________________
उपक्रम - अनुपक्रमना प्रकार अने तेनी व्याख्या
સંસ્કૃત છાયા—
येनायुः उपक्रम्यते आत्मसमुत्थेन इतरकेणापि । सोऽध्यवसानादिरूपक्रमोऽनुपक्रम इतरः ॥ ३३६॥ શબ્દાર્થ
નેગારું=જે વડે આયુષ્ય વમિા ઉપક્રમ થાય અળસમુત્થળ આત્માથી સારી રીતે ઉત્પન્ન થયેલા
ચોળાવિ=ઇતર વડે પણ મોઝાવસાળાર્ડને અધ્યવસાનાદિ ગળુવો પરો=અનુપક્રમ ઇતર
Jain Education International
.
ગવાર્થ પોતાના આત્માથી સમુત્પન્ન થયેલા આન્તરિક જે અધ્યવસાયાદિ હેતુવિશેષવડે, અથવા ઇતર એટલે બીજા વિષ–અગ્નિશસ્ત્રાદિકના બાહ્ય જે નિમિત્તો વડે આયુષ્ય ઉપક્રમ પામે—અર્થાત્ દીર્ઘકાલે વેદવા યોગ્ય આયુષ્ય સ્વલ્પ કાળમાં વેદી પૂર્ણ કરી શકાય તેવું વ્યવસ્થિત કરી નાંખે તે અપવર્તન હેતુભૂત ઉપક્રમ કહેવાય અને બીજો તેથી વિપરીત તે અનુપક્રમ (અથવા નિરુપક્રમ) જાણવો. ।।૩૩૬।।
५६५
વિશેષાર્ય ઉપક્રમ—અનુપક્રમની વ્યાખ્યા અગાઉથી જ વિશેષાર્થમાં જણાવી દીધી છે. પણ અહીં તો ગ્રન્થકારે પોતે જ ઉપક્રમ કોને કહેવાય તે ગાથાના પૂર્વાર્ધમાં બંને પ્રકારના હેતુઓ રજૂ કરીને સમજાવી છે. તે હેતુનો ઉત્તરાર્ધમાં ઉલ્લેખ પણ કરેલો છે અને સાથે સાથે ઉપક્રમથી વિપરીત એટલે જેમાં ઉપક્રમનો અભાવ છે તે અનુપક્રમ કે નિરુપક્રમ છે, તે પણ જણાવ્યું છે, જે અર્થપત્તિથી સ્વાભાવિક રીતે સમજી શકાય તેવું છે.
અહીં એક બીજી વાત પણ સમજી લેવી જોઈએ કે અપવર્તનીય આયુષ્ય તો જાણે સોપક્રમી જ હોય, પરંતુ અનપવર્તનીય આયુષ્ય તો નિરુપક્રમી જ હોય, એવું આપણે જડબેસલાક રીતે સમજી આવ્યા છીએ, પણ એમાંય અપવાદ છે. સર્વથા એવું નથી. જેનો ઇસારો ગાથા ૩૩૪ની ટિપ્પણીમાં કર્યો છે; ને ત્યાં જણાવ્યું છે કે ક્વચિત્ ઉપક્રમ પણ લાગે છે. ઉપરાંત બીજું સમજવાનું એ છે કે આ આયુષ્યમાં ઉપક્રમ ઊભો ક્વચિત થાય. પ્રત્યક્ષ દેખાય પણ ખરો, પણ તે નિશ્ચિત થયેલી આયુષ્યની દોરીને ટૂંકાવવાનું કાર્ય લેશ માત્ર નથી કરતો, પણ તે માત્ર ત્યાં નિમિત્ત કારણરૂપે જ હાજર થયેલો હોય છે, નહીં કે ઉપાદાનરૂપે કે આયુષ્યનો ક્ષય કરવારૂપે. અલબત્ત સ્થૂલજ્ઞાન કે દૃષ્ટિવાળાને એવો ભાસ થાય, પણ વાસ્તવમાં સૂક્ષ્મદૃષ્ટિવાળાને તેવો ભાસ નથી થતો. કારણ કે જેટલું આયુષ્ય હતું તે કુદરતી રીતે ક્રમશઃ જ ક્ષય થઈ રહ્યું હોય છે, એમાં બરાબર અન્નકાળે જ કોઈ ઉપક્રમ હાજર થઈ જાય ને છેલ્લું બે ચાર કલાકનું જે આયુષ્ય હોય તે ઉપક્રમની વેદના સાથે પૂર્ણ ભોગવી નાંખે (પણ જરા પણ હ્રાસ ન જ થાય) અને દશ્ય ઉપક્રમથી મૃત્યુ સર્જાયું એમ જોનાર કહે, પણ વાસ્તવિક તેવું નથી હોતું; ફક્ત તે તો સહયોગરૂપે જ રહે છે. આથી આયુષ્યના નીચે મુજબ પણ પ્રકારો પાડી શકાય.
For Personal & Private Use Only
www.jainelibrary.org