________________
परभवायुष्यनो बंधकाल
१४६ શબ્દાર્થ વંયંતિ બાંધે છે
નિશ્ચમ નિરુપક્રમ માસસેલા છમાસ શેષ આયુષ્ય રહે | સોવમISHસોપક્રમાયુષી પરમવિયા=પરભવાયુષ્ય
હવઅથવા નાથાર્થ– (નિરુપક્રમાયુષી) દેવો–નારકો, અસંખ્યવષયુષી યુગલિક મનુષ્ય તથા તિર્યંચો (પોતાના ચાલતા ભવનું) છ% માસ આયુષ્ય બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. વળી શેષ જીવોમાં નિરુપક્રમાયુષી નિચ્ચે, પોતાના આયુષ્યનો શેષ ત્રીજો ભાગ બાકી હોય ત્યારે, અને જેઓ સોપક્રમાયુષી છે તે પોતાના આયુષ્યના શેષ ત્રીજા ભાગે પરભવાયુષ્ય બાંધે છે, પણ નિશ્ચય નહીં. એથી જ સ્વઆયુષ્યના બાકીના નવમા ભાગે, સત્તાવીસમે ભાગે. (એમ ત્રીજે ત્રીજે ભાગે) છેવટે સ્વઆયુષ્યના અન્તિમ અન્તર્મુહૂર્તમાં પણ પરભવ સંબંધી આયુષ્ય જરૂર બાંધે છે ૩૨૭–૩૨૮
વિરોણાગત ગાથામાં આયુષ્યની સાથે સંબંધ ધરાવતી સાત બાબતો જણાવી અને સાથે સાથે પ્રસ્થાન્તરથી આયુષ્ય અંગેની મીમાંસા કરી. હવે સાત બાબત પૈકી પહેલી બાબત વંધજાતની છે. પ્રસ્તુત ભવની અંદર પરભવના આયુષ્યનો બંધ ચારે ગતિ પૈકીના કયા જીવોને કયા વખતે થાય? તે વાત આ યુગ્મબને ગાથામાં કહે છે.
બંધકાલ સંબંધી થોડીક બીજી હકીકત સમજી લેવી જરૂરી છે. તે એ કે, અભ્યાસીએ એક સિદ્ધાંત સમજી રાખવો કે, કોઈ પણ જીવાત્માના પરભવમાં ઉત્પન્ન થવાના ભાવિસ્થાનનો સવાંગી નિર્ણય, તેના વર્તમાનભવમાં જ નિશ્ચિત થાય છે. અને એ નિર્ણય થયા બાદ જ વર્તમાન દેહ–ખોળિયું તજે છે. જ્યાં સુધી એ નિશ્ચય થયો ન હોય ત્યાં સુધી કોઈ પણ શક્તિ નથી, કે આ દેહમાંથી નીકળી શકે. કારણ કે જૈન સિદ્ધાંત પ્રમાણે જીવ (મુક્તિ ન થાય ત્યાં સુધી) સૂક્ષ્મ શરીરધારી તો હંમેશા રહે જ છે, પણ સ્કૂલ શરીરધારી પણ હંમેશાં હોય છે, માત્ર તફાવત એટલો કે એક ભવમાંથી બીજા ભવમાં જતાં ઉત્પન્ન થવાનું સ્થાન આડું અવળું હોય તો વધુમાં વધુ પાંચ સમય પૂલ દેહ વિનાનો રહે છે, બાકી કોઈ ને કોઈ ગતિયોનિ યોગ્ય શરીરને મેળવી જ લે છે. અને એ મેળવવા માટે તેને પૂર્વભવમાં જ નિર્ણય કરવો પડે છે. શરીર, એ તો જીવે કમરાજા પાસેથી લીધેલું ભાડૂતી ઘર છે. એની મુદત પૂરી થયે ખાલી કરી દેવાનું છે પણ તે પહેલાં જૂનું ઘર બદલીને નવા ઘરમાં જવું છે, તે ઘરની બંધી અગાઉથી કરી જ લે છે, જેથી એક દેહ છોડ્યા પછી તરત જ બીજા દેહમાં જીવ પ્રવેશ કરી જાય છે.
અહીં જીવોનો બંધકાળ ત્રણ જાતનો છે. ૧.–છ માસ શેષ રહે ત્યારે. ૨ અવશ્ય ત્રીજો ભાગ બાકી રહે ત્યારે અને ૩. ત્રીજે ભાગે.
ગાથામાં નિશ્ચિમ=નિરુપક્રમ અને સોશ્ચિમ સોપક્રમ શબ્દ વાપર્યો છે. તેનો અર્થ ટૂકમાં ગત
૪૭૮. આ વચન પ્રાયિક સમજવું. કારણકે ઠાણાંગ સૂત્રમાં અધ્યાય છઠ્ઠાની ટીકામાં છ માસ શેષ આયુષ્ય ન બાંધે તો ઘટાડતા યાવત્ છેલ્લા અત્તમુહૂર્વે પણ બાંધે એમ કહ્યું છે.
૪૭૯. કેટલાક ધર્મવાળાઓ મૃત્યુ પછી આત્મા આકાશમાં અદ્ધર રહે છે, અમુક વખત દેહ વિનાનો રહે છે. વગેરે કથન કરે છે પણ તે જૈનદર્શનસંમત નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org