________________
१४८
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह સમાધાન – ઉપરની શંકાનું સમાધાન એ કે, જેમ એક કોડિયામાં તેલ પૂરેલું હોય, જ્યોતિ ધીમે ધીમે બળતી હોય તો, તે દીવો યથાસમયે બળી રહે પણ કોઈ માણસ એ દીવાની વાટને સંકોરી જ્યોતિને મોટી કરે, તો તે જ દીવો ઝડપથી બળી જાય છે અને તેલનો સંપૂર્ણ ક્ષય થઈ જાય છે. તે વખતે તેલ પૂરું વપરાવા છતાં દીવો જલદી બળી ગયો એમ બોલીએ છીએ. વળી બીજું દૃષ્ટાંત એ કે એક ૧૦૦ હાથ લાંબી દોરી સીધી સળંગ મૂકી છે. એ દોરીને કોઈ એક છેડેથી સળગાવે તો તે ધીમે ધીમે બળતી. એના નિયમ મુજબ, યોગ્ય સમયે જ બળી જવા પામે. પણ એની એ જ ૧૦૦ હાથની દોરીને જો ગૂંચળું કરીને સળગાવવામાં આવે તો તો બહુ ઓછા સમયમાં સળગી ખતમ થાય.
ઉપરનાં દૃષ્ટાન્તો પ્રમાણે આયુષ્યમાં ઘટાવી લેવું જોઈએ કેસો વરસનું અનાવર્તનીય આઉખું બાંધીને આવેલો જીવ સમયે સમયે ક્રમશઃ આયુષ્યનાં કર્મ પુદગલોનો ક્ષય કરતો જાય અને વચમાં તે આયુષ્ય કર્મને કંઈ પણ ઉપક્રમો ન લાગે અથતિ અનુપક્રમ સ્થિતિ રહેતો તો પુરેપુરા સો વરસે જ તે મરણ પામે. પણ જન્માંતરમાં ૧૦૦ વરસનું આઉખું બાંધતી વખતે સાથે એવા પ્રકારના શિથિલ મનોભાવો ભળ્યા કે જેથી તે આઉખું બાંધ્યું હતું તો સો વરસનું જ પણ શિથિલભાવનું બાંધ્યું તો તેવા જીવને (આગળ ગાથા ૩૩૭માં જણાવ્યા મુજબ) જુદા જુદા પ્રકારના ઉપદ્રવો, આઘાત, પ્રત્યાઘાતો લાગે કે સો વરસ સુધી ચાલે તેવાં આયુષ્યપુદ્ગલોને મોટા મોટા જથ્થામાં ઝડપથી ભોગવીને ક્ષય કરી નાખે, તો થોડા વરસોમાં જ જીવનદીપક બુઝાઈ જાય, અરે! ભયંકર કોટિનો રોગ. અકસ્માત, શસ્ત્રાદિકનો ઘાત કે ભય વગેરે થાય તો અંતર્મુહૂર્તમાં પણ જીવનજ્યોત ખતમ થઈ જાય, જેને વહેવારમાં અકાળમૃત્યુ કહેવાય છે.
આ પ્રમાણે આયુષ્ય અંગેની ભૂમિકા જણાવી. [૩૨૬]
અવર-હવે એ સાતે આયુષ્યદ્વારોને ક્રમશઃ વિસ્તારથી વર્ણવે છે, તેમાં પ્રથમ બંધકાળ જે જીવોનો જેટલો હોય છે તેને ઘટાડે છે.
बंधंति देव-नारयअसंखनरतिरि छमाससेसाऊ । परभवियाउ सेसा, निरुवक्कमतिभागसेसाऊ ॥३२७॥ सोवकमाउआ पुण, सेसतिभागे अहव नवमभागे । सत्तावीसइमे वा, अंतमुहुत्तंतिमे वा वि ॥३२८॥
સંસ્કૃત છાયાबध्नन्ति देव-नारकाऽसंख्यनरतिर्यञ्चः षण्मासशेषायुषि । परभवायुः शेषा निरुपक्रमाः त्रिभागे शेषे आयुषः ॥३२७।। सोपक्रमायुष्का पुनः शेषत्रिभागे अथवा नवमभागे ।
सप्तविंशतितमे वा अन्तर्मुहूर्तेऽन्तिमे वाऽपि ॥३२८॥ ૪૭૭. અહીં ભીંજવેલા બે ધોતિયાનું તથા બાંધેલી અને છૂટ એવી ઘાંસની ગંજીનું પણ દષ્ટાંત ઘટાવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org