________________
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
૫૦૨.
મનુષ્ય અને તિર્યંચગતિમાં ભવપ્રાયોગ્ય શરીર ઔદારિક છે અને દેવ તથા નરક ગતિમાં ભવપ્રાયોગ્ય શરીર વૈક્રિય છે. જ્યારે આહારક શરીર તો માત્ર ભાવચારિત્રવંત મનુષ્ય જ રચી શકે છે, એટલે કે ઉત્તમોત્તમ કોટિનો નિર્મળ સંયમી સાધુ જ રચી શકે છે. કોઈ સંસારી ગૃહસ્થોને આ શરીર ઉપલબ્ધ થતું જ નથી.
५७६
કેવળ તેજસ અને કાર્મણ શરીરને સ્વતંત્ર પ‰અંગોપાંગ કે ઇન્દ્રિયો નથી હોતી. પણ જે ઔદારિક, વૈક્રિય અને આહા૨ક શરીર અંગે તેમજ ઇન્દ્રિયો અંગે પર્યાપ્તિઓ કરી છે તે જ પર્યાપ્તિઓ તૈજસ અને કાર્મણ શરીર અંગે ઔદારિક વગેરે સાથે સમજી લેવાની છે.
આટલી ભૂમિકા જણાવીને હવે પર્યાપ્તિનું સ્વરૂપ શરૂ કરે છે પર્યાપ્તિ અંગેનું વિવેચન
જીવ એક ભવમાં મૃત્યુ પામે એટલે દેહનો ત્યાગ કરીને અન્ય ગતિમાં જન્મ લે છે. તે વખતે તેને ઉત્પન્ન થતાંની સાથે જ (પ્રથમ સમયથી જ) પોતાની જીવનયાત્રામાં ઉપયોગી થાય તેવી ઓછામાં ઓછી ચાર અને વધુમાં વધુ છ પ્રકા૨ની શક્તિઓ મેળવી લેવી જ જોઈએ, જો આ શક્તિઓ કે સાધનો ન મેળવે તો જીવનનું અસ્તિત્વ પણ ન રહે. આ શક્તિઓની સહાયતા હોય, તો જ જીવન જીવવાનું શક્ય બને. દેહધારીઓ માટે જીંદગી સુધી જીવવા માટે શક્તિની અનિવાર્ય જરૂર હોય છે. ખૂબી તો એ છે કે આ શક્તિઓ જન્મ પછી એક અંતર્મુહૂર્ત (એક મુહૂર્ત એટલે ૪૮ મિનિટથી ઓછો કાળ)માં જીવ પ્રાપ્ત કરી લે છે.
૫૦૪
આ શક્તિઓ વિવિધ પ્રકારના પુદ્ગલોના સમૂહમાંથી ઉત્પન્ન થતી હોવાથી વિવિધ પુદ્ગલોનો યથાયોગ્ય સંચય કરવા માંડે છે. આ “પુદ્ગલોને અથવા તો તેનાથી ઉત્પન્ન થતી (આહારાદિની ક્રિયા કરી શકાય તેવી) શક્તિને પર્યાપ્તિ કહેવાય છે.
આ સંચય જીવ કરતો હોવાથી જીવ એ કર્તા છે. પુદ્ગલોપચય દ્વારા જે શક્તિ પેદા થઈ તે શક્તિ વડે જ જીવ આહાર ગ્રહણમાં અને શરીરાદિ કાર્યોના નિવર્તનમાં સમર્થ બને છે. આથી એ વાત સ્પષ્ટ થાય છે કે આ શક્તિ એ જ જીવનનું કરણ છે.
આ પર્યાપ્ત કરણ વડે જ આહારાદિકનું સ્વસ્વ વિષયમાં પરિણમન–શરીરનિવર્તન વગેરે ક્રિયા
થાય છે.
આપણે જાણી આવ્યા કે પર્યાપ્તિઓ એ દેહધારી જીવોને, જીવન જીવવાની શક્તિને પ્રગટ
૫૦૨. આ શરીરનું વિશેષ વર્ણન ૩૪૪મી ગાથાના વિવરણમાં જોવું.
૫૦૩. તૈજસ અને કાર્પણ આ બે શરીરો, સંસારી જીવોની ઔદારિક વગેરે શરીરદિ કારણે જેવી આકૃતિ હોય છે તે આકૃતિને અનુસરે છે. કારણ કે આ શરીરો દૂધમાં સાકરની જેમ ભળેલા રહે છે. તેથી તેને સ્વતંત્ર અંગોપાંગનો સંભવ નથી. જ્યારે ઔદારિક, વૈક્રિય અને આહારક આ શરીરોની આકૃતિઓને જીવાત્મા અનુસરતો હોવાથી તેને અંગોપાંગ ઘટમાન છે અને તે અંગોપાંગ છઠ્ઠા ‘નામકર્મ’ નામની એક કર્મસત્તાના ઉદયથી હોય છે. તૈજસ કાર્મણ બંને શરીરો આપણાથી પ્રત્યક્ષ રીતે જોઈ શકાતા નથી. માત્ર અનુમાન ગ્રાહ્ય છે.
૫૦૪. પુદ્ગલ એટલે જેનામાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય તેવા પરમાણુ, અણુ પ્રદેશો કે સ્કંધો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org