________________
१७८
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह છે પણ વૈક્રિય% કે આહારક દેહની આહાર પયાપ્તિને લાગુ પડતી નથી. કેમકે આ બે શરીરમાં વિષ્ઠા, મૂત્ર અને સાત ધાતુઓ હોતી જ નથી. આ ફક્ત ઔદારિક શરીરમાં જ હોય છે માટે એનો સર્વ સામાન્ય અર્થ આ પ્રમાણે થાય
, ‘ગ્રહણ કરેલા આહારમાંથી શરીર રચી શકાય તેવી યોગ્યતાવાળા આહારને શરીર રચી શકાય તેવી યોગ્યતાવાળો કરે અને શરીર રચનામાં ઉપયોગી ન થઈ શકે તેવી અયોગ્યતાવાળા આહારને તેથી અલગ પાડી નાંખે તેનું નામ “આહાર પયપ્તિ.’
આ રીતનો અર્થ ત્રણેય શરીરની આહાર પર્યાપ્તિમાં ઘટી જશે. આ પયાપ્તિ એક જ સમયમાં પૂર્ણ થાય છે.
૨. શરીર પરિ– જીવ, પુદ્ગલ સમૂહમાંથી પ્રાપ્ત થયેલી જે શક્તિ વડે ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરને યોગ્ય રસીભૂત રસરૂપે બનેલા આહારના સૂક્ષ્મ પુદ્ગલોને સાત ધાતરૂપે અથવા શરીરરૂપે યથાયોગ્યપણે પરિણમાવે છે તે આ શરીરશક્તિ (પયપ્તિ)ના પ્રભાવે જ.
સાતધાતુથી શરીરની અંદર રહેલાં રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર (વીર્ય) આ સાત વસ્તુઓ સમજવી. રસ એટલે ખાધેલો ખોરાક હોજરીમાં જાય એટલે તેમાંથી પ્રથમ રસ બને–જાડા પ્રવાહીરૂપે બને, રસરૂપે બનેલા આહારમાંથી (સાતધાતુ પ્રાયોગ્ય એ પુદ્ગલોમાંથી) લોહી બને, લોહીમાંથી માંસ અને તેમાંથી મેદ (ચરબી) અને તેમાંથી અસ્થિ એટલે હાડકા બંધાય, પછી તેમાંથી મજ્જા બનવાનું કાર્ય શરૂ થાય અને છેવટે શુક્ર (વીર્ય) નામની ધાતુનું નિર્માણ થાય છે. તાત્પર્ય એ કે ખાધેલા ખોરાકમાંથી જ પેલી પયાપ્તિ ઉપરોક્ત સાત ધાતુઓ દ્રવ્યોને બનાવે છે. આ ઔદારિક દેહ સાત ધાતુઓથી બનેલો છે અને તેથી શરીરની ગતિ, પ્રગતિ, વૃદ્ધિ-પોષણ, રક્ષણાદિકમાં ઉપયોગી બને છે.
અહીં શરીર કાયયોગની પ્રવૃત્તિમાં સમર્થ થાય ત્યાં સુધીમાં શરીરની રચના થઈ જાય છે. આ રચના શરીર પયપ્તિએ કરી. એક અન્તર્મુહૂર્ત સુધી શરીર પયપ્તિએ શરીર રચના યોગ્ય પુગલોનું ગ્રહણ–સંચય કરવાથી શરીર-શક્તિ નિમણિ થવા પામી. માત્ર શરીર બન્યું એટલે ઇન્દ્રિયો વિનાનો ઢાંચો–આકાર તૈયાર થયો.
૩. ન્દ્રિય પરિ– શરીરપયપ્તિ વખતે સાત ધાતુ રૂપે પરિણમેલા આહાર (કે સાત ધાતુરૂપ દ્રવ્યો)માંથી જે જીવને જેટલી ઈન્દ્રિયો મેળવવાની હોય તે તે ઇન્દ્રિયોને યોગ્ય પુદ્ગલો તરત જ ગ્રહણ કરી ઇન્દ્રિયોરૂપે પરિણમાવે એટલે ઇન્દ્રિયોની રચના બની જાય. પછી તે ઇન્દ્રિયો પોતપોતાના વિષયજ્ઞાનમાં સમર્થ બની જાય એટલે ઈન્દ્રિયપતિની પરિસમાપ્તિ થઈ જાય. આ રચનામાં એક અન્તર્મુહૂર્ત કાળ જાય છે.
શરીર રચના સાથે સુસમ્બદ્ધ એવી આહાર, શરીર અને ઇન્દ્રિય આ ત્રણ પયપ્તિઓનું વર્ણન સમાપ્ત થયું.
૫૦૮. રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, (અસ્થિની અંદર રહેલો ચીકણો પદાથ) અને વીર્ય. આ સાતે ધાતુઓ તરીકે ઓળખાવેલ હોવાથી આ સાત ધાતુઓ કહેવાય છે. મૂલ વૈક્રિય શરીરમાં આ સાત ધાતુઓ નથી હોતી. ઉત્તર વૈદિયમાં અંત્તિમ ધાતમાં વિકલ્પ સંભવી શકે. આહારક શરીર તો સાતેય ધાતુઓથી રહિત હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org