________________
आयुष्यमां अपवर्तननु कार्य
૬૬૬ એકી સાથે જ ઉદયમાં લાવી દઇને અ૫ કાળની અંદર જ વેદી–ભોગવી નાંખે, એટલે કે અનુભવ કરીને ક્ષય કરી નાંખે છે. એટલે સો વરસ સુધી જીવી શકનારો અંતર્મુહૂર્તમાં પણ પ્રાણત્યાગ કરી શકે છે. આવા પ્રકારના, મૂલસ્થિતિમાંથી પરાવર્તન પામનારા આયુષ્યને અપવર્તનીય આયુષ્ય કહેવાય છે. ગયા ભવમાં બંધકાળે મન્દ અધ્યવસાય આવવાથી પ્રસ્તુત આયુષ્ય શિથિલબંધે બાંધેલું હતું. કોઈ વખતે પ્રતિકૂળ ઉપક્રમાદિ નિમિત્તો મળતાં જ દીર્ઘકાલીન સ્થિતિમાં ધક્કો વાગે ને અનુદિત આયુષ્ય પ્રદેશો આત્મપ્રયત્નવડે સપાટી ઉપર આવી જાય અને તેને જીવ ભારે વેગથી શીઘ ભોગવી નાંખે અને ઊભોગ પૂરો થતાં શરીરથી આત્મા છૂટો પડી ગત્યન્તરમાં જન્મ લેવા ચાલ્યો જાય.
કોઈ શંકા કરે કે દીર્ઘ સ્થિતિને ટૂંકી કરવાનું વિચિત્ર પરાવર્તન આ એક જ કર્મમાં બને છે કે બીજામાં પણ થાય છે? તો આ અપવર્તના કરણ દરેક કર્મમાં થાય છે. અને સમસ્ત પ્રાણીઓમાં આવાં પરાવર્તનો બન્યા જ કરે છે, અને દીર્ઘકાળભોગ્ય કર્મોનો હ્રાસ કરી સ્વલ્પકાળભોગ્ય બનાવી દે છે.
શંક- વિદ્યાર્થી, આયુષ્ય કમદિકની અપવર્તનીય ઘટના જાણીને કહે છે કે તમારું આ કથન યથાર્થ નથી; કારણ કે આથી તો “કૃતનાશ અને છત્તીમ' નામનો દોષ ઊભો થાય છે, જ્યારે શાસ્ત્રવચન તો નિર્દોષ હોવું જોઈએ.
ત્યારે પ્રથમ તો આ દોષ શું છે? તે સમજી લઈએ, સૈદ્ધાત્તિક અને દાર્શનિક ગ્રન્થોમાં આવા દોષનું નિરૂપણ આવે છે. તેનો અર્થ એ છે કે, જે કાર્ય થાય તે સ્વયોગ્ય ફળ આપ્યા વિના જ જો નષ્ટ થઈ જાય તો શ્રતનાશ (કરેલાનો નાશ) દોષ કહેવાય. અને જે કાર્ય કર્યું જ નથી, છતાં તે કાર્યનું જે ફળ હોય તે ભોગવવાનું બને, આ કૃતામ (અકરેલાનું આગમન) દોષ કહેવાય. અર્થાત્ કારણ છતે કાર્યનાશ અને કારણઅછતે કાર્યોત્પત્તિ.
ઉક્ત દોષને ઘટાવતાં તે કહે છે કે, ગત જન્મમાં આયુષ્યકર્મ, જેટલી સ્થિતિનું બાંધ્યું હોય, તેટલી સ્થિતિનું ભોગવવું જ જોઈએ પણ અપવર્તનમાં તો હ્રાસ થતો હોવાથી ક્રમશઃ પૂર્ણ કાળ જેટલું ભોગવાતું નથી તેથી ‘કૃતનાશ’ બને છે. અને અપવર્તનમાં દીર્ઘકાલીન કર્મ પુદ્ગલોને સ્વલ્પકાળમાં જ ભોગવી નાંખવાની ક્રિયા થાય છે પણ તેટલા અલ્પકાળનું તો તે કર્મ બાંધ્યું નથી, તો પછી તે રીતે કેમ ક્રિયા સંભવી શકે? આથી “અકૃતાગમ’ થાય છે.
સમાધાન- આનું સમાધાન ઉપર આવી ગયું છે, છતાં ગ્રન્થકારનો જ જવાબ સમજીએ. તે ૩૨૮મી ગાથાના ઉત્તરાર્ધમાં “વંથલમUSવિ વદ્ધ સિદ્ધિ' આ જવાબ આપીને ઉક્ત દોષનો ઇન્કાર બતાવે છે. એનો અર્થ એ છે કે, ગત જન્મમાં આયુષ્ય બાંધ્યું ત્યારે તેના પરિણામ જ મન્દકોટિના હતા. તેથી ગ્રહણ કરાયેલા આયુષ્ય પગલો મજબૂતપણે જથ્થાબંધ ગ્રહણ થયા નહિ જેથી તે નબળા રહ્યા અને તેથી પ્રબલ પ્રયત્નથી ભેદ્ય બની ગયા. આથી આયુષ્યકર્મબંધ શિથિલ જ બંધાયો હતો,
૪૮૭. અહીંયા બંધકાળની સ્થિતિ કરતાં ભોગકાળની સ્થિતિ ઘણી ઓછી હોય છે. સામાન્યકાળ કરતાં યુદ્ધકાળે, ભયંકર રોગચાળો ચાલતો હોય ત્યારે, આશ્ચર્યજનક અકાલ મૃત્યુના જે બનાવો બને છે, તે પ્રાયઃ અપવર્તનીય પ્રકારના આયુષ્યને આભારી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org