________________
छ पर्याप्तिओनी व्याख्या
५७७
કરવામાં કે જીવન જીવવામાં પ્રબળ કારણભૂત છે. અને જીવન જીવવા માટે તે અસાધારણ રીતે આવશ્યક અને અનિવાર્ય સાધનરૂપ છે.
પર્યાપ્તિની સરલ સ્પષ્ટ વ્યાખ્યા આ પ્રમાણે છે—
પર્યાપ્તિ એટલે શક્તિ-સામર્થ્ય વિશેષ. આ શક્તિ પુદ્ગલ દ્રવ્યના સંચયથી પ્રગટ થાય છે. હવે એને સ્પષ્ટતાથી સમજીએ.
જીવ ગમે તે યોનિમાં ઉત્પન્ન થાય ત્યારે ઉત્પત્તિ સ્થાને રહેલાં જે પુગલોને પહેલી જ વાર ગ્રહણ કરે તે પુદ્ગલોનું શાશ્વત નિયમ મુજબ જીવ સમયે સમયે જે પુદ્ગલોનું ગ્રહણ કરતો રહે છે તેની સાથે જોડાણ થાય, આ જોડાણ થવાથી એક વિશિષ્ટ શક્તિ—કાર્યનું નિર્માણ થાય છે. આ શક્તિ જીવ જે જે પુદ્ગલોનું ગ્રહણ કરતો રહે, તે પુદ્ગલોને બે વિભાગમાં વહેંચી નાંખવાનું કાર્ય બરાબર બજાવે છે. એટલે ગૃહિત પુદ્ગલોમાંથી ખલ-મલાદિ પ્રકારને યોગ્ય પુદ્ગલો અલગ પાડી દે છે અને રસ પ્રાયોગ્ય હોય તેને તે રૂપે અલગ કરે છે. આવી પર્યાપ્તિઓ શક્તિઓ છ છે. તે આ પ્રમાણે—
છ પર્યાપ્તિઓની વ્યાખ્યા
૧. બહાર પર્યાન્નિ— ઉત્પત્તિ પ્રદેશે આવેલો જીવ જે શક્તિ વડે ઉત્પત્તિ સ્થાને રહેલા બાહ્ય (ઓજાહાર) આહારના પુદ્ગલોને ગ્રહણ કરે અને તે પુદ્ગલોને ખલ અને રસપણે પરિણમાવે તે શક્તિનું નામ આહાર પર્યાપ્તિ છે.
૫૦૫
ખલ એટલે આહાર પરિણમન' (પાચન)ની ક્રિયા દ્વારા આહારમાંથી મલ—મૂત્રાદિ રૂપે તૈયાર થયેલો અસારભૂત પુદ્ગલોનો સમૂહ અને રસ એટલે ખોરાકની પાચન ક્રિયામાંથી જ સાત ધાતુરૂપે પરિણમે તેવા સારભૂત પુદ્ગલોનો જલ ૧પ૦ જેવો ખોરાકમાંથી નિષ્પન્ન થતો પ્રવાહી રસ. આ રસમાંથી જ રૂધિર (લોહી), માંસ આદિ સાત ધાતુઓ બને છે અને આ કાર્ય હવે પછી જેની વ્યાખ્યા કરવાની છે તે શરીર પર્યાપ્તિ દ્વારા થાય છે.
ઉપરની વ્યાખ્યા વાસ્તવિક રીતે તો માત્ર ઔદિરક દેહની આહાર પર્યાપ્તને જ લાગુ પડે
૫૦૫. જે ગતિમાં જીવે જે શરીર ધારણ કર્યું હોય, તે શરીરનો મૃત્યુ થયા બાદ વિયોગ અને વિનાશ થઈ જાય છે અને એ સ્થૂલ શરીરમાં રહેલો જીવ જ્યારે પરલોકમાં વિદાય લે છે ત્યારે તેની સાથે તૈજસ’ અને ‘કાર્યણ’ આ નામથી ઓળખાતા બે સૂક્ષ્મ શરીરો હોય જ છે. આ બે શરીરો તો અનાદિથી જીવની સાથે રહેલા જ છે, અને મોક્ષ ન થાય ત્યાં સુધી તે રહેવાવાળા છે. જન્મ સ્થાને જીવ આ બન્ને શરીરો સાથે ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ જે આહારનું ગ્રહણ થાય છે તે મુખ્યત્વે તૈજસ કાર્પણ કાયયોગ વડે થાય છે. આહાર પર્યાપ્ત તે વખતે અવાન્તર કારણરૂપે હોય છે, પરંતુ આહાર પર્યાપ્તિનું પ્રધાન કાર્ય તો ઔદારિક નામકર્મ વડે ગ્રહણ કરેલા આહારના પુદ્ગલોમાંથી ઉપર જણાવ્યું તેવી યોગ્યતાવાળો બનાવવો એ છે.
૫૦૬. આપણા શરીરમાં મુખાદિ દ્વારા જે ખોરાક જાય છે તે પ્રથમ હોજરીમાં જાય અને ત્યાં ગયા બાદ શારીરિક ક્રિયાઓ થાય તેથી તેમાં વિભાગ પડી જાય. એક ખલરૂપે એટલે મલ—મૂત્રરૂપે અને બીજો રસ રૂપે.
૫૦૭, પ્રથમ જલ પ્રવાહી રસ થાય તે રસ ધાતુની પ્રારંભિક અવસ્થા છે. આથી તે અપવ રસને રસધાતુ રૂપે ન સમજવો. તે તો તે પછી તૈયાર થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org