________________
तिर्यच जीवोनी संक्षिप्त ओलखाण परिशिष्ट सं. 99
॥ प्रगट प्रभावक श्री अजाहरापार्श्वनाथाय नमः ॥
॥ तिर्यंच जीवोनी संक्षिप्त ओळखाण परिशिष्ट सं. ११॥
નોંધ—અહીંથી ચોથી તિર્યંચગતિનો સંક્ષિપ્ત અધિકાર શરૂ થાય છે, તે પહેલાં તિર્યંચ જીવોનો પરિચય આપવો જોઈએ. યદ્યપિ શ્વેતાંબર સંઘમાં અધ્યયનનો વર્તમાન ક્રમ એવો છે કે પ્રથમ જીવવિચારાદિ પ્રકરણો ભણીને પછી જ સંગ્રહણી જેવા ઉપરના ગ્રંથો ભણવામાં આવે છે, એથી લાભ એ થાય છે કે પ્રસ્તુત પ્રકરણોમાં ચારે ગતિ અને મોક્ષ સંબંધી પ્રાથમિક, ઉપયોગી હકીકતો હોવાથી તેનું તેને અધ્યયન કરેલું હોય છે; અને પછી આ ગ્રન્થ ભણતાં ખૂબ જ સરલતા અને આનંદ થાય છે. તેથી ઉપરના આ ગ્રન્થોમાં બધી બાબતનું પુનરાવર્તન હોતું નથી, એમ છતાં ભણેલા, ન ભણેલા સહુના લાભ માટે તિર્યંચ જીવોનો સંક્ષિપ્ત પરિચય આપું છું, જેથી સવિશેષ રસ, આનંદ અને સુલભતા વધવા પામે.
જગતવર્તી સંસારી જીવો બે પ્રકારના છે. એક સ્થાવર અને બીજા ત્રસ. સ્થાવર્તાપાદિકથી પીડાયા થકા સ્વઇચ્છાપૂર્વક ગમનાગમન કરી ન શકે તે.
ત્રણ—ઇચ્છાપૂર્વક [તાપથી પીડાયા થકા છાયામાં અને ઠંડીથી પીડાયા થકા તાપમાં] ગમનાગમન કરનારા તે.
અહીંઆ જીવોનું મૂલસ્થાન અનાદિકાળથી ‘નિગોદ’ છે જે એકેન્દ્રિય જીવનો જ ભેદ છે. અને એમ એકેન્દ્રિયના ભવોનું પરિભ્રમણ કર્યા બાદ ત્રસસ્વરૂપ વિક્લેન્દ્રિયના ભવમાં જીવો ક્રમશઃ આવે છે. પ્રથમ સ્થાવર એકેન્દ્રિયના ભેદો કહેવાય છે.
સ્થાવર જીવો એકેન્દ્રિય કહેવાય છે, કારણ કે તેને એક જ ઇન્દ્રિય (સ્પર્શમાત્ર) હોય છે અને તે પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાયના ભેદથી પાંચ પ્રકારે છે. પુનઃ વનસ્પતિકાય, સાધારણ અને પ્રત્યેકથી બે ભેદવાળી છે. પુનઃ [પ્રત્યેક વનસ્પતિ ભેદ વર્જીને] પાંચે સ્થાવરોના સૂક્ષ્મ અને વાવર એમ બે ભેદ પડે છે, એટલે કુલ ૧૦ ભેદ થયા, અને પ્રત્યેક વનસ્પતિ તો બાદર જ હોવાથી તેનો માત્ર એક ભેદ ઉમેરતાં કુલ ૧૧ ભેદ સ્થાવર જીવોના છે. તેને પુનઃ પર્યાપ્ત ઞપર્યાતા વિભાગે વિચારતાં કુલ બાવીશ ભેદો એકેન્દ્રિય-સ્થાવરોના થાય છે.
૪૬૨
સૂક્ષ્મ સ્થાવરો—એટલે અનંતા સૂક્ષ્મ જીવોનો સમુદાય એકઠો થાય તો પણ [સૂક્ષ્મનામકર્મના ઉદયથી અત્યંત સૂક્ષ્મપણું રહેતું હોવાથી] આપણી ચર્મચક્ષુથી દેખી ન શકાય તે. એ પાંચે પૃથિવ્યાદિ સૂક્ષ્મ સ્થાવરો ચૌદ રાજલોકમાં કાજળની ડાબડીની પેઠે ઠાંસી ઠાંસીને અનંતાનંત ભર્યા છે, પૌદ્ગલિક પદાર્થોથી કોઈપણ સ્થળ મુક્ત નથી, વળી તે જીવો માર્યા મરતા નથી, હણ્યા હણાતા નથી. એમાં વળી સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ તે સૂક્ષ્મ નિગોદના નામથી પણ ઓળખાય છે [જેનું કંઈક સ્વરૂપ ૩૦૧મી ગાથામાં આવવાનું છે.] આ જીવો પણ અનંતા છે. આ બધા સૂક્ષ્મ જીવોની ભવઆયુષ્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે.
બાદર સ્થાવરો—એક અથવા અસંખ્ય ઘણા ભેગા થાય ત્યારે ચર્મચક્ષુથી દેખી શકાય તે બાદર કહેવાય. બાદર સ્થાવરો પ્રત્યેક ભેદ સહિત પૃથ્યાદિ છ પ્રકારે છે.
પ્રથમ બાદર પૃથ્વીકાયમાં–પૃથ્વીના બે ભેદ છે. એક કોમળ અને બીજો કર્કશ. તેમાં કોમળ પૃથ્વી તે સાત રંગવાળી હોવાથી સાત ભેદવાળી છે. કાળી, લીલી, પીળી, રાતી, શ્વેત, પાંડું વગેરે રંગની. નઘાદિકના પાણીના પૂર ઉતરવાથી અત્યંત ભેજવાળા પ્રદેશની કોમળ—ચીકણી—પંકરૂપ માટી તે કોમળ પૃથ્વી, જ્યારે કર્કશ પૃથ્વી ચાલીશ ભેદે છે.તેમાં ૧૮ ભેદ સ્ફટિક, નીલમ, ચંદન, વૈસૂર્યાદિ મણિરત્નોના અને શેષ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org