________________
૬૬૦
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह ગાથામાં જ આવી ગયો છે. વિસ્તૃત અર્થ આગળ કહેશે. અહીં તેનો સંક્ષિપ્ત અર્થ એમ છે કે, નિતનિ ૩૫%મન થાતતિ નિરુપમ | જે આયુષ્ય ઉપક્રમોનું નિમિત્ત બનવાનું નથી તે નિરુપક્રમ આયુષ્ય. જેને ગતગાથામાં “અનાવર્તન' શબ્દથી કહ્યું છે. બંને એકાઈકવાચક છે, અને ૩૫%A: સદ વર્તમાનમઃ તત સૌપ%| અર્થાત ઉપક્રમોના આઘાત-પ્રત્યાઘાતોનો ભોગ થનારું છે. જેને ગત ગાથામાં “અપવર્તન’ શબ્દથી કહ્યું છે.
કેટલાંક ગતિ અને સ્થાનો જ એવાં છે કે, જ્યાં ઉત્પન્ન થનારા જીવનું આયુષ્ય નિરુપક્રમી અથવા અનાવર્તનીય જ હોય છે. એવા જીવો કયા? તો દેવગતિમાં ઉત્પન્ન થનારા તમામ પ્રકારના દેવો, નરકગતિમાં ઉત્પન્ન થનારા નારકો અને અસંખ્ય વિષયુષી મનુષ્ય અને તિર્યંચો સમજવા. આ જીવોને ગમે તેવા ઉપદ્રવો કે સંકટો આવે તો પણ તેમનું અકાળે મૃત્યુ થાય જ નહીં પીડાઓ થવી હોય તો થાય; પણ પ્રાણત્યાગ તો સંપૂર્ણ આયુષ્ય પૂરું થયે જ થાય છે.
આ ચારે પ્રકારના નિરુપક્રમી જીવોને માટે એક જ નિયમ કે તેમના બાંધેલા આયુષ્યના છ માસ બાકી રહે કે તરત જ ત્યારે જ નારકો માટે પરભવાયુષ્યનો બન્ધ કરે; છતાં એક મત એવો પણ છે કે છ માસ એ ઉત્કૃષ્ટપણે સમજવા. પણ ત્યારે બંધ ન કરે તો જઘન્યથી મૃત્યુ આડું અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે પણ તે કરે.
બીજા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા એકેન્દ્રિયો, બેઇન્દ્રિયો, તેઇન્દ્રિયો, ચઉરિન્દ્રિયો, પંચેન્દ્રિયો જેઓ નિરુપક્રમાયુષવાળા છે, તેઓ પોતાના આયુષ્યનો ત્રીજો ભાગ શેષ રહે ત્યારે અવશ્ય પરભવાયુષ્યનો બંધ કરે છે. આ નિરુપક્રમાયુષીનો બંધકાળ કહ્યો.
એમાં સોપક્રમાયુષવાળા એકેન્દ્રિયો, બેઈન્દ્રિયો, તેઈન્દ્રિયો, ચઉરિન્દ્રિયો, પંચેન્દ્રિયો, પોતે પોતાના આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહે તે વખતે પરભવના આયુષ્યનો બંધ કરે છે. અથવા નવમો ભાગ (એટલે ત્રીજા ભાગના ત્રિભાગ) શેષ રહે ત્યારે બંધ કરે, તે વખતે બંધ ન કરે તો પાછો સત્તાવીશમો (એટલે ત્રિભાગ વિભાગ–ત્રિભાગ) ભાગ શેષ રહે ત્યારે અવશ્ય બંધ કરે.
સત્તાવીશમા ભાગે બંધ ન કરી શક્યો તો છેવટે મૃત્યુ વખતના અન્તિમ અન્તર્મુહૂર્તમાં તો કરે ને કરે છે, કારણ હવે છેલ્લો બંધસમય એ જ છે.
કેટલાક આચાર્ય મતાંતરે એમ કહે છે કે સત્તાવીશમે ભાગે બંધ ન થાય તો પછી છેવટના
૪૮૦. કોઈ આચાર્ય યુગલિકને માટે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ શેષ રહે ત્યારે પરભવાયુષ્યનો બન્ધ માને છે.
૪૮૧. પન્નવણાદિ સૂત્રમાં માત્ર ‘ત્રીજે, નવમે ભાગે’ પરભવાયુષ્ય બાંધે એવું કહ્યું છે, પણ તેનો અર્થ તો ૯૯ વરસવાળો ૩૩મે વરસે બાંધે એમ પણ થઈ જાય, પણ તે ઈષ્ટ નથી માટે ત્રીજા ભાગે નહિ, પણ ત્રીજો ભાગ શેષ રહે, એમ સમજવું. આ કથન સર્વને સંમત છે.
૪૮૨. સિમિા સિરિમા સિરિમારિમા રિમાને I [પ્રજ્ઞાપના.].
શેષ ત્રિભાગે એટલે ૩, ૯, ૨૭, ૮૧, ૨૪૩, ૭૨૯, ૨૧૮૭, ઇત્યાદિ જે આંક ત્રણ ત્રણ ગુણી હોય, તે રકમરૂપ ભાગની કલ્પના, તેને ત્રિભાગકલ્પના કહે છે.
૪૮૩. જુઓ, ભગવતી શતક ૧૪, ઉ૦ ૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org