________________
तिर्यंच जीवोनी संक्षिप्त ओलखाण परिशिष्ट सं. ११
૪૬૬ તેઇજિયો સર્વ પ્રકારની કીડી, ધીમેલ, ઉધેઈ, લીખ, જય માંકડ, ગોકળગાય, ઈયળો, સાવા, કાનખજૂરા, છાણના ધાન્યના કીડા, ચોરકીડા, પાંચ પ્રકારના કુંથુઆ વગેરે આ જીવોને શરીર, જિલ્લા અને નાસિકા આ ત્રણ ઇન્દ્રિયો હોય છે.
ચઉરિજિયો-વીંછી, કરોળીયા, ભમરી, ભમરા, કંસારી, મચ્છર, તીડ, માખી, મધમાખી, પતંગીઆ, ડાંસ, મચ્છર, ખદ્યોત, વિવિધ રંગની પાંખોવાળા કીડા-જીવો, ખડમાંકડી આ જીવોને શરીર, જિલ્લા, નાસિકા અને આંખ એ ચાર ઈન્દ્રિયો હોય છે.
એકેન્દ્રિયથી લઈ ચઉરિન્દ્રિય સુધીના સર્વ જીવો સંમૂછિમ જ (ત નર-માદાના સંયોગ વિના સ્વજાતિના મલ-લાળ, મૃતકાદિના સંયોગે–સ્પર્શથી ઉત્પન્ન થનારા) હોય છે, પરંતુ ગર્ભજ નથી હોતા.
પંચેનિય–દેવ, નારકી, મનુષ્ય, અને તિર્યંચ એમ ચાર પ્રકાર છે. તેમાં દેવો ૧૯૮ ભેદે, નારકી ૭ ભેદ, મનુષ્ય ૩૦૩, તિર્યંચ ૪૮ ભેદે છે. પ્રથમના ત્રણનું વર્ણન કહેવાયું છે અને છેલ્લા તિયચપંચેન્દ્રિયનું હવે કહેવાનું છે.
તિર્યંચ પંચેજિયના મુખ્ય ત્રણ ભેદ છે : જલચર, સ્થળચર અને ખેચર. ૧. “જલચર' મુખ્યત્વે પાણીમાં રહીને જીવનારા તે તેઓ મત્ય, કાચબા, ગ્રાહ–મગર, શિશુમાર એમ મુખ્યત્વે પાંચ પ્રકારે છે.
૨. “સ્થલચર તે જમીન ઉપર ચાલનારા, તેના ત્રણ ભેદ છે, ચતુષ્પદજીવો તે એક-બે ખરીવાળા, જ્હોરવાળા તે ગાય, ભેંસ, વાઘ, હાથી, સિંહ બીલ્લી આદિ ચાર પગવાળાં, ૨-ઉરપરિસર્પો તે પેટવડે ચાલનારા ફણાવાળા-કણા રહિત સર્પો, આસાલીક, મહોરગ, અજગરાદિ, ૩-ભૂજપરિસર્યો તે ભૂજાથી ચાલનારા નોળીયા, ગરોળી, ખીસકોલી, કાકીડા, ચંદનઘો, પાટલાવો આદિ.
૩. “બેચર'...તે આકાશમાં ચાલનારા તે, તે બે પ્રકારે. સંવાટાની પાંખવાળા અને ચામડાની પાંખવાળા રોમજ પક્ષી તે-હંસ, સારસ, બગલા, ઘુવડ, સમળી, પોપટ, કાગડાચકલાદિ. એ બધા રુંવાટાની પાંખોવાળા હોવાથી રોમજ પક્ષી કહેવાય અને ચર્મજ પક્ષી તે–વડવા)ળી, ચામાચીડીયાદિ ચામડાની પાંખવાળા હોવાથી ચર્મજ પક્ષી કહેવાય છે. વળી મનુષ્યલોકની બહાર બીડેલી તથા વિસ્તારેલી પાંખોવાળા સમુદુગક અને વિતતપક્ષી એમ ચાર પ્રકારના પક્ષી છે.
આ તિર્યંચ-પંચેન્દ્રિયવર્તી જલચરો, સ્થલચરો અને ખેચરો સર્વે સંમૂછિમ અને ગર્ભજ એમ બે ભેદે છે.
એમ એકેન્દ્રિય જીવોના ૨૨ ભેદ, વિલેજિયના પર્યાપ્તા અપર્યાપ્તા થઈને ૬ ભેદ, કુલ ૨૮ થયા, તિર્યંચ પંચેન્દ્રિયમાં જલચરનો એક, સ્થલચર ચતુષ્પદ, ઉરપરિસર્પ ને ભૂજપરિસર્પ એમ ૩ ભેદ, અને એક ખેચર, એમ કુલ પાંચ ભેદ (તેમાં સૂક્ષ્મ–બાદરપણું હોતું નથી) તે સંમૂચ્છિમ–ગર્ભજ બે ભેદે ગણતાં ૧૦ ભેદ થયા. તેનાથી પર્યાપ્તા અપર્યાપ્તા થઈને ૨૦ ભેદો તિર્યંચ પંચેન્દ્રિય જીવોના જાણવા. પૂર્વના ૨૮૨૦ ઉમેરતાં કલ ૪૮ ભેદ તિય જીવોના જાણવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org