ્યારે જ્યારે બોલવાનું મન થાય કે તરત જ જીવ આકાશમાંથી પુદ્ગલો અકલ્પનીય ઝડપે ગ્રહણ કરી વાણીરૂપે પરિણમાવી વચનરૂપે છોડે. તે પછી તે પગલોનું અકલ્પનીય સમયમાં આપોઆપ વિસર્જન થઈ જાય. ચેતન કે જડ દ્વારા ઉત્પન્ન થતા હરેક અવાજના યુગલો એક સેકન્ડના કરોડના ભાગમાં બ્રહ્માંડવ્યાપી બની જાય છે. તે તરત પાછા અવકાશમાં ભળી જાય.
૬. મન પતિ– વિચાર પણ એમને એમ નથી કરી શકાતો. એ માટે પણ એક પ્રકારની અગમ્ય શક્તિ-બળની જરૂર પડે છે, એ બળનો સહારો મદદ મળે તો જ વ્યક્તિ વિચાર અને પછીની કક્ષાનું ચિંતન-મનન પણ કરી શકે.
આ માટેની શક્તિ–બળનું નામ મનપયાપ્તિ છે. આ વિચાર કરવા માટે જે પુગલોની જરૂર પડે છે તે ઉપરની જેમ આઠ વગણા પૈકીની મનોવMણાનાં દલિકો–સ્કંધો છે.
જીવ ઉત્પત્તિ સમયે વિચારની તાકાત મેળવવા અન્તર્મુહૂર્ત સુધી અવકાશવર્તી મનોવર્ગણાનાં પુદ્ગલોનું આહરણ–પ્રહણ કરતો રહે, આવશ્યક પુદ્ગલોનો સંચય થતાં તે પુદ્ગલોને વિચારના રૂપમાં બદલાવે–પરિણમાવે–સંસ્કારી કરે, પછી વિચાર કરવો હોય ત્યાં સુધી અવલંબન રૂપે રાખી પછી વિચારધારા પૂર્ણ થતાં તે સ્કંધોનું વિસર્જન કરે. આ ક્રિયા પૂર્ણ થઈ એટલે મનઃપયપ્તિ પ્રાપ્ત થઈ ચૂકી. હવે જ્યારે જ્યારે વિચારોનું ગ્રહણ, પરિણમન અને વિસર્જન કરવું હોય ત્યારે ઉપરોક્ત પ્રક્રિયા થતી રહેવાની.
હવે કયા જીવને કઈ પર્યાપ્તિ હોય? એકેન્દ્રિય જીવોને આહાર–શરીર–ઇન્દ્રિય અને શ્વાસોચ્છવાસ, એ પ્રથમની ચાર પયપ્તિઓ હોય છે. વિકલેન્દ્રિય એટલે બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયને પાંચ પયાપ્તિ, અસંશી પંચેન્દ્રિયને સિંધૂ. ૫મનપયપ્તિ સિવાયની એ જ પાંચ પર્યાપ્તિ અને સંજ્ઞી પંચેન્દ્રિય એટલે જેને મન છે તેવા [ગર્ભજો જીવોને છએ પયપ્તિઓ હોય છે.
પર્યાપ્તિ અંગે વિશેષ વિચારણા વિશેષ વિચારીએ તો લબ્ધિ અપર્યાપ્તા જીવને ત્રણ પયાપ્તિ હોય છે, એટલે સર્વ અપર્યાપ્તા સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્ય અને અપર્યાપ્તા એકેન્દ્રિય, વિકલેન્દ્રિયને પ્રથમની ત્રણ
૫૧૦. સંજ્ઞા કે મને એક પણ નહીં છતાં તેઓની આહારાદિકની પ્રવૃત્તિ આહારસંજ્ઞાના કારણે સમજવી. અથવા અસંશીને પણ અલ્પ મનોદ્રવ્યોનું ગ્રહણ (ક્ષયોપશમરૂપ ભાવમન) છે અને તેથી તે ઈષ્ટકાર્યમાં પ્રવૃત્તિ અને અનિષ્ટમાં અપ્રવૃત્તિ કરે છે. પરંતુ એથી તેને મનઃપયતિ ન સમજવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org