________________
१६४
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह उत्तम चरमसरीरा, सुरनेरइया असंखनरतिरिआ । हुंति निरुवक्कमाऊ दुहा वि सेसा मुणेअव्वा ॥३३॥
સંસ્કૃત છાયાउत्तमचरमशरीराः सुरनैरयिका असंख्यायुष्कनरतिर्यञ्चः । भवन्ति निरुपक्रमायुष्काः, द्विधाऽपि शेषा ज्ञातव्याः ॥३३५।।
શબ્દાર્થ – હત્તમ ઉત્તમ
નિવમા નિરુપક્રમાયુષી રમશરીર અંતિમ શરીરવાળા
કુહ વિ સંસા-શેષ બન્ને પ્રકારના પણ ભાવાર્થ-વિશેષાર્થવત્ . ||૩૩૫
વિશેષાર્થ ઉત્તમ શબ્દથી મનુષ્ય જાતિમાં ઉત્તમ–પ્રધાન ગણાતા પુરુષોને લેવાનાં હોવાથી, દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણીકાળમાં અનાદિ નિયમ અનુસાર થનારા બાર ચક્રવર્તીઓ, નવ વાસુદેવો, નવ°પ્રતિવાસુદેવો, નવ બલદેવો અને “ચરમશરીરી’ એટલે જેને શરીર ધારણ “ચરમ કહેતાં છેલ્લું જ છે, ફરીને તેને સૂક્ષ્મ કે સ્કૂલ એકેય દેહ ધારણ કરવાપણું નથી રહ્યું, એટલે કે એ જ ભવમાં જેઓ મોક્ષે જવાવાળા છે તેવા આત્માઓ, જેમાં તીર્થકરો, ગણધરો, કેવલીઓ વગેરેનો સમાવેશ થાય છે, તે ઉપરાંત દેવગતિના સર્વ દેવો, નારકો, અસંખ્ય વર્ષના આયુષ્યવાળા યુગલિક મનુષ્ય-તિર્યંચો એ બધાય અનપવર્તનીય આયુષ્યવાળા છે.
બાકીના સર્વ મનુષ્ય-તિય જીવો બને પ્રકારના (અથવા ત્રણ પ્રકારના) એટલે નિરુપક્રમ અનપવર્તનીય, સોપક્રમ અપવર્તનીય (અને સોપક્રમ અનપવર્તનીય) આયુષ્યવાળા જાણવા. [૩૩૫]
ગવત –હવે અપવર્તનીય અને અનપવર્તનીયનો હેતુભૂત ઉપક્રમ તથા અનુપમ (અથવા નિરુપક્રમ) પ્રકાર અને તેની વ્યાખ્યાને કહે છે.
जेणाउमुवक्कमिज्जइ, अप्पसमुत्थेण इयरगेणावि ।
सो अज्झवसाणाई, उवक्कमोऽणुवक्कमो इयरो ॥३३६॥
૪૦. કોઈ પ્રતિવાસુદેવનું શલાકાપુરુષમાં. ગ્રહણ નથી કરતા, કોઈ ઉત્તમ શબ્દથી તીર્થકર, ગણધર, વાસુદેવ, બલદેવ ગ્રહણ કરે છે.
૪૯૧. લોકપ્રકાશ સર્ગ–૩, શ્લોક ૯૦, ચરમશરીરી અને શલાકાપુરુષો આમ જુદો જુદો ઉલ્લેખ કર્યો છે.
૪૯૨. તત્ત્વાર્થ બૃહદુવૃત્તિમાં દેવો, તીર્થકરો અને નારકોને જ નિરુપક્રમાયુષી કહે છે. શેષને સોપક્રમી અને નિરુપક્રમી બન્નેય કહે છે. આથી ઉક્ત યુગલિકો સોપક્રમી થઈ જાય છે, પણ તે બહુધા ઈષ્ટ નથી. વળી કોઈ તો દેવ અને અસંવ યુગલિકને અનપવર્તનીય નિરુપક્રમી કહે છે, જ્યારે ચરમશરીરીને જુદા પાડી તેને સોપક્રમી, નિરુપક્રમી અનપવર્તનીય આયુષી કહે છે અને શેષને ઉપરોક્તવત્ કહે છે. જેનો પડઘો કર્યપ્રકૃતિ “સદ્ધીનો ગુaો' ગાથાની ટીકામાં પણ પડ્યો છે.]
૪૩. જે અકાલ મૃત્યુ થાય છે તે કાલાયુષ્યથી જાણવું કારણ કે પ્રદેશાયુષ્ય તો સંપૂર્ણ ભોગવે જ છૂટકો થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org