________________
ફર
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह આવા શિથિલબંધ ઉપર દેશ-કાળ એટલે કોઈ ક્ષેત્ર કે કોઈ કાળની અપેક્ષા પામીને, સ્નેહ ભયાદિજન્ય અધ્યવસાયાદિ ઉપક્રમો લાગે એટલે આયુષ્યની અવશ્ય અપવર્તન થઈ શકે છે. આથી શું થયું કે નવા જન્મમાં એકાએક શિથિલ બંધ નથી થયેલો, ગતજન્મમાં જ તેનો કારણ કાર્યભાવ થઈ ગયો છે એટલો ઉક્ત બને દોષનો અસંભવ છે.
અપવર્તન અને અનપવર્તનમાંનો ફરક અગાઉ બતાવ્યો છે છતાં પુનઃ દષ્ટાંતથી વિચારીએ તો, સરખાં ભીંજવેલાં બે ધોતિયામાંથી એકને બરાબર ખુલ્લું કરીને સુકવ્યું ને બીજાનો લોચો જ રાખી મૂક્યો. ખુલ્લું કરેલું જલદી સુકાઈ જાય અને લોચો વાળેલું વિલંબે સુકાય. અહીં જલનું પ્રમાણ બેયમાં સમાન છે. શોષણ ક્રિયા સરખી જ સમાન પરિસ્થિતિમાં જ ચાલે છે, છતાં સમયમાં ન્યૂનાધિકપણું કેમ થયું? તો વસ્ત્ર વિસ્તાર અને સંકોચના તફાવતને લીધે જ. અહીં જીવ આયુષ્યકર્મના પુદ્ગલોને, અપવર્તન કે અનાવર્તનમાં સરખા જ ભોગવે છે. (સમાન પ્રમાણ હોય ત્યાં) માત્ર અપવર્તનમાં આત્મા એક સાથે ભોગવી ક્ષય કરે છે ને અનપવર્તનમાં ક્રમશઃ ભોગવાય છે.
આ અપવર્તનીય આયુષ્ય સોપક્રમી જ હોય છે એટલે આ આયુષ્યનો ક્ષય બાહ્ય ઉપક્રમોના નિમિત્તથી જ થાય છે. જ્યારે અનપવર્તનીયમાં ઉપક્રમો નથી આવતા એમ નથી. આવે પણ ખરા, પણ ત્યાં તે ઉપક્રમો પોતાનું કશું જ બળ બતાવી શકતા નથી. જે વાત હવે પછીની જ ગાથામાં કહે છે. [૩૩૨–૩૩૩]
અવતારહવે પાંચમાં અનપવર્તન આયુષ્યની વ્યાખ્યા કહે છે.
जं पुण गाढनिकायणबंधेणं पुवमेव किल बद्धं । तं होइ अणपवत्तणजोग्गं कमवेअणिजफलं ॥३३४॥
સંસ્કૃત છાયા यत् पुनर्गादनिकाचनबन्धेन पूर्वमेव किल बद्धं । तद् भवति अनपवर्तनयोग्यं क्रमवेदनीयफलम् ॥३३४॥
શબ્દાર્થ નં પુ=જે વળી
નોનાં યોગ્ય નિશાળવઘi ગાઢ નિકાયના બંધથી
જમવેગળિsabi=ક્રમ વેદનીય ફળવાળું પુવમેવ વિર વછં પ્રથમથી જ ખરેખર
બાંધ્યું હોય યાર્થ— વિશેષાર્થ મુજબ. /૩૩૪||
વિરોષાર્થ – શિથિલ બંધવાળા અપવર્તનીય આયુષ્યની વાત કહી, હવે ગાઢબંધવાળા અને એથી જ અનાવર્તનીય કહેવાતા આયુષ્યની વાત કરે છે. - ૪૮૮. ઇલેક્ટ્રીકનો ચૂલો અને દેશી ચૂલા ઉપર સમાન પ્રમાણ પાણીની શોષણ ક્રિયાનું દર્શત પણ ઘટાવી શકાય. આ ઉપર તો અનેક દષ્ટાંતો મળી આવશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org