________________
अनपवर्तन आयुष्यनी व्याख्या
५६३
આ જીવને ગતજન્મમાં આયુષ્યના બંધકાળે તથાપ્રકારના તીવ્રકોટિના પરિણામ આવી જાય તો તે વખતે જન્માન્તર માટે ગ્રહણ કરાતા આયુષ્યના પુદ્ગલો મોટા પ્રમાણમાં ને મજબૂત જથ્થામાં પિંડિત કરીને ગ્રહણ કરે છે એટલે એ આયુષ્યનો બંધ ઘણો જ ગાઢમજબૂત પડે છે, જેને નિકાચિત નિરુપક્રમી અને આ ગાથાના શબ્દમુજબ અનપવર્તનીય બન્ધ કહેવાય છે. આવા આયુષ્યને કોઈ જ ઉપક્રમ લાગતો નથી, લાગે તો આયુષ્ય સ્થિતિનો એક સમય જેટલો પણ હ્રાસ કરવા શક્તિમાન બનતો નથી, આવું આયુષ્ય જીવને જન્માંતરમાં ઉદય આવે ત્યારે ક્રમે ક્રમે જ ભોગવાય છે, અર્થાત્ જેટલા વરસનું બાંધ્યું હોય તેટલા વરસ સુધી પૂરેપૂરું ભોગવીને સર્વાયુષ્યદલિકોનો ક્ષય કરીને પછી જ મૃત્યુ પામે છે. આમાં અપવર્તનને કોઈ સ્થાન નથી. આ આયુષ્યનો ભોગકાલ, બંધકાલની સ્થિતિમાં હ્રાસ નથી કરતો.
અહીં વાચકોએ ખ્યાલમાં રાખવું કે શુભ કર્મના સારા પરિણામનો તીવ્ર આનંદ આવે અને તેવા કર્મનો અનપવર્તનીય બંધ પડે તો તેનો વાંધો નથી, પણ અશુભ કર્મ કરતાં તેનાં તીવ્ર પરિણામ, ખોટી મસ્તી અને ઉચ્છંખલ આનંદ આવી ગયો તો એ કર્મનો ગાઢ બંધ પડશે અને એના ઉદય વખતે જીવને તેનાં તીવ્ર કટુ ફળો અવશ્ય ભોગવવાં પડશે; જે રોતાંય નહીં છૂટે; માટે અશુભ–પાપહિંસા, ક્રોધ, માન, માયા, લોભ અને વિષયવાસનાઓની અનિષ્ટ વિકારી પ્રવૃત્તિઓ કરવી પડતી હોય તો પણ તે વખતે તેમાં તલ્લીન બનવું નહીં; સંસારી પ્રવૃત્તિઓનો સર્વ વહેવાર અનાસક્તપણે ક૨વો.
અપવર્તનમાં, તીવ્ર આરંભ સમારંભની પ્રવૃત્તિથી કોઈ અશુભગતનું આયુષ્ય નિકાચિતપણે બંધાઈ ગયું, ને પછી તમો ગમે તેવી નિષ્પાપ પ્રવૃત્તિ કરો, સુકૃતનાં કાર્યો કરો પણ નિકાચિત થયેલું આયુષ્ય એક વખત તો દુર્ગતિએ ઘસડી ગયા વિના રહેતું નથી જે માટે શ્રેણિક આદિના દાખલાઓ પ્રસિદ્ધ છે.
શ્રેણિકથી ગર્ભવંતી મૃગલીના શિકારની ક્રૂર હિંસક પ્રવૃત્તિ કરીને જે વખતે આયુષ્યનો બંધકાળ આવ્યો ત્યારે નરકાયુષ્યનો નિકાચિત બંધ પાડી દીધો અને ત્યારપછી ખુદ તરણતારણહાર, ભુવનગુરુ, અહિંસા ને ક્ષમામૂર્તિ ભગવાન મહાવીરનો મહાપુણ્યયોગ થયો ને તેથી તીર્થંકર નામકર્મ પણ બાંધ્યું; પણ મરીને તેને નરકે તો જવું જ પડ્યું. આપણો પણ બંધકાળ ક્યારે આવી જશે તે ક્ષણનું જ્ઞાન નથી માટે સતિના અભિલાષીએ હંમેશા શુભભાવ, યાવત્ શુદ્ધભાવમાં તન્મય રહેવું. [૩૩૪]
અવતર અહીં અપવર્તનીય જીવો કોણ અને અનપવર્તનીય આયુષ્યવાળા કોણ તેને કહે છે.
૪૮૯. અહીં એક આપવાદિક બાબત શાસ્ત્રમાં નજરે પડે છે તે પણ કહેવી જોઈએ. વિશેષાર્થમાં કહ્યું કે અનપવર્તનીય આયુષ્ય હોય તેનો કદી હ્રાસ થતો નથી. પણ એક ઉલ્લેખ એવો મળે છે કે “અકર્મભૂમિના ત્રણ પલ્યોપમાયુષી યુગલિક તિર્યંચ–મનુષ્યો અંતર્મુહૂર્વકાળ પ્રમાણ આયુષ્યને છોડીને બાકીના અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમ આયુષ્યની અપવર્તના—હાસ કરે છે” જેથી શંકા થાય કે આ પ્રમાણે થવાથી તો સિદ્ધાન્ત ભંગ થાય છે. જો અનપવર્તન થાય તો તે આયુષ્યને નિરુપક્રમ કે નિકાચિત કેમ કહેવાય? નિકાચિત હોય તો તેમ બનવું જ ન જોઈએ. આનું સમાધાન ટૂંકમાં એ જ કે આયુષ્યના નિકાચિત બંધ યોગ્ય અધ્યવસાયો પ્રત્યેક સ્થિતિના અનુક્રમે અસંખ્યગુણ અસંખ્યગુણા છે. એથી આ આયુષ્ય એક જ સરખું નહિ પણ અસંખ્ય ભેદવાળું છે તેથી કોઈ કોઈ આયુષ્ય અપવર્તનાને પણ પામી શકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org