________________
૪૬૪
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
૨૨ ભેદ, નદી તટની માટી, મોટી–સૂક્ષ્મ રેતી, નાના પથ્થરો, મોટી શિલા, ઉસ, લવણ, સુવર્ણ-સોનું, રૂપું, સીસું, ત્રાંબું, લોહ, જસત, વજ્ર [સપ્ત ધાતુઓ] હરતાળ, હિંગુલ, મનશીલ, પ્રવાલ, પારદ, સૌવીર, અંજન, અભ્રકપડ, અભ્રકમિશ્રિત રેતી વગેરેના છે. આ સર્વે વસ્તુઓ પ્રથમ સજીવપણે હોય છે, પરંતુ ઉત્પત્તિ સ્થાનથી જુદા પડ્યા બાદ અગ્નિ વગેરેના સંયોગે તેમજ હસ્તપાદાદિ સાધનોથી મર્દન થતાં નિર્જીવ બને છે, પછી તે પદાર્થોમાં હાનિ થાય પણ વૃદ્ધિ થતી નથી.
બાદર અકાય—વરસાદનું શુદ્ધ જળ, સ્વાભાવિક હિમ, બરફ, કરા, ઓસ, ધુમ્મસ, ઘનોદધિ, ઝાકળ, કૂવા, સમુદ્ર આદિ સર્વ પ્રકારનું જળ તે.
બાદર તેઉકાય—ચાલુ શુદ્ધ અગ્નિ, વજ્રનો અગ્નિ, જ્વાળાનો, સ્ફુલિંગનો અંગાર, વિદ્યુત, ઉલ્કાપાત, તણખા, કશિઆનો, સૂર્યકાન્તમણિનો, છાણાદિકનો, કાષ્ઠ-કોલસા વગેરે સર્વ જાતનો અગ્નિ તે.
બાદર વાઉકાય દિશાવર્તી ઊર્ધ્વ—અધોતિર્યક્ વાયુ, ઝંઝાવાતનો, ગુંજારવ કરતો, ગોળાકારે ફરતો, ઘનવાત તનુવાત વગેરે અનેક ભેદ.
બાદર વનસ્પતિકાય તે પ્રત્યેક અને બાદર સાધારણ. તેમાં એક શરીરમાં એક જ જીવવાળી તે પ્રત્યેક. વૃક્ષના ફળ, ફુલ, ત્વચા,, કાજ, મૂળ, પત્ર, બીજ આદિમાં એક એક જીવ છે તેથી તે પ્રત્યેના પ્રકારમાં ગણાય છે. વળી આખાય વૃક્ષનો સર્વવ્યાપી અન્ય એક સ્વતંત્ર જીવ જુદો હોય છે. તે પ્રત્યેક વનસ્પતિનાં વૃક્ષ–ગુચ્છાદિક જાતિ વડે ૧૨ ભેદો છે. તેથી આગળ જ કહેવાતા સાધારણ વનસ્પતિના ભેદને વર્જીને શેષ ધાન્યો, અનેકવિધ પુષ્પની જાતિઓનાં પુષ્પો ફળો, પત્રો—લતાઓ કમળો—શાકાદિક દ્રવ્યોવાળાં સર્વ જાતનાં વૃક્ષો તે બાદર પ્રત્યેક વનસ્પતિમાં વિચારી લેવાં.
બાદર સાધારણ વનસ્પતિકાય—આ બાદર સાધારણ વનસ્પતિના જીવોની ઉત્પત્તિ, ત્યારબાદ આહાર, શ્વાસોશ્વાસ ગ્રહણ વગેરે ક્રિયાઓ સર્વ એકી સાથે જ હોય છે. આ અનંતકાય સ્વરૂપ બાદર વનસ્પતિ અનેક ભેદે છે. કંદ [આદુ, બટાકા, લસણ, ડુંગળી તમામ પ્રકારની કંદની જાતો] પાંચેય રંગની કૂંગી, સેવાલ, બિલાડીના છત્રી આકારના ટોપ, આદુ, લીલી હળદર, ગાજર, મોથ, થેગ, પાલખું, કુાં ફળો, થોર, ગુગળ, ગળો, સિંગોડા આદિ પ્રસિદ્ધ બત્રીશ અનંતકાયાદિ સર્વ પ્રકારે તેના ઘટિત લક્ષણોવાળી જે જે હોય તે સમજી લેવી.
લક્ષણ શું ?તો જેની નસો, સાંધા, ગાંઠો ગુપ્ત હોય, વળી જેના ભાંગવાથી સરખા સુંદર ભાગો થઈ જતા હોય, છેદાયા થકાં ફરીથી ઊગે તેવી હોય, વગેરે મુખ્ય છ લક્ષણે કરીને ઓળખાતી, અનેક પ્રકારોવાળી સાધારણ વનસ્પતિ સમજવી.
વસ્તુતઃ સર્વ વનસ્પતિઓ ઊગતી વખતે તો સાધારણ સ્વરૂપે જ હોય છે. પછી અમુક વખત થયે કેટલીક પ્રત્યેક નામકર્મવાળી પ્રત્યેક સ્વરૂપે પરિવર્તન થાય છે અને સાધારણ નામકર્મના ઉદયવાળી કેટલીક સાધારણપણે રહે છે. કૃતિ સ્થાવર નીવબાબા |
ગનીવો (એકેન્દ્રિય ૪૩૫ સિવાયના શેષ) બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય, પંચેન્દ્રિય જીવો તે.
બેઇન્દ્રિયના ભેદોમાં—કુક્ષિમાં (પેટ) તથા ગુદા દ્વારમાં થતાં કીડાઓ, કાષ્ઠમાં ઉત્પન્ન થનારાં કીડાઓ (ઘુણા), ગંડોળા, અલસીયાં, જલો, પૂરા, શંખ, શંખલા, કોડી, છીપલી ચંદનાદિ જીવો તે. જેને ચામડી અને જીહ્વા એ બે જ ઇન્દ્રિયો હોય તે બેઇન્દ્રિય.
૪૩૫. અપેક્ષાએ ગતિમાન હોવાથી તેઉ અને વાઉના જીવોને તિત્રત તરીકે પણ બિરદાવ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org